ભરૂચ: જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના "આલીશાન સિટી" વિસ્તારમાં રહેતા યુવાન સામે એક યુવતી સાથે દુષ્કર્મ આચરવાની તેમજ છેતરપિંડી કરવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. જેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે તે યુવક મૂળ ડેડીયાપાડા તાલુકાના ચીકડા ગામનો રહેવાસી છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, યુવકની ઓળખ રાહુલ મહેન્દ્ર વસાવા તરીકે કરવામાં આવી છે જે હાલમાં અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં આવેલી આલીશાન સિટીમાં રહેતો અને ફાઇનાન્સ કંપનીમાં કામ કરે છે.
શું છે સંપૂર્ણ ઘટના? પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના એક વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીની ઓળખ રાહુલ વસાવાની સાથે થઈ હતી. રાહુલે યુવતી સાથે પ્રેમ સંબંધ સ્થાપિત કર્યો અને તેને લગ્ન કરવાની લાલચ આપી હતી. લગ્નના વાયદા આપી તેણે યુવતીને વિવિધ સ્થળોએ જેમ કે જીતાલી, ભરૂચ અને ડેડીયાપાડા ખાતે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે રાહુલે લગ્નથી ઇનકાર કર્યો અને તેની સાથે વાત કરવાની પણ ના પાડી દીધી હતી. ઉપરાંત તેણે યુવતીને અપશબ્દો કહી જમાવત આપી હતી કે જો તેણે લગ્ન માટે દબાણ કર્યું તો તેને જાનથી મારી નાખશે.
કાયદેસરની કાર્યવાહી: યુવક દ્વારા આ પ્રકારની ધમકી આપવામાં આવતા યુવતીએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત યુવતીએ પોલીસ ફરિયાદમાં યુવક તરફ આરોપ લગાવતા જણાવ્યું છે કે, રાહુલ વસાવાએ તેના અને તેના માતા-પિતા પાસેથી પૈસા લીધા હતા, અને પૈસા ન આપી છેતરપિંડી કરી છે. આમ, યુવતીએ યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી સાથે નાણાકીય છેતરપિંડીની પણ ફરિયાદ નોંધાવી છે. પોલીસે POCSO અને BNSની લગતી કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: