અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AIMIMના મકતમપુરા વોર્ડના કોર્પોરેટર ઝુબેર ખાન પઠાણે રાજીનામું આપી દીધું છે. ઝુબેર ખાનને ત્રીજું સંતાન થવાના કારણે રાજીનામું આપવું પડ્યું. તેઓ 4 વર્ષ અને 6 મહિના કોર્પોરેટરના પદ પર રહ્યા.
ઝુબેર ખાન પઠાણે જણાવ્યું હતું કે, મેં સ્વચ્છાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મારા રાજીનામું આપ્યું છે. મારા ઘરે ત્રીજું સંતાન થયું છે અને કોર્પોરેશનના કાયદાની જોગવાઈ મુજબ કોઈપણ ચાલુ કરે ત્રીજી સંતાન થાય તો એને રાજીનામું આપવું પડે. મેં તમામ કાયદાના અભ્યાસ કર્યા બાદ આ નિર્ણય લીધો છે. સાડા ચાર વર્ષનો મારો કાર્યકાળ રહ્યો. તે દરમિયાન મેં લોકો માટે ઘણા બધા કામો કર્યા.
ઝુબેર ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 34- મકતમપુરા વોર્ડમાંથી વર્ષ 2021ની ચૂંટણીમાં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાયા બાદ મને જે સેવા આપવાનો અવસર મળ્યો એ બદલ હું AIMIM(ઓલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન) પાર્ટીનો અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલા સાહેબનો અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સાહેબનો અને મકતમપુરા વોર્ડના દરેક નાગરિકનો આભાર વ્યક્ત કરું છું. આ કાર્યકાળ દરમિયાન મકતમપુરા વોર્ડના વિકાસના કામોમાં મક્તમપુરા વોર્ડમાં આવેલ સોસાયટીઓમાં મારા કાઉન્સિલર બજેટમાંથી નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડવાના કામો જેમાં લાઇટ, પાણી, ડ્રેનેજ અને આર.સી.સી.રોડના કામો કરવા માટે અવસર પ્રાપ્ત થયો .

ઝુબેર ખાનના રાજીનામા પછી 1 કાઉન્સિલરની જગ્યા ખાલી થઈ છે અને હવે કોર્પોરેશનની ચૂંટણીને છ થી સાત મહિના જ રહી ગયા છે. આથી પેટા ચૂંટણી થશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. આ અંગે નિર્ણય ઇલેક્શન કમિશન દ્વારા લેવામાં આવશે.
આ પણ વાંચો: