અમદાવાદ: અમદાવાદના ચંડોળા વિસ્તારમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન મોટા પાયે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 10,000 કરતા વધારે મકાનોને ડિમોલિશ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘરથી બેઘર થઈ ગયા હતા.
ત્યાર બાદ ઘણી શાળાઓમાં ભણતા બાળકોના શિક્ષણ પર અસર પડી છે. કેટલાંક બાળકોએ સ્કૂલ છોડી દીધી છે તો ઘણા બાળકો બીજી જગ્યા એડમિશન લેવા માટે ભટકી રહ્યા છે. આવા ચંડોળા ડિમોલેશનથી પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે શાહીન ફાઉન્ડેશન તરફથી નિશુલ્ક શિક્ષણ આપવાની પહેલ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા શાહિન ફાઉન્ડેશન તરફથી ચંડોળા ડિમોલેશનથી અસરગ્રસ્ત ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે મફત એજ્યુકેશન આપવામાં આવશે. જેના માટે અસરગ્રસ્ત બાળકો સાહિલ ફાઉન્ડેશનનો સંપર્ક કરીને એડમિશન પ્રાપ્ત કરી રહ્યા છે. આ અંગે અસરગ્રસ્ત વિદ્યાર્થિની પઠાણ સફિયાની ખાને જણાવ્યું હતું કે, હું ચંડોળામાં આવેલા ગરીબ નવાઝ મસ્જિદ પાસે રહેતી હતી અને 20મેના રોજ અમારા ઘર ઉપર બુલડોઝર ફરી વળ્યું. જેના કારણે અમે બેઘર થઈ ગયા અને હવે વટવામાં જઈને અમે ભાડાના મકાન પર રહીએ છીએ.

હું હાલમાં દસમા ધોરણમાં આવી છું. દસમા ધોરણનો અભ્યાસ બહુ જ ટફ હોય છે. અમારા ઘર તૂટી ગયા ત્યારથી હું વિચારતી હતી કે, હું હવે દસમા ધોરણ કેવી રીતે ભણીશ? કેવી રીતે બોર્ડની પરીક્ષાની તૈયારી કરીશ? સ્કૂલ અને ટ્યુશન ફીસ ક્યાંથી લાવીશ? ત્યારે અમને ખબર પડી કે શાહિન ફાઉન્ડેશન દ્વારા મફત શિક્ષણ આપવા આવી રહ્યું છે. ત્યારે અમે એમને સંપર્ક કરીને એડમિશન પ્રાપ્ત કર્યું તો અમને થોડી રાહત મળી છે કે, હવે અમારૂ ભાવિ નહીં બગડે અને અમે મહેનત કરીને દસમા ધોરણમાં સારું રીઝલ્ટ લાવીશું. મારા પિતા સિલાઈ કામ કરે છે અને તેનાથી અમારા પરિવારનું ગુજરાન ચાલે છે.આવી રીતે બીજી વિદ્યાર્થિનીઓ પણ પોતાની પરિસ્થિતિ અને આપવિતી વર્ણાવી હતી.

શાહીન ફાઉન્ડેશનમાં નિરમા યુનિવર્સિટીથી ઇન્ટર્ન કરવા માટે આવેલી એક વિદ્યાર્થિની અરવા ગુલાટીએ જણાવ્યું હતું કે, ડિમોલિશનના કારણે ઘણા બાળકોના ભવિષ્ય અસર પડી છે અને બાળકોને એજ્યુકેશન બહું જ મોટી અસર પડે છે. આવા બાળકોને એજ્યુકેશનમાં આગળ લાવવા માટે અને એના ભવિષ્યના બગડે એના માટે શાહીન ફાઉન્ડેશન દ્વારા મફત એજ્યુકેશન આપવા નું કામ શરૂ કરવામાં આવ્યું છે અને ધીમે ધીમે બાળકો એડમિશન લઈ રહ્યા છે. અમે આવા બાળકો પરિસ્થિતિ કામ કરી રહ્યા છો એમનો સર્વે થઈ રહ્યો છે અને એમના ભવિષ્યની ચિંતા છે.

શાહીન ફાઉન્ડેશનના ટ્રસ્ટી હમીદ મેમણે જણાવ્યું હતું કે, હાલમાં સરકાર દ્વારા જે ડિમોલિશનની કામગીરી ચંડોળામાં કરવામાં આવી છે,એમાં ઘણા બધા ગરીબ બાળકોના ભણતર છૂટી જાય એમ હતા ત્યારે અમારા દ્વારા પગલાં લેવામાં આવ્યા છે કે, જે ધોરણ 8 થી 12 સુઘીના બાળકો ફરીથી પોતાનો અભ્યાસ કરે છે, તેમનો અભ્યાસ બગડે નહીં. અત્યારે બાર બાળકોએ એડમિશન લીધું છે. અમદાવાદમાં બેરલ માર્કેટ, દાણીલીમડા,વટવા વિસ્તારમાં ત્રણ જગ્યા પર લગભગ 500 બાળકોને મફત શિક્ષણ આપવાનો ટાર્ગેટ બનાવ્યોછે.
અસરગ્રસ્ત બાળકો પાસે સ્કૂલની ફી, કોચિંગની ફી અને બીજા સ્ટેશનરી ખરીદવા માટે પણ પૈસા નથી. એટલે અમે એવી વ્યવસ્થા કરી રહ્યા છે કે, ઓછામાં ઓછા ખર્ચે વિના મૂલ્ય બાળકો અમારે ત્યાં એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે. આની સાથે જે સ્કૂલમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે, અને જે તે સ્કૂલમાં ભણવામાં માંગે છે એ સ્કૂલ સાથે પણ અમે વાત કરી રહ્યા છીએ અને એની ફીસમાં થોડી રાહત આપે અને જો એ પણ ના આપી શકે તો એના માટે પણ અમે ફીસ ભરવાની વ્યવસ્થા કરીશું.