અમદાવાદ: શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પાલતુ શ્વાને ચાર મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો જેમાં તેનું મોત થઈ ગયું હતું. બાળકીના મોત બાદ પોલીસે કાર્યવાહી કરતા શ્વાનનો કબજો લીધો હતો અને માલિકની પણ કરી હતી. આ ઘટના પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે વધુ સજાગ બન્યું છે. શહેરમાં જે લોકો પાસે શ્વાન છે તમણે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તમામ ડોગ માલિકોને રજીસ્ટ્રેશન કરાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
અમદાવાદમાં કેટલા ડોગનું રજીસ્ટ્રેશન થયું?
આ મુદ્દે CNCD વિભાગના વડા નરેશ રાજપુતે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ડોગ્સની કામગીરી બાબતે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 મંજૂર થયેલા છે. જેમાં એક જોગવાઈ એવી થયેલી છે કે શહેરમાં જે પેટ ડોગ રાખવામાં આવે છે. એનું રજિસ્ટ્રેશન સ્થાનિક સ્વરાજની સંસ્થાને કરવાનું રહેશે. એ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાન્યુઆરી 2025થી પેટ ડોગ્સ ઓનર્સ માટે પેટ ડોગનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવેલું છે. ઓનલાઇન માધ્યમથી 200 રૂપિયા ફી ભરીને આ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પાંચ માસના ગાળામાં 5171 માલિક દ્વારા 5878 જેટલા પેટ ડોગ્સનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલું છે.
ડોગ રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા
- સૌથી પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ Ahmedabadcity.gov.in ખોલવાની રહેશે.
- ત્યારબાદ ઈમ્પોર્ટન્ટ લિંક્સ સર્ક્યુલેટ કરો.
- ડોગ માલિકનું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો.
- ત્યારબાદ ફોનમાં OTP આવશે અને પછી રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે.
- તેમાં પેટ ડોગ માલિકનું સરનામું, ફોન નંબર, શ્વાન કેવો છે તેની ઉંમર વગેરે વિગતો મેળવવાની રહેશે.
- માલિકની ઓળખ, નામ, પુરાવા દાખલ કરવામાં રહેશે અને ત્યારબાદ નિયતિ ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકશો.
તેમણે જણાવ્યું હતું કે, રજિસ્ટ્રેશનમાં જે પુરાવાની જરૂર છે, તેમાં અરજી કરનારે આધાર, ચૂંટણી કાર્ડ, ટેક્સ બિલ, લાઈટ બિલનો ફોટોગ્રાફ, પાલતુ ડોગનો ફોટો, પાલતુ ડોગ રાખવાના સ્થળના ફોટોગ્રાફ્સ વગેરે જરૂરી છે. લોકોને 31 મે સુધી રજિસ્ટ્રેશન કરાવવાની સૂચના કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે.
રજીસ્ટ્રેશન ન કરાવનાર માલિકને મળશે નોટિસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં પાલતુ ડોગના રજીસ્ટ્રેશનની પ્રોસેસ 1 જાન્યુઆરી શરૂ કરી દીધી છે. પરંતુ પાલતુ ધ્યાન રાખનારા લોકો રજિસ્ટ્રેશન કોઈ રસ ના હોય તેવો સામે આવ્યું છે. જો પેટ ડોગ માલિકો 31 મે સુધી રજીસ્ટ્રેશન કરાવશે નહીં તો તેમને પેનલ્ટીની રકમ ભરવાની રહેશે અને તેને નોટિસ ફટકારવામાં આવશે.
આ પણ વાંચો: