અમદાવાદ: અમદાવાદ વિમાન દુર્ઘટનાએ આખા દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે હવે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 274 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.એર ઈન્ડિયાના આ પ્લેનમાં 242 મુસાફરો સવાર હતા તેમાંથી 241 લોકો મોતને ભેટ્યા છે, જ્યારે એક માત્ર વ્યક્તિ વિશ્વાસ રમેશ કુમારનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. મૃતકોની ઓળખ માટે ડીએનએની કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત જે લોકોએ ઈજાગ્રસ્ત થયા છે તેમની પણ સારવાર ચાલી રહી છે. ખાસ ડોક્ટરોની ટીમ ખડેપગે છે અને લોકોને માહિતી મળી રહે તે માટે હોસ્પિટલના તંત્ર દ્વારા વિમાન દુર્ઘટના બાદ કરવામા આવેલી મેડિકલ સંબંધીત કામગીરીને લઈને એક ઈમરજન્સી સ્ટેટ્સ દર્શાવતી યાદી જાહેર કરવામાં આવી છે અને હોસ્પિટલમાં ચોટાડવામાં આવી છે જેથી સામાન્ય વ્યક્તિઓને તે અંગેનો ખ્યાલ આવી શકે,
ઈટીવી ભારતના ગુજરાત બ્યુરો ચીફ પરેશ દવે સતત આ અંગે અપડેટ આપી રહ્યાં છે, તેઓ હોસ્પિટલમાં ચાલી રહેલી કામગીરી પર સતત કવરેજ કરી રહ્યાં છે, અને આ દુર્ઘટના સાથે સંકળાયેલા લોકોને માહિતી અને મદદ મળી રહે તે પ્રકારના પ્રયાસો કરી રહ્યાં છે.
12 જૂનના દિવસે થયેલી આ ભયાનક વિમાન દુર્ઘટના દરમિયાન પ્લેન ટેક ઓફ કરતાની સાથે જ થોડી ક્ષણોમાં મેઘાણીનગરમાં ક્રેશ થયેું હતું. વિમાન BJ મેડિકલ હોસ્ટેલ પર પડ્યું હતું જેમાં પણ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સના દુર્ઘટનામાં મોત થયા છે જ્યારે અન્ય કેટલાંક ઈજાગ્રસ્ત થયાં છે.