ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકા શહેરમાં વિકાસના કામોને લઈને દબાણ હટાવવાની કામગીરીને વેગ પકડાવ્યો છે. શહેરમાં તાજેતરમાં દબાણોને હટાવ્યા બાદ મહાનગરપાલિકાએ ચિત્રા વિસ્તારના ટીપી સ્કીમ નંબરના રોડને પગલે પણ નોટિસો ફટકાર્યા બાદ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. જોકે રોડ ખુલ્લો કરવા માટે નોટિસ મળ્યા બાદ લોકોએ સ્વયંભૂ પણ દબાણો હટાવ્યા હતા.
TP સ્કીમ નીચે નોટીસ ફટકારી
ભાવનગર મહાનગરપાલિકા તાજેતરમાં જ ગઢેચી નદીએ દબાણ હટાવવા બાદ હવે શહેરમાં ચિત્રા ગામમાં આવેલી ટીપી સ્કીમ નંબર 24 અંતર્ગત રસ્તો પહોળો કરવાને પગલે નોટિસો ફટકારી છે. મહાનગરપાલિકા સતનામ ચોકથી લઈને હરિઓમનગર સુધીના રોડમાં આવતા દબાણને પગલે નોટિસ પાઠવી હતી. આ નોટિસ બી.પી.એમ.સી એક્ટ 1949 ની કલમ 477 અને 478 મુજબ દબાણ કર્તાઓને આપવામાં આવી હતી.
દબાણો સ્વયંભૂ દૂર થયા તો અનેક મનપાએ કર્યા
મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ, સ્ટેટ વિભાગ તેમજ પીજીવીસીએલ અને ગેસ કંપની અને પોલીસને સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે મહાનગરપાલિકાએ આપેલી નોટિસ બાદ લોકોએ સ્વયંભૂ દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. મહાનગરપાલિકાએ 140 જેટલા દબાણોને નોટિસ ફટકારી હતી. સ્વયંભૂ દબાણ કેટલાક લોકોએ દૂર કર્યા બાદ મહાનગરપાલિકા બાદમાં બાકી રહી ગયેલા દબાણોને દૂર કર્યા હતા.

દબાણ પર ક્યા-ક્યા ફર્યું બુલડોઝર?
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના દબાણ હટાવ સેલ દ્વારા 24 મીટરના રોડને ખુલ્લો કરવા માટે 140 લોકોને નોટિસ આપ્યા બાદ બાકી રહી જતા કેટલાક મકાનો, દુકાનો અને ખાસ કરીને દિવાલો ઉપર બુલડોઝર ફેરવવાની શરૂઆત કરી હતી. મહાનગરપાલિકા આશરે 140 જેટલા દબાણ કરતાઓના નાના-મોટા દરેક દબાણોને દૂર કર્યા હતા. જો કે આ દબાણ કાર્યવાહીમાં પાંચ જેટલા ધાર્મિક દબાણને પણ દૂર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: