અમદાવાદ: વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા દીવના 38 વર્ષીય વિશ્વાશ કુમાર રમેશ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દુર્ઘટના બાદ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની મુલાકાત કરી હતી અને ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં વિશ્વાસે દુર્ઘટનાને લઈને પોતાનો ભયાનક અનુભવ શેર કયો.
દૂરદર્શન સાથેના ઇન્ટરવ્યુમાં વિશ્વાસકુમારે પોતાની સાથે થયેલી ઘટનાનું વર્ણન કરતા કહ્યું કે, તેની સીટ 11 A હતી. જે હોસ્ટેલની બિલ્ડિંગના પર ઉતરેલા વિમાનના એક ભાગમાં આવેલી હતી , જેના સાથે તે અથડાઈ. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાશ કુમાર રમેશે પોતાનો સીટ બેલ્ટ ઉતાયો અને તે બહાર આવ્યો જેમાં તેનો ડાબો હાથ બળી ગયો.
#WATCH | Prime Minister Narendra Modi meets the lone survivor of yesterday's #AirIndiaPlaneCrash.
— ANI (@ANI) June 13, 2025
241 of 242 who were onboard the plane lost their lives.
(Source - DD) pic.twitter.com/tVXoscmOPE
વિશ્વાસે કહ્યું, "હું જે બાજુ બેઠો હતો તે હોસ્ટેલની બાજુમાં ન હતો, તે હોસ્ટેલનો ગ્રાઉન્ડ ફ્લોર હતો. મને બીજા વિશે ખબર નથી, પણ હું જે જગ્યાએ બેઠો હતો તે ભાગ ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો, અને ત્યાં થોડી જગ્યા હતી. મારો દરવાજો તૂટતાની સાથે જ મેં જોયું કે થોડી જગ્યા હતી, અને પછી મેં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, અને હું બહાર નીકળી ગયો.
સામેની બાજુ એક ઇમારતની દિવાલ હતી, અને તે બાજુ વિમાન સંપૂર્ણપણે તૂટી પડ્યું હતું, તેથી કદાચ એટલા માટે જ કોઈ તે બાજુથી બહાર નીકળી શક્યું નહીં. ફક્ત હું જ્યાં હતો ત્યાં જ જગ્યા હતી. મને ખબર નથી કે હું કેવી રીતે બચી ગયો. જ્યારે આગ લાગી, ત્યારે મારો ડાબો હાથ પણ બળી ગયો. પછી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અહીંના લોકો મારી સાથે સારી રીતે વર્તણૂક કરી રહ્યા છે. અહીંના લોકો ખૂબ સારા છે."
વિશ્વાસનું બચી જવું એ કોઈ ચમત્કારથી ઓછું નથી. થોડા સમય માટે, તેણે વિચાર્યું હતું કે, તે પણ મરી જશે, પરંતુ ચમત્કારિક રીતે મૃત્યુથી બચી ગયો.
PM સાથે મુલાકાતને લઈને વિશ્વાસે કહ્યું કે, "પીએમ મોદીએ મને ઘટના વિશે પૂછ્યું. આ બધું મારી નજર સામે બન્યું. મને વિશ્વાસ પણ નહોતો આવતો કે હું કેવી રીતે બચી ગયો. ઉદાહરણ તરીકે, મને લાગ્યું કે હું પણ મરી જઈશ. પરંતુ જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે હું જીવતો હતો. મેં મારો સીટ બેલ્ટ ખોલ્યો અને ત્યાંથી ભાગી ગયો. કાકા-કાકી અને એર હોસ્ટેસના મૃતદેહ ત્યાં હતા..."
આ ઘટના વિશે સમજાવતા, વિશ્વાસે કહ્યું, "ટેકઓફ કર્યા પછી, 5-10 સેકન્ડ માટે, અમને એવું લાગ્યું કે બધું જ અટકી ગયું છે. પ્લેન પર લીલી અને સફેદ લાઇટો ચાલુ કરવામાં આવી હતી. મને લાગે છે કે ટેકઓફ માટે પ્લેનની ગતિ વધારી દેવામાં આવી હતી, અને તે હોસ્ટેલની ઇમારત સાથે અથડાયું. આ બધું મારી નજર સામે બન્યું."
આ પણ વાંચો: