અમદાવાદ: રાજ્યમાં એકબાજુ અંગ દજાડતી ગરમી પડી રહી છે. રાજ્યના અનેક જિલ્લામાં હિટવેવનું એલર્ટ જાહેર કરાયું છે, તો ગરમીનો પારો પણ 42-43 ડિગ્રીને વટાવી ગયો છે. આ વચ્ચે ગરમીથી ઠંડક આપતી ખબર સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 10મી એપ્રિલ બાદ ગરમીનું જોર ઘટશે. આ ઉપરાંત તેમણે આગામી ચોમાસું કેવું રહેશે તેને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે.
ગરમીનો જોર ક્યારે ઓછું થશે?
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 10મી એપ્રિલ બાદ ઓગ ઓકતી ગરમીમાંથી રાજ્યના ઘણા ભાગોમાં રાહત મળશે. જેમાં મધ્ય ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થશે. કચ્છ, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં તાપમાન ઘટશે. રાજકોટમાં તાપમાન ઘટશે અને 39 ડિગ્રી જેટલું થવાનું રહેશે. જૂનાગઢમાં પણ 38-39 ડિગ્રી તાપમાન રહેશે. દક્ષિણ ગુજરાતના મોટાભાગોમાં 32-33 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. પરંતુ 10થી 14માં હવામાનમાં પલટો આવશે. આંધી-વંટોળનું પ્રમાણ વધશે. અમદાવાદ-ગાંધીનગરમાં પવનનું પ્રમાણ રહેશે.
આ વખતે ચોમાસું કેવું રહેશે?
ચોમાસાના વરસાદ અંગે જોઈએ તો ચોમાસું 2005-06 જેવું રહેશે. પરંતુ ગરમી વધારે પડી રહી છે. એટલે ચોમાસું 1997 જેવું રહી શકે છે. ચોમાસું નબળું રહેવાની શક્યતા નથી. આમ છતાં પાછોતરો વરસાદ થોડો વધારે પડવાની શક્યતા રહેશે. ચોમાસું ક્યાંક વધુ તો ક્યાંક ઓછો વરસાદ રહી શકે. બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં ખતરનાક વાવાઝોડું થવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં પણ 10મી મેથી 15 જૂન વચ્ચે એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે, જે 4-5 જુદા જુદા માર્ગે જઈ શકે છે. આ વખતે વરસાદ વહેલો આવવાની શક્યતા રહેશે.
આ પણ વાંચો: