ભાવનગર: ભાવનગર જિલ્લામાં બુટલેગરો દારૂ ઘુસાડવામાં બેફામ બન્યા છે. પોલીસ વારંવાર દારૂને ઝડપી રહી છે ત્યારે ભાવનગર LCB પોલીસે હાઇવે ઉપરથી ભાવનગરમાં દારૂનો જથ્થો લઈને આવતા બે શખ્સોને દારૂ અને કાર સાથે ઝડપી લીધા છે. પોલીસે બાતમીના પગલે વોચમાં રહીને દારૂ ઝડપી લીધો હતો.
હાઇવે ઉપર વોચમાં LCBએ કારને દારૂ સાથે ઝડપી
ભાવનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા વારંવાર દારૂ ઝડપવામાં આવે છે ત્યારે ભાવનગરની એલસીબી પોલીસને બાતમી મળી હતી કે બોટાદ જિલ્લાના બરવાળાથી ભાવનગર આવતા અમદાવાદ હાઈવે ઉપર એક કારમાં દારૂ આવી રહ્યો છે. જેને પગલે ભાવનગરની એલસીબી પોલીસ વલ્લભીપુર નજીક વોચમાં રહેતા બાતમી વાળી કાર આવતા તેને ઉભી રાખીને તપાસ કરતા દારૂનો મસ મોટો જથ્થો કારમાંથી મળી આવ્યો હતો. આ સાથે બે શખ્સોને પણ પોલીસે ઝડપી લીધા છે. જ્યારે આ દારૂ લાવવામાં ત્રીજો એક શખ્સ પણ સામેલ હોય જેને ઝડપવાનો બાકી રહ્યો છે. પરંતુ ત્રણેય સામે ધોરણસર મુદ્દામાલ કબ્જે લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે મુદ્દામાલ કેટલો ઝડપી લીધો અને ક્યાં ફરિયાદ નોંધાઈ
ભાવનગર એલસીબી પોલીસે વલભીપુર નજીકથી આર્ટીગા કારને બે શખ્સો સાથે ઝડપી લેતા તેમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસને વ્હીસ્કી બે અલગ બ્રાન્ડની 312 બોટલ જેની કિંમત 1,78,080 થવા જાય છે. આ સાથે વોડકા 672 નંગ 180 MLની જેની કિંમત 67,200 થવા જાય છે. તેમજ બીયર ટીન 240 નંગ 43,200 તેની કિંમત થવા જાય છે. આમ કુલ 2,88,480 ની કિંમતનો દારૂ સાથે આર્ટીગા કાર જેની કિંમત 5 લાખ, મોબાઈલ એક ગણીને કુલ 7,93,480નો મુદ્દામાલ કબ્જે લઈને વલભીપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ વિરુદ્ધ ધોરણસર ગુન્હો દાખલ કર્યો હતો.
બે ઝડપાયા જ્યારે એક ઝડપવાનો બાકી
ભાવનગર એલસીબી પોલીસે હાઇવે ઉપરથી આર્ટીગા કારમાંથી શાહીબશા એમદશા ફકીર અને સુમિત ઉર્ફે મેહુલ જેન્તીભાઈ મકવાણાને ઝડપી લીધા છે. જ્યારે આ દારુના ગુન્હામાં યોગેશ ચેલારામ સિંધી પણ સામેલ હોય તેથી એલસીબી પોલીસે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં બેને ઝડપી લીધા બાદ ત્રીજાનું પણ નામ ખુલતા ત્રણ વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની કામગીરી સોંપી હતી.
આ પણ વાંચો: