ભરૂચ: જિલ્લાના અંકલેશ્વર નર્મદા નદી કાંઠા વિસ્તારના 6 ગામોમાં મોટા પાયે જમીન ધોવાણના કારણે ખેડૂતો પાયમાલ થવાના આરે આવી ગયા છે. એક અંદાજ મુજબ 2200 એકર જમીન નર્મદા નદીમાં ગરકાવ થઈ ગઈ છે ત્યારે સરકાર વહેલી તકે પ્રોટેક્શન વોલનું નિર્માણ કરે એ જરૂરી છે.
પાવન સલીલામાં નર્મદાના કિનારે વસેલ અંકલેશ્વરમાં નદી કિનારે સતત જમીન ધોવાણથી ધરતીપુત્રોની અત્યાર સુધી પોતાની મહામૂલી 2200 થી 2300 એકર જમીન પાણીમાં ગરક થઇ ગઈ છે. સંરક્ષણ દીવાલ ન બનાવતા સતત જમીન ધોવા થી ધરતીપુત્રોને જમીન ગુમાવવાનો વારો આવ્યો છે. ધોવાણના કારણે જમીનની કિંમત ધંતુરીયામાં ભાવ પ્રતિ ફૂટ 48 પૈસા, તરિયા ગામ ખાતે ફૂટ 75 પૈસા, બોરભાઠા 2.05 રૂપિયા જાહેર કર્યા છે. ત્યારે ધરતીપુત્રો દ્વારા ઉગ્ર વિરોધ કરતા આજે 33 વર્ષના જમીન ધોવાણ પાછળ સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. એક સમયે અંકલેશ્વર શહેરને અડીને વહેતી નર્મદા નદી સરકીને ભરૂચ તરફ જતી રહી હતી. જે હવે પુનઃ અંકલેશ્વર તરફ આવી રહી છે.
33 વર્ષથી થઈ રહ્યું છે જમીન ધોવાણ:
1992ના વર્ષથી નર્મદા નદીના અંકલેશ્વર તરફ પ્રયાણને લઈ ધરતીપુત્રોએ લડત ચલાવી હતી. જે લડત એક તબક્કે 2012-13 માં રંગ લાવતા સરકારે 4 પેકેજમાં ગેબિયન વોલ ઉભી કરવાનું નક્કી કરી કામગીરી પણ શરૂ કરી દીધી હતી. પરંતુ કોંટ્રાક્ટર સાથે વિવાદ ઉભો થતા કોર્ટ મેટર શરુ થતાં જ કામગીરી અટકી પડી હતી. જે આજદિન સુધી શરૂ પણ થઇ નથી.
વર્ષ 2017માં ભાડભૂત બેરેજની ઈંટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મૂકી સંરક્ષણ પાળો ભાડભૂત બેરેજમાં સમાવી લેવામાં આવી હતી. જે બાદ આજે પણ કામ ભૂમિગત થયું નથી. ભાડભૂત બેરેજમાં બંને તરફના બેરેજ અને તેના દરવાજાના કામ પૂર્ણ થતા 50 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જયારે ભરૂચ તરફના પાળાની 65 ટકા કામગીરી થઇ છે.
અંકલેશ્વર કિનારે જમીન સંપાદન કર્યા બાદ ખેડૂતો સાથે વળતરના મુદ્દે સમસ્યા સર્જતા હજુ સુધી સરકાર ખેડૂતો પાસે જમીનનો કબજો મેળવી શકી નથી. અંકલેશ્વરમાં ભાડભૂત બેરેજ પ્રોજેક્ટથી અંકલેશ્વર તરફે સરકારી જમીન 4 કિમીમાં જ પાળો બન્યા છે. આજે 1992થી અત્યાર સુધી એટલે 33 વર્ષમાં અંકલેશ્વર કિનારે ખેડૂતની 2300 એકર જમીન નર્મદામાં વિલીન થઇ ચુકી છે, ત્યારે ધરતીપુત્રો જમીન ધોવાણ સરકારની સુષ્કતા અને અનદેખીને કારણે થતું હોવાનું કહી સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે.

એટલું જ નહીં સરકાર દ્વારા હવે 2025ના એવોર્ડ જાહેર કરી 2011ની જંત્રી મુજબ વળતર ચૂકવવાનું નક્કી કરતા ડુબાણમાં ગયેલ જમીનની કિંમતમાં 80 ટકા કાપ અને બચેલી જમીનનું વળતર પણ 2 રૂપિયાથી લઈ 20 રૂપિયા ફૂટ જાહેર કરતા ખેડૂતોમાં ભારે કચવાટ ફેલાયો છે. તેથી હવે તેઓ હવે વધેલી જમીનમાંથી એક ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી.
નદીનો વળી વટ અને 33 વર્ષની લડત:
1992 પછી નર્મદાની પ્રવાહ રેખા અંકલેશ્વરમાંથી ભરૂચ તરફ સરક્યાં પછી પુનઃ અંકલેશ્વર તરફ આવતા દર વર્ષે પ્રયર ઝાડે છે. ધોવાણને કારણે ખેડૂતો દર વર્ષે પાંચ એકર જમીન ગુમાવી રહ્યા છે.
ભાડભૂત બેરેજ - ઉપાય કે અટકેલી આશા?
ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં નર્મદામાં 1.66 કિમી લાંબો બેરેજ બનવાનું કામ 2020થી ચાલી રહ્યું છે. માર્ચ 29, 2025ના સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને જણાવવામાં આવ્યું હતું કે, પ્રોજેક્ટ 53 ટકા પૂર્ણ થયો છે અને ફ્લડ - પ્રોટેક્શન એમ્બેન્કમેન્ટ ડિસેમ્બર 2025 સુધી રેડી થવાની મહત્ત્વાકાંક્ષા છે. પરંતુ ડાબી કાંઠે 27 કિમી લાંબી અને 8 મીટર ઉચ્ચ પાળા માટે જરૂરી ભૂમિ સંપાદન થઈ શક્યું નહીં કેમ કે ખેડૂતો વળતર દર વિરોધે એક ઈંચ પણ જમીન મોકલવા તૈયાર નથી.
અંકલેશ્વરના નર્મદા નદી કિનારે ગોલ્ડન બ્રિજથી બોરભાઠા બેટ, બોરભાઠા ગામ, સરફુદ્દીન, સક્કરપોર, ધંતુરીયા, તરીયા તેમજ કાંસીયાના એકમાત્ર હંસ દેવ આશ્રમ ખાતે જમીન ધોવાણ થઇ રહ્યું છે. આ અંગે ખેડૂત આગેવાન હિરેન ભટ્ટે જણાવ્યું હતું કે, સરકારે જે જમીન વળતર જાહેર કર્યું છે, 48 પૈસા, 75 પૈસા ફૂટ આપી રહી છે તેમાં ઝેર પણ ખરીદી કરી શકાતું નથી. અમારે ઝેર પણ પીવું હોય તો દેવું કરવું પડે એમ છે.
અંકલેશ્વરના છેડેથી 6 ગામોની જમીન ધોવાણ મામલે વિપક્ષે સરકાર પર પ્રહારો કરી ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ ભાજપ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ભાડભૂત બેરેજ યોજના છેલ્લા 9 વર્ષ થયા છતાં અધૂરી છે. ખેડૂતોના વળતરમાં પ્રશ્ને ભ્રષ્ટ સરકારે પ્રોટેક્શન વોલના કોન્ટ્રાક્ટ સાથે માથાકૂટ કરી કામગીરી અટકાવી દેતા પ્રોટેક્શન વોલ 4 કિમી જેટલી જ બની છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ ફક્ત ચૂંટણી આવે ત્યારે લોભામણા વાયદાઓ કરી ખેડૂતોની લાચારીનો ફાયદો લે છે. પછી ખેડૂતોની વર્ષોની રજૂઆત છતાં ખેડૂતોને મહામૂલી જમીન ગુમાવી પાયમાલ થવાનો વારો આવે છે.
અંકલેશ્વરના 6 ગામોની જમીન ધોવાણ મામલે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે સરકાર અને તંત્ર પર આક્ષેપો કર્યા હતા અને સરકાર ખેડૂત વિરોધી નીતિ થકી ખેડૂતોને પાયમાલ કરતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
અંકલેશ્વર-ભરૂચ કાંઠે નર્મદાની તેજ ધાર ખેડૂતોની ખાતરનાં ખોળાં લઈ રહી છે. દશકોથી ગંભીર અને ચાલુ આ સૌમ્ય પ્રાકૃતિક આફતો હવે પ્રોટેક્શન વોલ થકી ચેતવણીઓની પ્રતીક્ષા કરે છે. ખેડુતોએ છેવટે રાજ્ય સરકારને અપીલ કરી છે કે બેરેજ-પાળો પ્રોજેક્ટ ઝડપે પૂર્ણ કરો કે પછી વૈકલ્પિક તે રક્ષણ દિવાલ બનાવો—નહી તો ‘ધરતીપુત્રો’ ની જમીન સાથે રોજગાર અને ઉસ્તવાર પણ પાણીમાં વહી જશે.
આ પણ વાંચો: