ETV Bharat / state

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટનાથી અમદાવાદ-મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો, 8 ટ્રેન કેન્સલ, નવસારી સ્ટેશને મુસાફરો અટવાયા - RAIL SERVICE AFFECTED IN GUJARAT

અમદાવાદના વટવા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના સર્જાતા અમદાવાદ અને મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારમાં તાત્કાલિક અસર પડી છે.

વટવામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટનાથી રેલ વ્યવહારને અસર
વટવામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટનાથી રેલ વ્યવહારને અસર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 24, 2025 at 3:25 PM IST

Updated : March 24, 2025 at 4:17 PM IST

2 Min Read

નવસારી: અમદાવાદના વટવા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના સર્જાતા દક્ષિણ ગુજરાત અને મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારમાં તાત્કાલિક અસર પડી છે. આ ઘટનાને કારણે નવસારીથી મુંબઈ જતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે.

અનેક ટ્રેનો રદ, ઘણી ટ્રેનો મોડી પડી
નવસારીથી મુંબઈ જતી ગુજરાત એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેનને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ એક્સપ્રેસ અને દાદર એક્સપ્રેસ 2 થી 3.30 કલાક સુધી મોડી ચાલી રહી છે. આ સ્થિતિને કારણે નિત્યયાત્રી પાસહોલ્ડર વર્ગ તેમજ સામાન્ય મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુસાફરોને સમયસર ટ્રેન ન મળતા ટ્રેન સ્ટેશનો પર ભીડ જોવા મળી રહી છે. અનેક મુસાફરોને તેમના કામકાજમાં વિલંબ થતા પસ્તાવો થયો છે. ટ્રેન સેવાઓ પુનઃ શરુ થાય ત્યાં સુધી મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા તથા યોગ્ય માહિતી મેળવવા માટે રેલવે તંત્ર સાથે સંપર્કમાં રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

મુસાફરોને હાલાકી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ચાલી રહેલા કામ દરમિયાન આવી ઘટનાઓથી ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત ન થાય તે માટે ભવિષ્યમાં કડક સુરક્ષા પગલાં લેવામાં આવે તેવી લોકોની માંગ છે. રેલવે તંત્ર આ સમસ્યાને તાત્કાલિક ધોરણે ઉકેલવા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ મુસાફરોને યાત્રા કરવા માટે વધારાના સમયનો વિચાર કરીને જ આયોજન કરવા અનુરોધ છે. મોટી સંખ્યામાં લોકોને અસર થવાના કારણે આ ઘટના અંગે લોકપ્રતિનિધિઓ અને તંત્ર દ્વારા યોગ્ય નિવારણ લાવવા માટે સંકલન થવું જરૂરી છે.

અમદાવાદથી આવેલા મુસાફર અજય પરમાર જણાવે છે કે, હું અમદાવાદથી નવસારી ખાતે કામ અર્થે આવ્યો હતો હાલ પરત અમદાવાદ જવા માટે સ્ટેશન પર આવ્યો છું. પરંતુ ટ્રેન વ્યવહાર ખોરવાયો છે જેને લઇને હું ઘણા સમયથી સ્ટેશન પર બેઠો છું. ટ્રેનની રાહ જોઉં છું પણ ટ્રેન ઘણી લેટ ચાલી રહી છે મારા સાથે અન્ય મુસાફરો હતા તે પોતાના ગંતવ્ય સ્થાન તરફ જવા માટે એસ.ટી બસનો સહારો લીધો છે તથા અન્ય લોકોએ પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કર્યો છે.

આ ટ્રેનો કેન્સલ કરાઈ

  • ટ્રેન નં. 20947/20950 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ જંશતાબ્દી એક્સપ્રેસ JCO 25/03/2025 સંપૂર્ણપણે રદ.
  • ટ્રેન નં. 59549/59550 વડોદરા-વટવા-વટવા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર JCO 25/03/2025 સંપૂર્ણપણે રદ.
  • ટ્રેન નં. 69113 વડોદરા-વટવા મેમુ JCO 24/03/2025 સંપૂર્ણપણે રદ.
  • ટ્રેન નં. 69107 વડોદરા-વટવા મેમુ JCO 24/03/2025 સંપૂર્ણપણે રદ.
  • ટ્રેન નં. 69129 આનંદ-વટવા મેમુ JCO 25/03/2025 સંપૂર્ણપણે રદ.
  • ટ્રેન નં. 69116 વટવા-આનંદ મેમુ JCO 25/03/2025 સંપૂર્ણપણે રદ.
  • ટ્રેન નં. 69108 વટવા-વડોદરા મેમુ JCO 25/03/2025 સંપૂર્ણપણે રદ.
  • ટ્રેન નં. 69114 વટવા-વડોદરા મેમુ JCO 25/03/2025 સંપૂર્ણપણે રદ.

આ પણ વાંચો:

  1. અમદાવાદમાં બુલેટ ટ્રેનના નિર્માણકાર્ય દરમિયાન દુર્ઘટના, પિલર વચ્ચે સ્લેબ જોડતી ક્રેન તૂટી, 25 ટ્રેનને અસર
  2. યુવતી ઘરેથી ભાગતા પિતાએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા, દાખલ કરી હેબિયસ કોર્પસની અરજી

Last Updated : March 24, 2025 at 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.