ETV Bharat / state

પરપ્રાંતીય શખ્સ કારમાં દારૂ ભરીને આવતા પોલીસે પકડ્યો, એક ઝડપાયો કુલ ત્રણ સામે ગુન્હો દાખલ જાણો - ALCOHOL SMUGGLING IN BHAVNAGAR

ભાવનગર શહેરમાં દારૂ પકડાવવાનો સિલસિલો યથાવત, LCB પોલીસે પરપ્રાંતીય શખ્સને દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો છે.

પરપ્રાંતીય શખ્સ કારમાં દારૂ ભરીને આવતા પોલીસે પકડ્યો
પરપ્રાંતીય શખ્સ કારમાં દારૂ ભરીને આવતા પોલીસે પકડ્યો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 18, 2025 at 12:47 PM IST

Updated : April 18, 2025 at 1:19 PM IST

1 Min Read

ભાવનગર: શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા વારંવાર દારૂ ઝડપાય છે. ભાવનગર એલસીબી પોલીસે ફરીથી હાઈવે ઉપરથી એક કારને દારૂ સાથે ઝડપી લીધી છે. પોલીસે તેની સાથે પરપ્રાંતીય શખ્સની પણ ધરપકડ કરી છે, જ્યારે વધુ બે શખ્સો સામેલ હોવાથી ત્રણ વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કર્યો છે.

ક્યાંથી ઝડપાયો દારૂ: ભાવનગરની એલસીબી પોલીસ બાતમીના પગલે ભાવનગર ધોલેરા હાઇવે રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી. એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની કિયા સેલટોસ નામની કાર અમદાવાદ તરફથી ભાવનગર આવી રહી છે, તેને પગલે LCB પોલીસ નારી ગામ પાસે મોમાઈ હોટલ નજીક વોચમાં હતી એ દરમિયાન બાતમી વાળી કાર મળી આવતા તેને રોકીને તપાસ કરી તો તેમાં, મસ મોટો દારૂનો જથ્થો કારમાંથી મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કેટલાનો દારૂ ઝડપાયો: ભાવનગર એલસીબી પોલીસે નારી ગામ નજીક હોટલ ઉપર ઉભા રહેતા બાતમી વાળી GJ 01 KZ 4557 નંબરની કિયા સેલટોસ કાર આવતા તેને ઉભી રાખવામાં આવી હતી. એલસીબી પોલીસે તેના ચાલક હરીશ રામનારાયણ એચરા મૂળ રાજસ્થાનના નિવાસીની pપૂછપરછ કરીને કારની ઝડતી લેતા, કારમાંથી 1606 દારૂની બોટલ અને 48 બિયર ટીન મળી આવ્યા હતા. જેની કિંમત 1,97,634 નો દારૂ મળી આવતા પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રણ સામે નોંધાયો ગુન્હો: ભાવનગરની એલસીબી પોલીસે કાર ચાલક હરીશરામ નારાયણ એચરા મૂળ રાજસ્થાનન વતની થાનવાળાને ઝડપી લીધો હતો. જો કે આ દારૂ મોકલનાર ગોપારામ છોગારામ મૂળ રાજસ્થાનના અને ભાવનગર દારૂની ડિલિવરી લેનાર દિવ્યરાજસિંહ ઉર્ફે કડી ગોહિલ ભાવનગરના નિવાસી, બંનેને ઝડપવાના બાકી હોય ત્યારે આ ત્રણેય વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી. જો કે એલસીબી પોલીસે દારૂ મોબાઈલ અને કાર મળીને 12,07,636 નો મુદાબાલ કબ્જે લીધો હતો.

આ પણ વાંચો:

  1. બેફામ બુટલેગર જાહેર રસ્તામાં દારૂનું કટીંગ કરતા પોલીસે મારી તરાપ, ત્રણ શખ્સો ઝડપાયા રેડમાં
  2. આલે લે, તબેલામાંથી પણ LCBએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, 3ને દબોચ્યા

Last Updated : April 18, 2025 at 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.