પાલનપુર, બનાસકાંઠા: બીજી તરફ મૃતક પોલીસકર્મીના પરિવારજનોમાં ભારે આક્રંદ અને આક્રોશ ભભુકી ઉઠ્યો છે. મૃતક પોલીસકર્મીની સ્યૂસાઈડ નોટ અનુસાર જે ઉપરી પોલીસ અધિકારીઓ સામે ત્રાસ આપવાનો ઉલ્લેખ કર્યો છે, તેને લઈને પરિવારજનોએ પાલનપુર સિવિલ હોસ્પિટલમા ધરણા સાથે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવાની માંગ કરી છે. પરિવારજનોએ પણ ઉપરી પોલીસ અધિકારીઓ સામે આરોપ લગાવવામાં આવ્યા છે.
મારો પુત્ર વિંદલ કચ્છ-ભુજ ખાતે પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો. આશરે ત્રીસેક દિવસ પહેલાં તેની સામે એક કેસ કરવામાં આવ્યો હતો અમે વિકાસ તુંડા સાહેબ દ્વારા એને માનસિક હેરાન કરી કચ્છ-ભુજ ખાતેથી તેની બદલી કરી સુરત ગ્રામ્યમાં મોકલી આપ્યો અને સુરત ગ્રામ્યએ તેને તાત્કાલીક હાજર થવાનો ઓર્ડર આપ્યો તેને એક-બે દિવસનો ટાઈમ ન આપ્યો એમ ન કહ્યું કે તું એક-બે દિવસ પછી હાજર થજે, એમ કહ્યું કે તાત્કાલીક હાજર થવાનો ઓર્ડર આપ્યો. તેથી તે સુરત ખાતે હાજર થઈ ગયો. સુરત ત્યાં પહોંચીને રજા ઉપર આવી અને તેણે આ બધાના ત્રાસના કારણે તેણે આપઘાત કરી લીધો. અમારે ન્યાય જોઈએ છે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. - મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિંદલ ચૌહાણના પિતા
મારા ભત્રીજા જિંદલ સાત વર્ષથી ભુજ ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા, ઉપરી પોલીસ અધિકારીઓને કારણે તેને છેલ્લા એક વર્ષથી હેરાન પરેશાન કરવામાં આવતા હતા. તેમની બદલી પણ એક નાનકડા ગુનામાં સુરત ખાતે કરી અને સુરત હાજર થઈ અને આમ માનસિક ત્રાસના કારણે ઘરે આવીને આપઘાત કરી લીધો. સ્યૂસાઈડ નોટ પણ અમને પ્રાપ્ત થઈ છે અને તેથી અમારી વિનંતી છે કે, અમારી FIR લો અને જો અમારી FIR નોંધવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં - વિંદલ ચૌહાણના કાકા
એપ્રિલ મહિનાના અંતમા ભચાઉમાં એક VVIP બંદોબસ્ત દરમિયાન એક પોલીસ કર્મચારીઓને એક વીડિયો સોશિયલ મીડિયા અને ઘણા બધા ઈલેક્ટ્રોનિક મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો પોલીસના યુનિફોર્મમાં એક વ્યક્તિ નશાની હાલતમાં ગાડીમાં બેસેલો હતો અને પછી જ્યારે તેમનો સામનો કરવામાં આવ્યો ત્યારે તે ગાડી લઈને ભાગી જાય છે. આ ઘટનાને લઈને ભૂજ પોલીસ દ્વારા સંજ્ઞાન લેવામાં આવ્યું અને તેમનું બ્લડ ટેસ્ટ કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ તેમની ઉપર FIR દાખલ કરવામાં આવી હતી. શિસ્તબદ્ધા ખાતામાં જો આવું કોઈ કરતા તો તરત અમારી ફરજ છે કે, તેમની સામે ખાતાકીય પગલા એસપી સાહેબ અને જિલ્લા પોલીસ વડાને લેવા પડશે. જે સંદર્ભે (વિંદલ ચૌહાલ)ની ભુજથી સુરત ગ્રામ્યમાં બદલી કરવામાં આવી હતી. દરમિયાન પાલનપુરમાં તેમના ઘરે તેમને સ્યૂસાઈડ કરી લીધી. હાલમાં આ આપઘાત મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને આ અંગેની તપાસ પીઆઈ કે.વી.ચાવડા કરી રહ્યાં છે. -સુબોધ માનકર,ASP
મહત્વપૂર્ણ છે કે, મૃતક વિંદલ ચૌહાણ કચ્છ-ભુજ ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા જેમની હાલમાં જ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બદલી કરવામાં આવી હતી, આ પોલીસકર્મીએ પાલનપુર સ્થિત પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધું હતું. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આપઘાત પહેલા મૃતક પોલીસ કર્મીએ એક સ્યૂસાઈડ નોટ લખી હતી,આ સ્યૂસાઈડ નોટમાં તેમણે પોલીસ અધિકારીઓ સામે માનસિક ત્રાસ આપવા સહિતના ગંભીર આક્ષેપો કરાયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મૃતક પોલીસકર્મી વિંદલ ચૌહાણ સામે 66/2 મુજબ ફરિયાદ થઈ હતી, ત્યાર બાદ તેની સુરત ગ્રામ્ય ખાતે બદલી કરી દેવામાં આવી હતી. તે પાલનપુર તાલુકાના જગાણા ગામના રહેવાશી હતા, લોકોમાં ચર્ચામાં છે તેમની બદલી થતા અને લાગી આવતા પોતાના ઘરે આવીને આત્મહત્યાનું પગલું ભરી લીધી હતું.
પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં લખી આપવીતી