અમદાવાદ : અમદાવાદમાં એર ઈન્ડીયાનું પ્લેન ગુરુવારના બપોરના 1.30 કલાકની આસપાસ બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલની દિવાલ પર અથડાયુ હતું. વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વિમાન ક્રેશને લઈને જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા અને કહ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્ર તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. મોદીએ X પર ટવિટ કરીને જણાવ્યુ કે, "અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા, જેમાં એકમાત્ર બચી ગયેલા વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. અને તેમને ખાતરી આપી હતી કે આ મુશ્કેલ સમયમાં અમે તેમની અને તેમના પરિવારોની સાથે છીએ. સમગ્ર રાષ્ટ્ર તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે. આ દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાશકુમાર રમેશને મળ્યા, જેમાં બીજા 241 મુસાફરો મૃત્યુ પામ્યા હતા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક કુમાર, ઈમરજન્સી એક્ઝિટ પાછળ સ્થિત ફ્લાઇટના ઈકોનોમી ક્લાસ વિભાગમાં ડાબી બારીની સીટ પર 11મી પંક્તિમાં બેઠા હતા.
Visited the crash site in Ahmedabad today. The scene of devastation is saddening. Met officials and teams working tirelessly in the aftermath. Our thoughts remain with those who lost their loved ones in this unimaginable tragedy. pic.twitter.com/R7PPGGo6Lj
— Narendra Modi (@narendramodi) June 13, 2025
એરલાઈન અઘિકારીઓએ જણાવ્યું હતું કે, ક્રેશ થયેલા વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, સાત પોર્ટુગીઝ નાગરિકો અને એક કેનેડિયન નાગરિક હતા.એરલાઇન્સે જણાવ્યું હતું કે, વિમાનમાં સવાર 242 લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિ દુર્ઘટનામાં બચી શક્યો હતો.
આજે સવારે 8 વાગે વડાપ્રઘાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્યા હતા. સિવીલ હોસ્પિટલમાં દાખલ લોકો સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિનો પણ અભ્યાસ કર્યો. અમદાવાદ એરપોર્ટ પર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજીને સમગ્ર પરીસ્થીતીનો તાગ મેળવ્યો હતો. તેમણે બેઠકનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, "અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી." ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ, કેન્દ્રીય રાજ્યમંત્રી મુરલીધર મોહોલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પીએમ મોદીની મુલાકાત દરમિયાન તેમની સાથે હતા.