ETV Bharat / state

અમદાવાદ જગન્નાથ રથયાત્રા : નવા રંગરૂપમાં દેખાશે ભગવાનના ત્રણેય રથ, રંગ-રોગાનની કામગીરી પૂર્ણ - JAGANNATH RATH YATRA

ભગવાન જગન્નાથના ત્રણેય રથના રંગ રોગાનમાં ઉપયોગમાં લેવામાં આવતા રંગોનું શું મહત્વ છે ? શા માટે આ જ રંગોનો દર વર્ષે ઉપયોગ થાય છે? જાણો...

અષાઢી બીજે ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા નીકળવાની છે
અષાઢી બીજે ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા નીકળવાની છે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 4, 2025 at 11:56 AM IST

2 Min Read

અમદાવાદ: શહેરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરથી 147 વર્ષથી નીકળતી ભવ્ય રથયાત્રા માટે તૈયારીઓ પુરા જોશથી ચાલી રહી છે. આ વર્ષે આગામી 27મી જૂનના રોજ અષાઢી બીજે ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા નીકળવાની છે. જેને લઈને ભગવાનના ત્રણેય રથની રંગ રોગાનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ રંગનું શું મહત્વ છે, અને રથમાં કયા કયા પ્રકારના રંગનો ઉપયોગ કરવામાં આવે છે? જુઓ આ અહેવાલ.

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી ભક્તોને આશીર્વાદ આપવા નગરચર્યા નીકળવાના છે જેના માટે અમદાવાદના જમાલપુરમાં આવેલ ભગવાન જગન્નાથ મંદિરના પરિસરમાં રાખેલ ભગવાનના રથને રંગ રોગાન કરવાની કામગીરી ચાલી રહી છે. રથને વિવિધ રંગથી સજાવવામાં આવી રહ્યા છે આ પ્રત્યેક રંગનો વિશેષ મહત્વ છે. ઉપરાંત કારીગરો પણ ભગવાનના રથને સજાવવામાં વ્યસ્ત છે.

અષાઢી બીજે ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા નીકળવાની છે (Etv Bharat Gujarat)

રંગના મહત્વ વિશે વાત વાત કરતાં રથને કલર કરનાર પેઇન્ટર જયકિશનભાઇએ જણાવ્યું કે, ભગવાન જગન્નાથના રથને નંદીદોષ, બલરામજીના રથને તાલધ્વજ, સુભદ્રાજીના રથને કલ્પધ્વજના નામે ઓળખવામાં આવે છે. ભગવાનના રથને લાલ, પીળા, લીલા, વાદળી, સફેદ અને કેસરી રંગથી સજાવવામાં આવે છે.

ભગવાન જગન્નાથના ત્રણેય રથની રંગ રોગાનની કામગીરી શરૂ
ભગવાન જગન્નાથના ત્રણેય રથની રંગ રોગાનની કામગીરી શરૂ (Etv Bharat Gujarat)

તેમણે જણાવ્યું કે, જગન્નાથપુરીમાં રથમાં જે કલરનો ઉપયોગ કરવામાં આવે છે એ જ કલરનો ઉપયોગ આરાધમાં થાય છે તેની ઝાંખી દેખાય છે. કારણ કે અમદાવાદના લોકો ક્યાં જઈ શકતા નથી તો તેઓ અહીં જ જગન્નાથના રથનું દર્શન કરી શકે તેથી આ કલરનો અનુકરણ કરવામાં આવે છે.

અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ પૂરજોરમાં
અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ પૂરજોરમાં (Etv Bharat Gujarat)

દરેક રથના અલગ અલગ રંગ વિશે જણાવતા તેમણે કહ્યું કે, ભગવાન જગન્નાથજીના રથ નંદીદોષનો રંગ લાલ અને પીળો છે, જ્યારે બાલભદ્રના રથ તાલધ્વજમાં લાલ અને લીલો રંગ મુખ્ય હોય છે. સુભદ્રાજીના રથ કલ્પધ્વજનો રંગ લાલ અને કાળો હોય છે. લાલ રંગ એ ધાર્મિક, ધન, સમૃદ્ધિનો પ્રતીક મનાય છે. પીળો રંગ જ્ઞાન ,વિદ્યા અને વિવેકનું પ્રતિક ગણાય છે.

ઉલ્લેખનીય છે કે અષાઢ મહિનાના બીજા દિવસે વહેલી સવારે આરતી બાદ મુખ્યમંત્રીના હાથે પહિંદવિધિ બાદ ભગવાન જગન્નાથજીના ત્રણ રથ અમદાવાદ શહેરના વિવિધ માર્ગો પર ફરે છે .ત્યારબાદ રાત્રે 8 વાગ્યે નીજ મંદિર પરત ફરે છે. આ દરમિયાન હજારો ભાવિકો અને જનતા ભગવાન જગન્નાથજીની એક ઝલક જોવા ઉમડી પડે છે. ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.

આ પણ વાંચો:

  1. 9 વર્ષથી રાહ જોતો ત્રિવેદી પરિવાર કરશે ભગવાન જગન્નાથનું મામેરું, કહ્યું- કોઈએ ન કર્યું હોય એવું મામેરું કરીશું
  2. 'જય જગન્નાથ'... ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શનાર્થે, જુઓ વિડીયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.