ETV Bharat / state

બનાસ મેડિકલ કોલેજનો દ્વિતીય સ્નાતક સમારંભ: 170 વિદ્યાર્થીઓનો MBBS પદવી એનાયત કરાઈ - BANAS MEDICAL COLLEGE

આજરોજ બનાસ મેડિકલ કોલેજનો દ્વિતીય સ્નાતક સમારંભ યોજાયો, જેમાં 170 વિદ્યાર્થીઓનો MBBS પદવી એનાયત કરાઈ હતી. જુઓ અહેવાલ...

બનાસ મેડિકલ કોલેજ
બનાસ મેડિકલ કોલેજનો દ્વિતીય સ્નાતક સમારંભ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 7, 2025 at 4:21 PM IST

2 Min Read

બનાસકાંઠા : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બનાસ મેડિકલ કોલેજના 170 વિદ્યાર્થીઓનો દ્વિતીય સ્નાતક સમારંભ યોજાયો. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ગુજરાતમાં દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ મળી રહે તે દિશામાં સરકારનું આયોજન છે.

બનાસ મેડિકલ કોલેજનો સ્નાતક સમારંભ : વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મોરિયા ખાતે MBBSના વિદ્યાર્થીઓનો દ્વિતીય સ્નાતક સમારંભ યોજાયો હતો. મહાનુભાવોના હસ્તે વર્ષ 2019ની બેન્ચના MBBSના 170 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી.

બનાસ મેડિકલ કોલેજનો દ્વિતીય સ્નાતક સમારંભ (ETV Bharat Gujarat)

"ભવિષ્યમાં બનાસ સુપર ફૂડ ક્ષેત્રે પણ આગળ વધશે" : શંકરભાઈ ચૌધરી

આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો આત્મનિર્ભર બને તે માટે બનાસ મેડિકલ કોલેજની સ્થાપના કરાઈ હતી. આજે એ વાતની ખુશી થાય છે કે અભ્યાસ પૂર્ણ કરીને ડોક્ટર પદવી મેળવી રહ્યા છે.

"ભવિષ્યમાં બનાસ સુપર ફૂડ ક્ષેત્રે પણ આગળ વધશે" (ETV Bharat Gujarat)

શંકરભાઈ ચૌધરીએ વધુમાં કહ્યું કે, આગામી સમયમાં મેડીકલ કોલેજે ખાતે પી.જી સહિતના અભ્યાસક્રમો શરૂ કરાશે. મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે આધુનિક સુવિધા ઉભી કરાઈ છે. જિલ્લામાં કેન્સર અને કિડનીની હોસ્પિટલ પણ ઊભી કરાશે. આજે જિલ્લામાં ગાયના ગોબરમાંથી CNG બનાવવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં બનાસ સુપર ફૂડ ક્ષેત્રે પણ આગળ વધશે. દેશને સૈનિકો તથા સૈન્ય અધિકારીઓ આપી શકાય તે માટે મેડિકલ કોલેજ ખાતે સૈનિક શાળા પણ શરૂ કરાઈ છે.

"દર વર્ષે 8500 વિદ્યાર્થીઓ ડોક્ટરની પદવી મળે તેવું સરકારનું આયોજન" : ઋષિકેશ પટેલ

પદવી એનાયત કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, દેશ આજે ટેકનોલોજી ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. તબીબી ક્ષેત્રે નિપુણતા સાથે સમાજ સેવા પણ અગત્યની બની રહે છે. ગુજરાતમાં સૌપ્રથમ પી.પી.ઈ મોડેલ આધારિત બનાસ મેડિકલ કોલેજ બની હતી, જેનો શ્રેય અધ્યક્ષ શંકરભાઈને જાય છે. આ વખતે 7250 સીટો સાથે નવી 450 એસેસન્સિયાલિટી ગુજરાત સરકારે આપી છે. ગુજરાતમાં દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ મળી રહે તે દિશામાં સરકાર કામ કરી રહી છે. અંદાજે 1000 સીટો પી.જી. માટે થાય તે માટે પણ સરકારે કામ કર્યું છે. આગામી દર વર્ષે 8500 જેટલા વિદ્યાર્થીઓ ડોક્ટરની પદવી મેળવે તેવું સરકારનું આયોજન છે.

"દર વર્ષે 8500 વિદ્યાર્થીઓ ડોક્ટરની પદવી મળે તેવું સરકારનું આયોજન" (ETV Bharat Gujarat)

બનાસ મેડિકલ કોલેજના ગૌરવશાળી આંકડા...

બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી. જે. ચૌધરીએ જણાવ્યું કે, ભારતની એકમાત્ર પશુપાલકોની બનાસ મેડિકલ કોલેજમાં આજે 50 ટકા ફી માફી સાથે પશુપાલકોના વિદ્યાર્થીઓ ડોકટર બની રહ્યા છે, જે ગૌરવની બાબત છે. બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ સાથે આધુનિક સુવિધાઓ અને શ્રેષ્ઠ મેડિકલ ફેકલ્ટી સાથે આજે બનાસ મેડિકલ કોલેજ દર વર્ષે 5000 જેટલા દર્દીઓને નિ:શુલ્ક તબીબી સારવાર આપે છે. પ્રતિ દિવસ 1700 થી 1800 જેટલી OPD, 600-700 દર્દીઓની IPD, મહિના દરમિયાન 550થી વધુ નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવે છે. આજે જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે ઓક્સિજન પ્લાન્ટ, લેબોરેટરી, એક્સ રે સહિતની તમામ ભૌતિક સુવિધાઓ દર્દીઓ માટે પૂરી પાડવામાં આવે છે.

મેડિકલ વિદ્યાર્થીઓએ તબીબી શપથ લીધા : મેડિકલ કોલેજના ડીન ડૉ. રૂપમ ગુપ્તાએ મેડિકલ વિદ્યાર્થીઓને તબીબી શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં સર્વ ધારાસભ્ય અનિકેત ઠાકર, પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર, માવજીભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલીયાતર, બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ દેસાઈ, બનાસ મેડિકલ કોલેજના બોર્ડ ઓફ ડિરેક્ટર સહિત વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  1. વીર નર્મદ યુનિવર્સિટીનો 55મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો
  2. ગુજરાત વિદ્યાપીઠ ખાતે 70મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.