અમદાવાદ: અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબા આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અલકા લાંબા એ ગુજરાતની મહિલા કોંગ્રેસ પદાધિકારીઓ આગેવાનો અને ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરી અને આવનારા દિવસોમાં મહિલાઓ દ્વારા જે કામ કરવામાં આવવાનું છે તે અંગે ચર્ચા વિચારણા કરી અને રણનીતિ બનાવી. બનાવી આની સાથે અલકા લાંબા એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ ગીતાબેન પી પટેલને પદગ્રહણ કરાવ્યું.
પોતાના પ્રવાસ દરમિયાન અલકા લાંબા એ મીડિયા સાથે વાતચીત કરતા સૌથી પહેલા સુનિતા વિલિયમ્સ ને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, જૂન 2024થી અવકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફસાયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી આખરે પૃથ્વી પર પરત ફર્યા છે.NASAના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સાથે બુચ વિલ્મોર, નિક હેગ અને અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ હવે પૃથ્વી પર પાછા ફર્યા છે. એ આખા દુનિયા માટે ગર્વની વાત છે.
તેમણે વધુ જણાવ્યું હતું કે, મહિલા કોંગ્રેસ તેના મિશન પર છે. રોડ મેપ રાહુલ ગાંધી છે. હાલમાં મોઘવારી.. બેકારી..ખેડૂતોનો સ્થિતિ મુખ્ય મુદા છે અમે મિશન ગુજરાત પર કામ કરી રહ્યા છીએ. હવે આવનારા દિવસોમાં અમે પોલીસ સ્ટેશનના ઘેરાવ કરીશું .ગજેન્દ્ર સિંહે બળાત્કાર કર્યો હોવા છતાં પોલીસ ફરિયાદ લેતી નથી. કોર્ટના દરવાજા ખખડાવતા કાયૅવાહી કરાઈ તો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગજેન્દ્રસિંહ સામે કોઈ એક્શન લેવાય નહીં?
તેમણે વધુ કહ્યુ કે, સુરતમાં ચાર વર્ષની છોકરી પર રેપની ઘટના સામે આવી, અમરેલીમાં શિક્ષક દ્વારા રેપ કરાયો. તેથી સાફ સ્પષ્ટ થાય છે કે ભાજપની સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે. દેશના મહિલા રાષ્ટ્રપતિ પાસે અમે મહિલાઓને લઈને સમય માંગ્યો પરંતુ સમય આપવામાં આવ્યો નથી. કેટલાક સાંસદો દોષિત છે તેઓનો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી પી એમ. ઓ ના દરવાજા તો મહિલાઓ માટે બંધ છે પણ રાષ્ટ્રપતિ ના દરવાજા પણ બંધ છે.
તેમણે વધુ જણાવ્યું હતું કે, ગુજરાતની બહેનો સાથે આર્થિક અન્યાય થઈ રહ્યો છે. રાજસ્થાનમાં 450 રૂપિયાનો ગેસ સિલેન્ડર છે, અહીં 1200 ગુજરાતની સરકાર બહેનોને મોંઘવારી સામે સહાય કરતી નથી, અન્ય રાજ્યમાં સહાય આપવામાં આવે છે. આ ભેદભાવ ગુજરાત સાથે કેમ થઈ રહ્યો છે? તેમણે માંગ કરી કે, મહિલા આરક્ષણને તાત્કાલિક અમલ કરવામાં આવે. મહિલાઓને સુરક્ષા આપવામાં આવે તેમના અધિકારો આપવામાં આવે. આવનારા સમયમાં કોંગ્રેસ સમગ્ર દેશમાં મહિલાઓ ને લઈને લડત લડશે.
આ પણ વાંચો: