ETV Bharat / state

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી 123 ડેમ હાઈ એલર્ટ પર, સુઈગામમાં આભ ફાટ્યું, 8 કલાકમાં 8.27 ઈંચ વરસાદ

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં 91.26 ટકા જળ સંગ્રહ થયો છે.

સરદાર સરોવર ડેમની તસવીર
સરદાર સરોવર ડેમની તસવીર (X/StatueofUnity)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 7, 2025 at 3:37 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે.ભારતીય હવામાન વિભાગે માછીમારોને તા.7મી સપ્ટેમ્બરથી તા.10મી સપ્ટેમ્બર દરમિયાન દરિયો નહીં ખેડવા સૂચના આપી છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં 91.26 ટકા જળ સંગ્રહ થયો છે. જેમાં 309048 એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ છે. રાજ્યના 206 જળાશયો પૈકી 123 ડેમ હાઈ એલર્ટ ઉપર છે જયારે 20 ડેમ એલર્ટ ઉપર તથા 14 ડેમ વોર્નીગ ઉપર છે. રાજ્યના 203 જળાશયોમાં હાલ 46,7920 એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 83.87 ટકા જેટલો છે. હાલ રાજ્યમાં 12 એન.ડી. આર.એફની અને 22 એસ.ડી.આર.એફની ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત રાખવામાં આવી છે.

ગુજરાતમાં સવારે 6થી બપોરે 2 સુધી વરસાદ
ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી પડેલા વરસાદની વાત કરીએ તો બનાસકાંઠાના સુઈગામમાં આભ ફાટ્યું હોય એમ માત્ર 8 કલાકમાં 8.27 ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડ શહેરમાં 3.62 ઈંચ, કપરાડામાં 3.5 ઈંચ, વાવમાં 3.43 ઈંચ, દોલવણમાં 3.35 ઈંચ, દહેગામમાં 3.23 ઈંચ, ઉમરગામમાં 3.15 ઈંચ, ખેરગામમાં 3.11 ઈંચ વરસાદ નોંધાયો છે.

3 કલાક ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન 41થી 61 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.

આ પણ વાંચો: