અમદાવાદ: મોટેરામાં રહીશોને ઘર ખાલી કરવા AMCની નોટિસ, સ્થાનિકાએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા
ઓલમ્પિકને લઈને મોટેરા વિસ્તારમાં આવેલ બળદેવ નગર જેને લઇને સ્થાનિક લોકો ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

Published : September 14, 2025 at 8:40 PM IST
અમદાવાદ : શહેરમાં ઓલમ્પિકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઓલમ્પિકને લઈને અમદાવાદ શહેરને સ્પોર્ટ સીટી તરીકે તૈયાર કરવામાં આવી રહ્યુ છે, તેના સંદર્ભમાં અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુના વિસ્તારમાં સરકાર TP રોડ ખોલી રહી છે. ઓલમ્પિકને લઈને મોટેરા વિસ્તારમાં આવેલ બળદેવ નગર જેને લઇને સ્થાનિક લોકો ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. Etv ભારત સંવાદદાતાએ મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવ નગરનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો, અને લોકોની સમસ્યાઓ જાણી હતી.
અમદાવાદ મહેસાણા હાઇવેથી અચેર ડેપો ચાર રસ્તા થઈને બળદેવ નગરનો રોડ સીધો સાબરમતી નદી તરફ ખોલવામાં આવી રહ્યો છે. જેને લઈને બળદેવનગરમાં 29 થી વધુ મકાનોને તોડવામાં આવશે.
સ્થાનિક રહીશોએ જણાવ્યું
આ મુદ્દે બળદેવનગરના રહેવાસી મૂળજીભાઈ સોલંકીએ જણાવ્યું કે, "અમે લગભગ 60 વર્ષથી અહીંયા રહીએ છીએ છેલ્લા 6 મહિનામાં અમને 3 વખત નોટિસ આપવામાં આવી છે. કોર્પોરેશન નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આજુબાજુના વિસ્તારને ખાલી કરવામાં આવ્યું રહ્યા છે. આવનારા સમયમાં ઓલમ્પિક લાવવા જઈ રહી છે. એના માટે આજુબાજુના વિસ્તારને વિસ્થાપિત કરવા માટે એ લોકોનું પ્લાનિંગ છે.
સરકાર કોઈ એવી પ્રોજેક્ટ લાવે પરંતુ જે વિસ્થાપિતો છે, એમના માટે વળતર આપે એમના માટે સારી એવી જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરે છે. જેથી આ વિસ્તાર લોકો હેરાન ના થાય. અમે આ માટે ગુજરાત હાઇકોર્ટ ગયા છીએ. અમારી માંગ છે કે 2BHK મકાન આપવામાં આવે.

અનુજભાઈ વાઘેલાએ જણાવ્યું કે, "અહીંયા 41 વર્ષ પછી ટીપી ખોલવામાં આવી રહી છે. આ ટીપીના નામે બધાના ઘર તોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 3 મહિના લોકો રહે છે, અને હવે એ લોકોના ઘર તોડવામાં આવશે, એટલે અમારી માંગ છે. 2 BHK મકાન આપવામાં આવે છે. 22 સપ્ટેમ્બરના દિવસે આ મુદ્દે સુનાવણી હાઇકોર્ટમાં કરવામાં આવશે.
પુષ્પાબેન હરેશભાઈ વાઘેલાએ જણાવ્યું કે, "60 વર્ષથી અમારા બાપદાદા અહીંયા જ રહીને ગયા છે. અમારી ચાલીમાં બધાને 2 માળ મકાન છે. સરકાર અમને એક રૂમ રસોડાઓ આપે એ અમને બિલકુલ ન આપો એ અમને ના પોસાય. અમારી માંગે એવી છે કે અમને એક સારી જગ્યાએ મોટું મકાન આપો તમે ઓલમ્પિક લાવો કે ગમે તે પ્રોજેક્ટ લઈ આવો એનાથી મને કોઈ સંબંધ નથી. અમે સરકારી કામમાં કોઈ દકલ કરવા માંગતા નથી. અમને તો ઘર કરવાની જગ્યાએ સારી સુવિધા આપો. વિસ્તારમાં રહેતી 85 વર્ષની દાદીમાં ભાણીબેન એ જણાવ્યું કે, મારી ઉંમર 85 વર્ષ છે. લગ્ન પછી છેલ્લા 7 વર્ષથી હું અહીંયા જ રહું છું. અમારા ઘર તૂટી જશે તો અમે ક્યાં રખડવા જઈશું, અમે રોડ પર પડી રહેશુ તો તમને સારું લાગશે?

AMC પશ્ચિમ ઝોન તરફથી નોટિસ આપવામાં આવી
મહાનગર સેવાસદન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતું. પશ્ચિમ ઝોન તરફથી જે નોટિસ આપવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, અ.મ્યુ.કો.ના હદ વિસ્તારમાં સમાવિષ્ટ સાબરમતી વોર્ડમાં ટી.પી. સ્કીમ નં.23 (સાબરમતી)માં ટોરેન્ટ પાવર લી.ની ઉત્તર દિશાની હદથી સુભાષનગર થઈ છારાનગર તથા હરિવનના છાપરાની પૂર્વ તરફેથી પસાર થઈ બળદેવનગર સુધીનો 24.38 મી.ના ટી.પી. રસ્તો પ્રવર્તમાન અમલી પુનરાવર્તિત વિકાસ યોજના મુજબ 30.00 મી.નો છે. હાલમાં વિસ્તારમાં આવતા આયોજનોને ધ્યાને લેતાં સદર રસ્તો પહોળો કરવાની જરૂરીયાત ઉભી થયેલ છે.

ઉપરોક્ત બાબતે ધ્યાને લેતાં નોટીસ મળ્યાના 7 દિવસમાં જગ્યામાં આવેલ આપનું રહેણાંક/કોમર્શીયલ પ્રકારના બાંધકામ દૂર કરી જગ્યા ખુલ્લી કરવા તમોને તાકીદ કરવામાં આવે છે. વધુમાં, પ્રવર્તમાન નિતિ અનુસાર વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવા જરૂરી દસ્તાવેજી પુરાવા રજુ કરવા આપને જાણ કરવામાં આવે છે. જો તેમ કરવામાં કસુર કરશો તો મુદત અ.મ્યુ.કો. દ્વારા આગળ ખાતાકીય રાહે સદર રસ્તા પર આવેલ રહેણાંક/કોમર્શીયલ પ્રકારના બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેશો.

ઉલ્લેખનીય છે કે, ઓલમ્પિકની તૈયારી ટીપી રોડ ખોલવા આવી રહ્યું છે, તેમજ સરકારી જમીન કોર્પોરેશન પોતાના હસ્તગત કરી રહી છે. જેના માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના કે 2500 જેટલા મકાનો સર્વે કરાશે અને ત્યારબાદ તેને તોડી પાડવામાં આવશે. લગભગ 700 થી વધારે મકાનોને તોડી પાડવામાં આવશે. જે ટીપી રોડ અંતર્ગત કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે, અને બળદેવનગરના જેટલા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

આ પણ વાંચો :

