અમદાવાદ: અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરથી નીકળતી ઐતિહાસિક રથયાત્રાના રૂટ ઉપર જમાલપુર ચાર રસ્તાથી દાણાપીઠ સુધીના 1200 મીટર લંબાઈના રસ્તાનો 20 કરોડના ખર્ચે ડેવલપ કરવાની કાર્ય શરૂ કરવામાં આવી છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અષાઢી બીજના દિવસે જગન્નાથ મંદિરથી દર વર્ષે નીકળતી રથયાત્રાના રોડ પૈકી હાલમાં જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથ મંદિર જમાલપુર દરવાજામાં સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ સુધીના 1200 મીટરના રસ્તાને ડેવલપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ રૂટ પર જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથ મંદિર સુધીના માર્ગમાં સેન્ટર લાઇટિંગ, ગ્રીન પેજ કોટા અને ગ્રેનાઇટ સાથેની ફૂટપાથ બનાવવાની કામગીરી ચાલી રહી છે. મંદિરના પ્રવેશ દ્વારથી ગેટ નંબર બે તેમાજ સમગ્ર પ્લાઝમા પેવિંગ, લાઇટિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
આની સાથે જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, ખામાસા ચાર રસ્તા જંકશન ઉપર આઇલેન્ડ કલ્ચર સેન્ટ્રલ વર્જ ડેવલપ કરવાની કામગીરી ચાલી રહી છે. રથયાત્રાના પ્રસ્થાનના અઠવાડિયા પહેલા આ કામગીરી પૂર્ણ થઈ જશે. વિશ્વમાં રથયાત્રા પ્રખ્યાત છે એને લાખોની સંખ્યામાં નગરજનો રથયાત્રામાં જોડાતા હોય છે તેની અંદર અખાડા ભજન મંડળીએ કુસ્તી બાજુ રથયાત્રામાં ભાગ લેતા હોય છે.

અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીએ જણાવ્યું હતું કે, રથયાત્રાનો જે પારંપરિક રુટ છે એમાં કોઈ પણ પ્રકારનું ફેરફાર થશે નહીં. એ ઐતિહાસિક રૂટ પરથી જ રથયાત્રા નિકળશે. રથયાત્રા રોડ પર જે કંઈ કામ કાલુપુર તરફ થઈ રહ્યું છે એ કામ રથયાત્રા અગાઉ પૂર્ણ કરી દેવામાં આવશે અને રથયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐતિહાસિક રૂટ પર નીકળશે. રથયાત્રા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: