ભાવનગર: ઉનાળામાં પારો ઊંચકાય જતા હિટવેવની આગાહી બાદ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નિર્ણય કર્યા હતા. હિટવેવને પગલે કેન્દ્રના ડિઝાસ્ટર વિભાગમાં આવતું હોવાથી કેન્દ્ર સરકારના ડિઝાસ્ટર વિભાગની આગાહી બાદ ગુજરાત સરકારે સરકારી શાળાઓને પરીપત્ર જાહેર કરીને સૂચનો કર્યા છે. ભાવનગર શહેરની પ્રાથમિક શાળાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે સાથે શુ તૈયારીઓ શાળાઓમાં થઈ છે. ચાલો જાણીએ.
પ્રાથમિક શાળાઓમાં લેવાય એક્શન હિટવેવ પગલે: ગુજરાતમાં ગરમીએ માથું ઊંચક્યું છે અને હિટવેવની આગાહી કરી છે, ત્યારે રાજ્ય સરકાર તરફથી મળેલી ગાઈડલાઈન મુજબ ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ દરેક શાળાઓને સરકારના આવેલા પરિપત્રને મોકલી આપ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી મુંજાલ બડમલિયાએ જણાવ્યું હતું કે, નગરપ્રાથમિક શિક્ષણ સંચાલિત 68 જેટલી શાળાઓમાં આશરે 30 હજાર જેટલા બાળકો અભ્યાસ કરે છે. જેથી હિટવેવને પગલે આગાહી હોવાથી બહાર પડાયેલી ગાઈડલાઈન મુજબ સમયમાં ફેરફારો કરાયા છે. આ સાથે કાળજી રાખવા માટે શાળાઓમાં માર્ગદર્શન બાળકોને શિક્ષકો દ્વારા આપવામાં આવી રહ્યું છે. મોટાભાગની શાળાઓમાં પાણીના કુલરો છે. બે શાળાઓ નાની હોવાથી ત્યાં પાણીના માટલાની વ્યવસ્થા કરાઈ છે.ખાસ કરીને ગરમી વધુ વધવાની શક્યતા હોવાથી બાળકોને લઈને શાળામાં ORS વગેરે જેવી ચીજો સાથેની વ્યવસ્થા રાખવા માટે પણ સૂચન કરાયું છે.

શાળાઓ કેટલી થઈ સતર્ક હિટવેવને કારણે: ભાવનગર શહેરમાં આવેલી નગરપ્રાથમિકની શાળાઓમાં હિટવેવને પગલે શું ફેરફારો કર્યા છે, તે જાણવા માટે શાસ્ત્રીનગર ખાતે આવેલી શાળામાં અમે પહોંચ્યા હતા. શાળાના આચાર્ય પ્રદ્યુમનસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, શાળામાં હાલ 482 જેટલા ભાઈઓ અને બહેનો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાસનાધિકારી તરફથી મળેલા પત્ર બાદ સવારે શાળાએ આવવાનો સમય વહેલો કરવામાં આવ્યો છે અને રજાનો સમય પણ વહેલો કરાયો છે એટલે 12. 30ને પગલે 12.15 કલાકે બાળકોને છોડવામાં આવી રહ્યા છે. આ સાથે શાળામાં પીવાના પાણીની પણ વ્યવસ્થા કરાયેલી છે જેમાં ઠંડા પાણીના કુલરો પણ છે.


સરકારના પરીપત્રમાં શું સૂચનો ત્રણ મહત્વ: હિટવેવ ડિઝાસ્ટર વિભાગ અંતર્ગત આવતી હોવાથી કેન્દ્ર સરકારના ડિઝાસ્ટર વિભાગે આપેલી આગાહીને પગલે ગુજરાત સરકાર દ્વારા દરેક સરકારી શાળાઓ સુધી પરિપત્ર પહોંચાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં ખાસ ત્રણ બાબતોની કાળજી લેવા માટે જણાવાયું છે. જેમાં પ્રથમ બાળકોને હિટવેવની સમજણ આપવી તેમજ ઓપન એર વર્ગો એટલે કે ખુલ્લામાં શિક્ષણ આપવું નહીં અને ત્રીજું સમયમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવો. આમ શિયાળાની જેમ હવે ઉનાળામાં પણ શાળાના સમયમાં ફેરફાર કરવાની ફરજ સરકારને હિટવેવને પગલે પડી છે.
આ પણ વાંચો: