અમદાવાદ: ઓપરેશન સિંદૂર પછી પીએમ નરેન્દ્ર મોદી પ્રથમ વખતે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પીએમ મોદીના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને અમદાવાદ એરપોર્ટ થી રાજભવન સુધીના રોડને સજાવવા માં આવી રહ્યો છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર પીએમ મોદી અમદાવાદ આવવાના છે. ત્યારે નગરજનો દ્વારા ભવ્યથી ભવ્ય રોડ શો કરવામાં આવશે. તો લાખોની સંખ્યામાં નગરજનો પીએમ મોદીનો સ્વાગત કરશે. આ રોડ શો અમદાવાદના એરપોર્ટ સર્કલથી ઇન્દ્રોડા બ્રીજ સુધી લગભગ બે કિલોમીટર સુધીનો રહેશે. અલગ અલગ સમાજના લોકો દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે. એ લોકો સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. અને આ રોડ શોમાં એ લોકોનો ટેબ્લો રાખવામાં આવશે અને સમગ્ર રોડ પર તિરંગા પ્રકારની રોશની અને દરેક જગ્યા પર તિરંગાથી માનનીય પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તે માટે મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં 26 મેના દિવસે સાંજે 6:30 વાગ્યે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી ભવ્ય રોડ શો યોજાશે. ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા માટે મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાશે. રોડ શોમાં સમગ્ર રોડ ઉપરથી તિરંગા લગાવવામાં આવશે. જેમાં બ્રહ્મોસ મિસાઈલ અને રાફેલના વિમાનોના ટેબલો પણ મૂકવામાં આવશે. દેશભક્તિના ગીતો પણ આ રોડ ઉપર વાગશે. વિવિધ ધર્મ-સમાજ, સંસ્થાના લોકો આ રોડ શોમાં જોડાશે. તેમજ 19 નાના મોટા સ્ટેજ બનાવવામાં આવશે. અને સમગ્ર અમદાવાદમાં ઓપરેશન સિંદૂરની સફળતા અને લઈને બેનરોને હોર્ડિંગ લગાડવામાં આવશે.
ભાજપ શહેર પ્રમુખ પ્રેરક શાહે વડાપ્રધાન અને મોદીના રોડ શોને લઈને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમ વખત પોતાના માદરે વતન ગુજરાત પધારી રહ્યા છે અને 26 તારીખે અમદાવાદ શહેરમાં રોડ શો કરશે. ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ તેમનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સુક છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ રોડ શોમાં 70 હજારથી વધારે લોકો જોડાશે. આ રોડ શો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. અને જે નાગરિકો આ રોડ શોમાં જોડાશે એમને લઈને પણ ઘણી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કારણ કે ગરમીનો સમય છે. દરમિયાન લોકોને ડીહાઇડ્રેશન ના થાય કે એની તબિયત ન લથડે એના માટે પાણી અને ઓઆરએસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાર્કિંગના સ્પોટ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ રોડ શોની અંદર શીખ સમુદાય, વોરા સમુદાય, એક્સ આર્મી મેન, જે શહીદ થયા એમના પરિવારજનો, ઇન્ડિયન આર્મીના જવાનો ઉપસ્થિત રહેવાના છે અને વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનોના લોકો પણ આ રોડ શોમાં જોડાશે. અને તમામ લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત કરવા માટે ઉત્સુક છે.

આ પણ વાંચો: