ETV Bharat / state

ઉપલેટા ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલીયાના નામનો વધુ એક લેટર બોમ્બઃ ઉઘરાણા અને ભ્રષ્ટાચારના આરોપ - MLA MAHENDRA PADALIYA LETTER BOMB

ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાના નામનો વધુ એક લેટર બોમ્બ પોસ્ટ ટપાલ મારફત ફૂટ્યો, ધારાસભ્ય અને તેમના મળતિયા દ્વારા ઉઘરાણા અને ભ્રષ્ટાચાર કરતા હોવાનો ઉલ્લેખ

ભાજપના ધારાસભ્ય સામે આરોપ- જાણો તેમણે શું કહ્યુं
ભાજપના ધારાસભ્ય સામે આરોપ- જાણો તેમણે શું કહ્યુं (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 19, 2025 at 5:54 PM IST

5 Min Read

રાજકોટ: ઉપલેટામાં રાજકીય ખટપટ અને ભાજપનો જૂથવાદ તેમજ જનતાનો રોષ દિવસે-દિવસે લેટર બોમ્બના માધ્યમોથી ખુલ્લો પડી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં વધુ એક લેટર બોમ્બ ધોરાજી-ઉપલેટા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલીયાની વિરુદ્ધમાં પોસ્ટ મારફત અનેક જગ્યાઓ ઉપર મોકલવામાં આવ્યો હોવાની માહિતીઓ સામે આવી છે.

ઉપલેટામાં રાજકીય ખટપટ અને ભાજપનો જૂથવાદ તેમજ જનતાનો રોષ દિવસે-દિવસે લેટર બોમ્બના માધ્યમોથી ખુલ્લો પડી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં વધુ એક લેટર બોમ્બ ધોરાજી-ઉપલેટા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલીયાની વિરુદ્ધમાં પોસ્ટ મારફત અનેક જગ્યાઓ ઉપર મોકલવામાં આવ્યો હોવાની માહિતીઓ સામે આવી છે. જેમાં આ લેટર પોસ્ટ મારફત અનેક જગ્યાઓ ઉપર મોકલવામાં આવતા ભાજપનો જૂથવાદ વધુને વધુ વકરી રહ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે તાજેતરમાં શહેર ભાજપના પ્રમુખના બનેલા માળખાને લઈને પણ ઘણા ખરા કાર્યકર્તાઓમાં પણ રિસામણા મનામણા હોવાની પણ સૂત્ર પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે.

ભાજપના ધારાસભ્ય સામે આરોપ- જાણો તેમણે શું કહ્યુं (Etv Bharat Gujarat)

ધોરાજી-ઉપલેટા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલીયાના નામના પોસ્ટ મારફતે મોકલાયેલ લેટર પૈકીનો એક લેટર મિડીયા પ્રતિનિધિ સૂત્રોના માધ્યમથી પહોંચ્યો છે જેમાં લખાયું છે કે, ઉપલેટા ધોરાજીના લેભાગુ અને ભ્રષ્ટાચારી ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા આ મહેન્દ્ર પાડલીયાએ ભ્રષ્ટાચારની માજા મૂકી છે અને દરેક જગાએ તેના એક મળતિયા દ્વારા ઉઘરાણું કરાતું હોવાની બાબતનો ઉલ્લેખ કરાયો છે. આ ભ્રસ્ટાચારી ધારસભ્યથી લોકો અને કાર્યકરને બચાવવા ઉઠેલી માંગની પણ બાબત જણાવવામાં આવી છે ત્યારે ભાજપ એટલે એક શિસ્ત વાળી પાર્ટી, એક ભ્રષ્ટાચાર વિરુદ્ધની પાર્ટી કહેવાય પણ ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા એક પોતે જ ભષ્ટાચારમાં ગાળા ડૂબ છે. તેવું જણાવ્યું છે.

વધુમાં લખ્યું છે કે, દરેક નાના કોન્ટ્રકટર પાસેથી 2 હજાર, 3 હજાર ઉઘરાવે અરે દેશી દારૂ વેચતા પાસેથી પણ મહેમાન ગતિના પૈસા લેવામાં આવે છે. આટલી હલકી અને નિમ્ન કક્ષાના ધારાસભ્ય ક્યાય હોય નહીં અને જોયેલા નથી. પોલીસ સ્ટેશન પરથી હપ્તા લેવાના, પી.જી.વી.સી.એલ. ના એન્જીનીયર પાસેથી હપ્તા લેવાના, મામલતદાર પાસેથી હપ્તા લેવાના, ડેપ્યુટી કલેકટર પાસેથી હપ્તા લેવાના, તાલુકા વિકાસ અધિકારી પાસેથી હપ્તા લેવાના અને તે હપ્તા પણ ઉપલેટા સર્કીટ હાઉસ ખાતે આ રાજા ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાને પહોંચાડવાના. આ ડૉ. પાડલીયા જ્યારે કુલપતિ હતા ત્યારે પણ તેમને આવા જ ધંધા કરેલા છે. સાચો અને નિષ્ઠા વાળો કાર્યકર આ ભષ્ટાચાર પાસે બીચાળો થઇ ગયો છે. હવે આમાંથી બચાવો તેવી બુમ આમ જનતા માંથી નીકળી રહી છે. સાચા અને નિષ્ઠા વાળા કાર્યકરને આ ધારસભ્ય પોલીસ દ્વારા માર ખવરાવે તેવી હલકી પ્રકારના આ ધારાસભ્ય છે. કોઈ આ ધારાસભ્ય માંથી બચાવો તેવી કાર્યકર અને લોકોમાં માંગ ઉઠી છે.

લેટરમાં આરોપ છે કે, ઉપલેટા નગરપાલિકામાં પણ એટલો જ ભષ્ટાચાર ચીફ ઓફિસરને સાથે રાખી દરેક પ્રકારના આ કચેરીમાં છેલ્લા બે વર્ષ થયા વહીવટદારના સાસનમાં ભ્રષ્ટાચાર આદરેલ છે. મહિલા ચીફ ઓફિસર સાથે દરેક કામમાં ભાગીદારી આ શું કરવા બેઠું છે. અત્યારે નગરપાલિકામાં આ મહેન્દ્ર પાડલીયાનો વ્યભિચારી એક માણસ જેનું નામ જીગ્નેશ ડેર આખો દિવસ નગરપાલિકામાં પડ્યો પાથર્યો રહે અને ભષ્ટાચાર અને વ્યભિચાર પણ કરે છે. આ જીગ્નેશ ડેર મોટો વ્યભિચારી માણસ છે તેને મહેન્દ્ર પાડલીયા સાથે રાખે છે અત્યારે નવી કમિટી આ ધારાસભ્ય દ્વારા બનાવામાં આવ્યા તેમાં પણ ખુબ મોટો ભ્રષ્ટાચાર થાય અને વ્યભિચાર થાય તે રીતે કામ કરી રહ્યા છે. આમાં કાર્યકર બિચારો અને નાનો થઇ ગયો છે. હવે દરેક કાર્યકર થાકી ગયો છે. માટે આવા ધારાસભ્યથી બચાવો અને સાચા કાર્યકરની અહીં કોઈ નોંધ જ નથી.

હમણાં નગર પાલિકાની ચુંટણી થયેલી તેમાં પણ ટીકીટ આપવામાં કરોડોનો વહીવટ કરેલો અને જેણે ભાજપ સાથે કઈ લેવાદેવા નથી તેવા ગુંડા અને માફિયા લોકોને ટીકીટ આપી ભાજપના ધજાગરા કરેલા છે. ત્યારે આ કોપી ન્યુ દિલ્હી અને ગાંધીનગર પ્રદેશમાં મોકલવામાં આવી છે. તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

વાયરલ પત્ર મામલે શું જવાબ આપ્યો ધારાસભ્યએ?

ત્યારે આ મામલે ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ જણાવ્યું છે કે, એક પત્રિકા તેમને પણ મળી છે જેમાં તેમની વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારના ભ્રષ્ટાચાર ના આક્ષેપો કરવામાં આવ્યા છે. જે બાબતે સ્પષ્ટતા કરી છે તે આક્ષેપોની અંદર કોઈ તથ્ય નથી અને સંપૂર્ણ પાયા વિહોણી અને હિત શત્રુ તેમ જ કોઈ દિવસ અને ઈર્ષાથી પીડાતા કોઈ વ્યક્તિ દ્વારા કરેલું હોય તેવું લાગે છે. જેમાં આ બાબતે જિલ્લાના એસપીને પણ આ બાબતે ફરિયાદ કરી છે જેમાં તાત્કાલિક આ બાબતે જે કઈ ડૉક્યુમેન્ટ રજૂ કર્યા છે તેમની સામે કાર્યવાહી થાય અને સખતમાં સખત પગલા લેવામાં આવે તેવું જણાવ્યું છે.

વાયરલ લેટર મામલે કોંગ્રેસે કહ્યું...

વાયરલ થયેલા લેટર મામલે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માજી ધારાસભ્ય લલિત વસોયા જણાવ્યું છે કે, મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે તારે સભ્ય મહેન્દ્ર પાડેલીયા ના નામના આક્ષેપક કરતા પત્ર ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાએ વાયરલ કરેલ છે તેવું ધારાસભ્યએ મીડિયામાં બાઈક આપી છે. ધારાસભ્ય દ્વારા એસપીમાં ફરિયાદ કર્યા હોવાની વાત કરી છે ત્યારે આ પ્રથમ નહીં પરંતુ ચોથી પત્રિકા છે ત્યારે ધારાસભ્યની ફરિયાદ બાદ પોલીસ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી ત્યારે લોકોના મનની અંદર સવાલ ઊઠે છે કે પોલીસ કે સરકાર એટલા માટે કદાચ પગલા નથી લેતી કે આ પત્રિકામાં કરવામાં આવેલા આક્ષેપો કદાચ સાચા હશે એટલા માટે નથી લેતી તેવું જણાવ્યું છે.

જૂથવાદ અને વિવાદોની બાબતમાં સવાલ કરતા તેમને વધુમાં તેમને જણાવ્યું છે કે ખુદ ધારાસભ્ય મીડિયામાં આવીને કહે છે કે અમારા અસંતોષ લોકો દ્વારા આપત્તિ કા બહાર પાડવામાં આવી છે ત્યારે આ બાબતને શુદ્ધ ધારાસભ્ય સ્વીકારે છે ત્યારે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહેલો અસંતોષ દેખાઈ રહ્યો છે જેમાં પહેલો નહીં પરંતુ ચોથો પત્ર છે એમાં અગાઉ પણ ભાજપના મહામંત્રી વિરુદ્ધ આવી પત્રિકા અને ધારાસભ્યની બાબતના આક્ષેપકર્તા પત્ર સામે આવ્યા હતા અને ધારાસભ્યના પીએ ઉપર આક્ષેપ કરતી પત્રિકા હતી ધોરાજી ની અંદર નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટ નું દારૂની બોટલ સાથે નો વિડીયો તેમજ હુકા પીતો વિડીયો ભાજપના કાર્યકર્તાઓ ખૂબ વાયરલ કરતા હતા જે બાદ પ્રમુખને રાજીનામું આવવું પડ્યું હતું ત્યારે આ લોકો સામે કોઈ પણ પ્રકારના પગલા નથી લેવામાં આવતા ત્યારે ભાજપમાં ધારાસભ્ય કરતા પણ વધારે મજબૂત જૂથ આ બધું જૂથ વાયરલ કરી હોય તેવી પણ લોકોમાં ચર્ચા છે.

પોસ્ટ મારફત મોકલાયેલ લેટરમાં જે પણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બાબતો પૈકીની ૯૦ ટકા બાબતો સત્ય હોવાનું શહેરીજનોમાં, રાજનેતાઓ, ઘણા ખરા ભાજપના જ કાર્યકર્તાઓ અને મીડિયા જગતમાં પણ ચર્ચા રહ્યું છે ત્યારે આ બાબતમાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હપ્તાખોરી પૈસાની ઉઘરાણી સહિતની બાબતો ખુલ્લેઆમ અને બેફામ ચાલી રહી છે તે પણ હકીકત છ અને અમુક કહેવાતા લોકો આ વહીવટ સંભાળે છે અને મનપસંદ અધિકારીઓને ઉપલેટા ધોરાજી વિસ્તારમાં બેસાડી પૈસા માટેનો શરતી બદલીનો ટાર્ગેટ આપી ઉઘરાણા કરી રહ્યા હોવાની ગુપ્ત સૂત્ર પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે ત્યારે હવે આ લેટરમાં જે બાબતો છે તે સત્ય હોવાનું લોકોનું કહેવું પરંતુ હવે આ પત્રનો પ્રભાવ કેટલો પડે છે તે તો આવતા દિવસોની અંદર જ ખ્યાલ આવે છે.

  1. પાલનપુરમાં પેટ્રોલપંપ પર 25 હજારની લૂંટમાં પોલીસે ફંફોળ્યા 250 CCTV, શખ્સોને ઝડપીને લીધો દમ
  2. કચ્છમાં જમીન ફાળવણી કૌભાંડમાં પૂર્વ IAS પ્રદીપ શર્મા સહિત 4 દોષિત, કોર્ટે 5 વર્ષની સજા અને દંડ ફટકાર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.