જૂનાગઢ: રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલ આજે વર્ષા વિજ્ઞાન પરીસંવાદમાં હાજરી આપવા માટે જુનાગઢ આવ્યા હતા. અહીં તેમણે અતિવૃષ્ટિના કિસ્સામાં ખેડૂતોને સહાય આપવાને લઈને રાજ્યની સરકાર અને તેમનો વિભાગ આગામી દિવસોમાં વધુ ઉર્જા સાથે કામ કરશે તેવો ભરોસો ખેડૂતને અપાવ્યો હતો. તો સાથે સાથે આ વર્ષે થયેલા કેરીના પાકમાં વ્યાપક નુકસાનને લઈને તેમના સુધી રજૂઆતો પહોંચી છે અને ખેડૂતોની આ રજૂઆત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડીને કેરીને થઈ રહેલા નુકસાનમાં ખેડૂતોને સહાયતા મળે તે દિશામાં કામ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલનું હકારાત્મક નિવેદન
રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલ આજે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા આયોજિત વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જેમાં તેમણે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની સાથે કેરીને પાક વીમામાં સામેલ કરવાને લઈને કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરવાનું આશ્વાસન રાજ્યના કેરી પકવતા ખેડૂતોને આપ્યું છે. આ વર્ષે કેરીના પાકમાં સૌથી વધારે નુકસાન થયું છે જેને કારણે ગીરનો ખેડૂત ખૂબ મુશ્કેલીમાં છે. કેરી પકવતા ખેડૂતો એ રાજ્યના બાગાયત વિભાગ અને કૃષિ મંત્રીને પણ સમગ્ર મામલાની જાણ અને રજૂઆત કરી છે. તેનો સ્વીકાર સ્વયંમ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કર્યો છે અને આગામી દિવસોમાં કેરીમાં થઈ રહેલા નુકસાનને લઈને ખેડૂતોને સરકાર સહાય કરી શકે તે માટે સમગ્ર મામલો કેન્દ્રની સરકાર સમક્ષ ચર્ચવાની તૈયારી પણ કૃષિ પ્રધાને દર્શાવી છે.
અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં સહાય
કૃષિ પ્રધાને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના કિસ્સામાં પણ ચોમાસું કે અન્ય સિઝનમાં થતા કૃષિ પાકોમાં ખેડૂતોને આકસ્મિક સ્થિતિમાં થયેલા નુકસાનને લઈને વળતર આપવા માટે પણ રાજ્યની સરકાર કટિબદ્ધ છે તેવો દાવો કર્યો હતો. માવઠું કે ચોમાસામાં કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને કારણે અતિવૃષ્ટિથી અથવા તો ઓછો વરસાદ પડવાથી અનાવૃષ્ટિથી મગફળી કપાસ સહિત અન્ય ચોમાસું પાકોને ખૂબ નુકસાન થાય છે. આ વાતથી રાજ્યના કૃષિ પ્રધાન સ્વયંમ અવગત છે ખેડૂતો તેમના સુધી સમગ્ર વાત પહોંચાડે પણ છે. તેમ છતાં રાજ્યની સરકાર બની શકે તેટલું ખેડૂતોને મદદ કરવા માટે તૈયાર છે. ત્યારે આગામી દિવસોમાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના કિસ્સામાં રાજ્યની સરકાર ખેડૂતોને નુકસાનીના કિસ્સામાં અગાઉ પણ વળતર આપતી હતી અને હવે પછીના સમયમાં પણ નુકસાનીને અનુરૂપ વળતર આપશે તેવો દાવો કર્યો હતો.
આ પણ વાંચો: