ભાવનગર: શહેરમાં યોજાયેલી વિવિધ IMO,ISO અને IEO આંતરરાષ્ટ્રીય પરીક્ષામાં ભાવનગર ધોરણ 5 ના વિધ્યાર્થીએ ગોલ્ડ મેડલો મેળવીને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. ભાવનગરના તેજસ્વી વિદ્યાર્થી ચૈત્ય દોશીએ વિજય પ્રાપ્ત કરીને શહેર,સમાજ આજે શાળાનું નામ રોશન કર્યું છે.
ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સિદ્ધિ: ભાવનગર શહેરના નાઇસ ધ પ્રાઈમરી સ્કૂલ ધોરણ 5 ના વિદ્યાર્થી ચૈત્ય દોશીએ પોતાનું નામ ગૌરવપૂર્વક રોશન કર્યું છે. ચૈત્ય દોશીએ International Mathematics Olympiad (IMO), International Science Olympiad (ISO) અને International English Olympiad (IEO) માં ભાવ લઈને સારા ગુણો મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યા છે. તેની જીતને પગલે શાળા, પરિવાર અને સમાજ માટે આ ગર્વનો ક્ષણ છે. જો કે આ પહેલા ત્રીજા અને ચોથા ધોરણમાં પણ તેણે આ સિધ્ધિ મેળવેલી છે.

શાળાએ પ્રેરણાસ્ત્રોત સમાન ચૈત્યને ગણાવ્યો: ભાવનગરના ચૈત્ય દોશીની સિદ્ધિ તેની મહેનતના પગલે અભ્યાસમાં જોવા મળી છે. આ સાથે શિક્ષકોના માર્ગદર્શનને તેના માતાપિતા શ્રેષ્ઠ ગણાવ્યા છે. ચૈત્ય એવો વિદ્યાર્થી છે કે, જેણે વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી ભાષાના ક્ષેત્રે પોતાની પ્રતિભાને સાબિત કરી બતાવી છે. શાળાના ટ્રસ્ટી, ડારેક્ટર અને પ્રિન્સિપાલે ચૈત્યની આ સિદ્ધિ અંગે ગર્વ વ્યક્ત કરી કહ્યું હતું કે, ચૈત્ય દોશી એ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ વિજય માત્ર તેની મહેનતનું પરિણામ નથી, પણ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ એક પ્રેરણાસ્ત્રોત છે.
પરિવારમાં આનંદ તો શાળાએ બેસ્ટ એચિવર્સનો એવોર્ડ આપ્યો: ચૈત્ય દોશીના માતા-પિતા, શિક્ષકો અને મિત્રો પણ આ વિજયથી ગૌરવ અનુભવી રહ્યા છે. ત્યારે સમગ્ર શાળા દ્વારા ચૈત્ય દોશીની વિશિષ્ટ સિદ્ધિ માટે બેસ્ટ એચિવર્સ એવોર્ડ અને સ્કૂલમા ટોપ હોવાને કારણે બેસ્ટ ટોપર્સ એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: