ETV Bharat / state

બગસરાની ઘટના વાલીઓ માટે લાલબતીઃ "પેરેન્ટ્સે સાવચેત રહેવાની જરૂર"- મનો ચિકિત્સક - ON LINE GAME

મોબાઈલે બતાવેલો ઓનલાઇન નો રસ્તો આજે અનેક કુમળા બાળકો અને કિશોરો માટે બની રહ્યો છે એકદમ ઘાતક માતા-પિતા અને શિક્ષકોએ સાવચેત થવાની જરૂર

મનોચિકિત્સક ડૉ. સોહમ બુચ
મનોચિકિત્સક ડૉ. સોહમ બુચ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 26, 2025 at 9:21 PM IST

Updated : March 26, 2025 at 9:26 PM IST

2 Min Read

મનીષ ડોડિયા.જુનાગઢ: બગસરાની મોટા મુંજીયાસર પ્રાથમિક શાળામાં જે રીતે એક સાથે 40 કરતા વધુ બાળકોએ પોતાના હાથ પર સ્વયં ઈજા કર્યાની સનસનીખેજ વિગતો બહાર આવતા જ સમગ્ર શિક્ષણ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વિદ્યાર્થીઓની આ હરકત તેમના વાલી અને શાળાના શિક્ષકો માટે સાવચેતી રૂપ કિસ્સો હોવાનું જૂનાગઢના મનોચિકિત્સક ડૉ. સોહમ બુચે જણાવ્યું છે. વિદ્યાર્થીઓ પર વાલી અને શાળા દરમિયાન તેમના શિક્ષકો નજર રાખીને વિદ્યાર્થીઓને આ પ્રકારે મોબાઈલ અને ખાસ કરીને ઓનલાઈન ગેમના ચક્કરમાંથી છોડાવીને તેમના માનસપટ પર ઓનલાઇન ગેમિંગનું જે ભૂત સવાર થયું છે, તેને દૂર કરવા માટે આગળ આવવું જોઈએ.

મુજીયાસરની સરકારી પ્રાથમિક શાળાનો કિસ્સો ચિંતા સમાન

બગસરાની મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં આજે એક સાથે 40 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઇજા કર્યાનું સામે આવતા સમગ્ર કિસ્સો શિક્ષણ તંત્રમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા કોઈ ઓનલાઇન ગેમિંગને લઈને આ પ્રકારનું કૃત્ય સ્વયં કર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આ પ્રકારના કિસ્સાને મનોચિકિત્સક ખૂબ જ ગંભીર ગણાવી રહ્યા છે અને આ પ્રકારના કિસ્સાઓ વધુ બનતા અટકે તે માટે પ્રત્યેક બાળકના માતા-પિતા અને બાળક જે શાળામાં અભ્યાસ કરતું હોય તે શાળાના શિક્ષકોએ વિશેષ રૂપે પોતાની જવાબદારી નિભાવીને બાળકોને આ પ્રકારના ઓનલાઈન મોબાઇલ અને ગેમના વ્યસનથી દૂર રાખવા માટે ખૂબ જ મહેનત સાથે બાળકોની મદદથી આવવું જોઈએ. તેવો સ્પષ્ટ અભિપ્રાય આપી રહ્યા છે.

મનોચિકિત્સક ડૉ. સોહમ બુચ (Etv Bharat Gujarat)

બાળકો ઓનલાઇન ગેમ અને મોબાઈલના થયા છે વ્યસની

મોબાઈલના વળગણને હવે બીમારીના રૂપમાં પણ જોવામાં આવી રહ્યું છે તમામ વય જૂથના વ્યક્તિ આજે મોબાઇલના વળગણને કારણે કાંતો માનસિક રીતે બીમાર થયા છે અથવા તો કેટલાક કિસ્સામાં આવી વ્યક્તિઓએ આત્મહત્યા પણ કરી ચૂકી છે. આ બાબત ખૂબ જ ગંભીર અને સમાજ માટે એક મોટી ચિંતાનો વિષય છે. જૂનાગઢના મનોચિકિત્સક ડૉ. સોહમ બૂચે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સૌએ સાવચેત રહેવું અને મોબાઈલના વળગણમાંથી પોતાના બાળકોને દૂર કરવા માટે માતા પિતાએ સ્વયં આગળ આવવું જોઈએ અને આધુનિકતાના આ સમયમાં પોતાનું બાળક શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ મોબાઇલમાં ન કરે તે માટે ખૂબ જ સાવચેતી સાથે તેના બાળકને મોબાઇલ ઓપરેટ કરવાની જવાબદારી આપવી જોઈએ.

14 થી 15 વર્ષના કુમળા બાળકો શિકાર

પાછલા ઘણા વર્ષથી જૂનાગઢમાં મનોચિકિત્સક તરીકે કામ કરી રહેલા તબીબ ડૉ. સોહમ બુચે ઈ ટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, તેમના ત્યાં પણ 9 થી લઈને 15 વર્ષની કુમળી વયના બાળકો મોબાઇલને કારણે સ્વભાવ ચીડિયો થઈ જવો અને એકદમ ગુસ્સાની પ્રવૃતિમાં સતત રહેવું તે પ્રકારની ફરિયાદ સાથે 15 કરતાં વધારે બાળકો તેમની પાસે સારવાર લઈ રહ્યા છે. તેની પાછળ એકમાત્ર મોબાઈલનું વળગણ સામે આપ્યું છે. જે રીતે વાલીઓ પોતાના બાળકોને ઘરમાં સામાન્ય રીતે મોબાઈલ આપીને તેને મનગમતી પ્રવૃત્તિમાં રાખવાનો પ્રયાસ કરે છે પરંતુ આ સમય દરમિયાન મોબાઇલ કોઈ પણ બાળક માટે ખૂબ મોટો ખતરો બની ગયો છે. આજે એક ઘરમાં બેથી ત્રણ મોબાઈલ સતત જોવા મળે છે. તેની વચ્ચે કુમળી વયના બાળકો આ પ્રકારના મોબાઈલના એડિક્ટ બનીને કેટલાક કિસ્સામાં અસામાજિક વૃત્તિઓ પણ કરતા થયા છે. જે સભ્ય સમાજ માટે પણ ખૂબ જ ચિંતાનો વિષય છે.

  1. લ્યો બોલો......... ખેડૂતની ઓસરીમાં રાખેલ 48 ગુણી જીરુનો જથ્થો તસ્કરો ચોરી ગયા
  2. કચ્છ માટે ઐતિહાસિક ઘડી: ગાંધીધામથી પ્રથમ વખત કન્ટેનર ટ્રેનનો થયો પ્રારંભ, વેપારજગતને થશે લાભ

Last Updated : March 26, 2025 at 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.