પંચમહાલ: જીલ્લાના ગોધરા ખાતે આજે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મજ્યંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. સિવીલ લાઈન્સ રોડ પર સરકીટ હાઉસ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં સ્ટેચ્યુ સર્કલનું અનાવરણ શિક્ષણમંત્રી ડો કુબેરભાઈ ડીડોરના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ધારાસભ્યો, રાજકીય આગેવાનો, દલિત સમાજના અગ્રણીઓ સફાઈ કામદારો પણ જોડાયા હતા.
ગોધરા ખાતે પણ સરકીટ હાઉસ ખાતે બાબા સાહેબ આંબેડકર સર્કલના નવીનીકરણ કર્યા બાદ, આજે લોકાપર્ણ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે કરવામા આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ સૌભાગ્યનો દિવસ છે. મોટામા મોટી દેશની લોકશાહીનું સૌભાગ્ય ઘડ્યું છે. દેશની આઝાદીમાં તેમનો ફાળો છે. દેશના બંધારણના ઘડવામાં તેમની મહત્વની ભૂમિકા મેળવી હતી.
સફાઈ કર્મચારીઓ દ્વારા પણ બાબાસાહેબને પુષ્પાજંલી આપવામાં આવી હતી. આ પ્રેસગે ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી તેમજ મોરવાના ધારાસભ્ય નિમીષાબેન સુથાર તેમજ ગોધરા શહેર પ્રમુખ નિર્મિત દેસાઈ, પાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણ, જીલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, તાલુકા પંચાયતના પ્રમુખ રંજનાબેન રાઠોડ, નગરપાલિકા ચીફ ઓફીસર સહીત હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: