અમદાવાદ: શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ મહત્વના નિર્ણયોમાં ખાસ કરીને નવું ડીપ ટ્રેકર અન્ડરવોટર ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ મશીન નદીના ભૂગર્ભમાં જઈને ત્યાં રહેલા માલ સમાન, પાણીમાં ડૂબેલા લોકો કે પછી મૃતકોની લાશને ઉપર લાવવા માટે મદદ કરશે.
હાલ, શહેરમાં કેનાલ કે નદીમાં ડૂબી જતા લોકોને રાતના સમયે પાણીમાંથી બહાર કાઢવામાં મુશ્કેલી પડે છે. પરંતુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીપ બ્રેકર અન્ડરવોટર મશીન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના કારણે હવે રાત્રીની દુર્ઘટનાઓમાં પણ આ સાધનની મદદથી ફાયર બ્રિગેડ બચાવ કામગીરી કરી શકશે. 100 કિલો વજન ધરાવતું આ મશીન વસ્તુ ઊંચકીને બહાર લાવી શકશે. રીમોટ ઓપરેટેડ વ્હીકલ તરીકે ઓળખાતા આ સાધનને આગામી દિવસોમાં ખરીદવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને કવાયત હાથ ધરી છે.
આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 'અજાણ્યા જળાશયોની પહેલા ચકાસણી કરવામાં આવશે. જેમાં 100 કિલો વજનના મૃત શરીરને પણ આ મશીન શોધી શકશે. આ સાધનાની વિશેષતા એ છે કે રાત્રે પણ આ મશીન યોગ્ય રીતે ચલાવી શકાશે. પાણીમાં રહેલા ઝેરી સાપ, મગર સહિતના જળચરો હોય તો પણ આ મશીન કામ કરી શકે છે. સાથે પાણીમાં જોખમી કેમિકલ હોય તો પણ આ મશીન યોગ્ય રીતે કામ કરી શકે છે. રીમોટ ઓપરેટેડ વ્હીકલ દ્વારા પાણીમાં જ વીડિયો લેવાશે. ખરાબ પાણી અને રસાયણ પાણીમાંથી બહાર કાઢી તેને ધોયા બાદ તે ફરીથી વાપરવા યોગ્ય બની જાય છે.'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'આ મશીન 200 મીટર એટલે કે 656 ફૂટ પાણીમાં અંદર જઈને શોધખોળ કરી શકે છે. બેટરીથી ચાલતા આ વાહનની બેટરી 1.5 કલાકમાં ચાર્જ થઈ જાય છે અને તે બાદ છથી આઠ કલાક સુધી તે પાણીની નીચે કામ કરી શકે છે પાણીની અંદર કેમેરા 270 ડિગ્રી સુધી ફરી શકે છે.'
આ પણ વાંચો: