ભાવનગર: હવે શહેરવાસીઓને કોઈ પણ તકલીશ કે સમસ્યા હોય તો તે માટે મહાનગરપાલિકા કચેરીએ ફરીયાદ કરવા જવાની જરૂર નથી. કારણ કે, મહાનગરપાલિકાએ ઓનલાઈન ફરિયાદની વ્યવસ્થા કરી છે. જેનો લાભ ભાવનગર વાસીઓ લેવા લાગ્યા છે. આ એપ દ્વારા હમણાં સુધીમાં કેટલી ફરિયાદ થઈ ? આ નોંધાયેલી ફરિયાદ પૈકી કેટલી ફરિયાદનો નિકાલ થઈ ગયો ? ચાલો જાણીએ.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિભાગની સમસ્યાઓને લઈને ફરિયાદ કરવા માટે પ્રજાજનો માટે ઓનલાઇન ફરિયાદની વ્યવસ્થા કરી છે. ત્યારે મહાનગરપાલિકામાં ઓનલાઇન આવેલી ફરિયાદો અને તેના નિકાલને લઈને કામગીરી પણ થઈ છે. મહાનગરપાલિકાના દરેક વિભાગમાં ઓનલાઈન ફરિયાદો નોંધાઈ રહી છે.
મહાનગરપાલિકામાં ઓનલાઈન ફરિયાદ: ભાવનગર મહાનગરપાલિકામાં પ્રજાજનોને ઓનલાઈન ફરિયાદ કરવા માટેની વ્યવસ્થા ઉભી કરાઈ છે. ત્યારે મહાનગરપાલિકાના કમિશનર જયકુમાર રાવળે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા ગત સપ્ટેમ્બર મહિનામાં CRMS એટલે સેન્ટ્રલ રિક્વેસ્ટ મોનિટરિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવ્યું છે, તેમાં નાગરિકો કોઈ પણ ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકે છે. જેમાં નાગરિકો ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટ વગેરે જેવી સમસ્યાઓની ફરિયાદની નોંધણી કરી શકે છે. ઓનલાઇન ફરિયાદની સુવિધાનો લાભ ભાવનગરવાસીઓ લેવા પણ લાગ્યા છે.


સિસ્ટમ લોન્ચ બાદ ફરિયાદ અને નિકાલ: મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જયકુમાર રાવળ જણાવ્યું હતું કે, સિસ્ટમ લોન્ચ થઈ ત્યારથી 2883 જેટલી ફરિયાદો મળેલી છે, જેમાંથી 2419 હકારાત્મક રીતે સોલ્વ કરી દેવામાં આવી છે. જ્યારે 405 જેટલી સંબંધિત વિભાગોને લાગુ પડતી ન હોય તેવી ફરિયાદો દફતરે કરવામાં આવી છે. 28 મેના દિવસ સુધી જોઈએ તો 59 જેટલી પેન્ડિંગ છે અને 24 કલાકમાં 14 નોંધાય તેમાંથી 13 નો નિકાલ કર્યો છે. અને 8 એવી છે જે 15 દિવસથી વધુ સમયથી પેન્ડિંગ છે.

ક્યાં વિભાગની વધુ ફરિયાદો: મહાનગરપાલિકામાં ઓનલાઇન ફરિયાદમાં જોવા જઈએ તો સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજ વિભાગમાં, રોડ વિભાગમાં, સોલિડ વેસ્ટ વિભાગમાં અને પાણી વિભાગમાં નોંધાઈ છે. ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી વિભાગ અને એસ્ટેટ વિભાગમાં ફરિયાદ નોંધાય છે. જો કે ત્યારબાદ સૌથી ઓછી ફરિયાદો અન્ય વિભાગોમાં નોંધાવવા આવી છે. જો કે પ્લે સ્ટોરમાંથી મહાનગરપાલિકાની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં ઘરવેરાની પોહચનો એસેસ કી નંબર નાખીને ફરિયાદ કરી શકાય છે.

હાલ સુધીમાં આ એપ દ્વારા ઓનલાઈન કેટલી ફરિયાદો નોંધાઈ, ચાલો જાણીએ...
વિભાગ | ફરિયાદ |
ડ્રેનેજ વિભાગ | 599 |
રોડ વિભાગ | 305 |
સોલીડ વેસ્ટ વિભાગ | 428 |
પાણી વિભાગ | 376 |
ઇલેક્ટ્રિક વિભાગ | 181 |
એસ્ટેટ વિભાગ | 143 |
ટાઉન પ્લાનિંગ વિભાગ | 52 |
આરોગ્ય વિભાગ | 42 |
ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ | 30 |
ગાર્ડન વિભાગ | 30 |
કેટલ પાઉન્ડ વિભાગ | 29 |
ઘરવેરા વિભાગ | 29 |
પ્રોજેકટ વિભાગ | 28 |
પ્રધાનમંત્રી આવાસ યોજના | 23 |

આ પણ વાંચો: