રાજકોટ: રાજકોટ પોલીસે ગત 7 મેના રોજ અમિત ખૂંટ આપઘાત કેસમાં બે એડવોકેટની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ બંને એડવોકેટે કેસમાં પોતાની ખોટી સંડોવણી કરાઈ હોવાનો દાવો કર્યો હતો. એચ.એ.ત્રિવેદી એડિશનલ ડિસ્ટ્રીક સેસન્સ જજ સમક્ષ 14 મેના રોજ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં દિનેશભાઈ પાતર તરફે એડવોકેટ પરેશભાઈ રાવલે દલીલો કરી હતી. સંજય પંડિતે પોતાનો કેસ જાતે લડ્યો હતો. બંને વકીલોને જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યા ન હતા. વિડિયો કોન્ફરન્સ મારફતે દલીલો સાંભળવામાં આવી હતી. 15 મેના રોજ સેશન્સ કોર્ટે બંને વકીલોના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે દરેક આરોપી માટે 50 હજાર રૂપિયાની જામીન રકમ નક્કી કરી છે. આ રકમ ભર્યા બાદ બંને વકીલોને મુક્ત કરવામાં આવશે.

વધુમાં એડવોકેટ સંજય પંડિતએ જણાવ્યું હતું કે, રાજકોટ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 3 - 5 - 2025 ના રોજ એક સગીરાએ દુષ્કર્મને પોસ્કો એક હેઠળની એક ફરિયાદ નોંધાવી હતી. અમિત દામજીભાઈ ખૂંટ વિરુધ્ધ આ ફરિયાદના કારણે બે દિવસ બાદ આ યુવકે આપઘાત કરી લીધો હતો. આપઘાત પ્રકરણમાં પોલીસે કોઈપણ જાતની તપાસ કર્યા વગર કોઈપણ જાતના પુરાવા વગર અમારા બંને એડવોકેટોની ધરપકડ કરવામાં આવી. જેમાં પોલીસે કાચું કાપ્યું એવું અમારું માનવું છે, ખરેખર આ કિસ્સામાં અમે એક વકીલ તરીકેની ફરજ બજાવેલી એના સિવાયની કોઈ કાર્યવાહી અમે કરેલી નથી. અમારો કોઈ રોલ નથી અને જે વખતે સગીરાએ પોતાની ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન આવી હતી ત્યારે માત્ર વકીલ તરીકેની અમારી જે ફરજ હોય કે જે કાયદાકીય અમારો અધિકાર છે અને રાઈટ ટુ પ્રેક્ટિસ છે. એ અમારો ફંડામેન્ટલ રાઈટ છે એના સિવાય અમે કાનૂની માર્ગદર્શન આપવા સિવાય અથવા તો જે કહેવાય કાનૂની ફરજ નિભાવા સિવાય કોઈ પણ કાર્યવાહી આમાં કરેલી નથી.
તેમણે કહ્યું કે, બીજું કે પીડિતાને અમે અગાઉથી જાણતા પણ ન હતા અને પોલીસે હાલ જે ઇન્વેસ્ટીગેશનમાં એક નામ ખોલ્યું છે. જૂનાગઢના રહીમ મકરાણીએ વ્યક્તિ સાથે પણ અમારે કોઈ સંપર્ક નથી. અમે કોઈ દિવસ એને મળ્યા નથી અને એ વ્યક્તિ સાથે કાંઈ વાતચીતનો રૂબરૂ મળવાનો કોઈ દિવસ પ્રસંગ નથી બન્યો અને પોલીસે અમને ક્યાંકને ક્યાંક રાજકીય ઈશારે આમાં ખોટી રીતે ફસાવ્યા હોય એવું અમારું માનવું છે અને ઇન્વેસ્ટિગેશનમાં પણ ઘણી બધી ગેરકાયદેસર ચર્ચા આચરી છે. જે અંગે નામદાર કોર્ટમાં અમે આવનારા ભવિષ્યમાં પણ જે કાંઈ પણ અરજ અહેવાલો કરવાના હશે એ અમે કરશું.

એડવોકેટ સંજય પંડિતે વધુમાં કહ્યું, સૌપ્રથમ જ્યારે અમારી અટક કરવામાં આવી ત્યારે મને 12 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે પણ મેં દલીલ કરેલી હતી અને આ જ દલીલ મેં કોર્ટ સમક્ષ મૂકેલી હતી, કે જે તપાસ કરનાર એજન્સીએ જે ગેરકાયદેસરતા આચરી છે. આમાં જે યુવતીની અટક કરવામાં આવી છે એનો અટકનો સમય છે 18:40 એટલે સાંજે 6:45 વાગ્યાનો એમાં અટકનો સમય છે અને કોઈપણ મહિલા આરોપીની જો અટક કરવી હોય તો 6:00 વાગ્યા પછી મેજીસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી પડે, ઇન્વેસ્ટિગેશન એજન્સી આવી કોઈ કાયદાકીય પ્રક્રિયા એડઓફ કરી નથી અને આ યુવતીઓને પણ ત્રણ-ચાર દિવસ માટે ગોંધી રાખી અને પોલીસે કોઈ એક સ્ટોરી આખી ઉભી કરી હોય એવું અમારું માનવું છે.
આગામી આમાં અમારો તો કોઈ રોલ નથી અને પોલીસ જે કાંઈ તપાસ કરશે અને એમાં અમારો સહકાર જરૂર પડશે તો અમે તપાસમાં પૂરેપૂરો સહકાર આપીશું અને પોલીસે ખરેખર આમાં અમને સાક્ષી બનાવવાના હોય એની બદલે અમને આરોપી તરીકે પોલીસે ટ્રીટ કર્યા છે અને એમાં ક્યાંકને ક્યાંક જેને કહેવાય કે ગોંડલના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા છે એના વિરુદ્ધ એના મળતીયા અને મેટરોમાં અમે વકીલ તરીકે આવતા હોઈએ એનો પણ ખાર રાખવામાં આવ્યો હોય એવું મારું માનવું છે.
આ પણ વાંચો: