નર્મદા: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા જંગલ સફારીમાં 22 જૂનથી વન્યજીવોમાં અત્યંત બુદ્ધિમાન અને સામાજિક પ્રાણી “ચિમ્પાંજી” સફારી પરિવારના મહત્વના સભ્ય છે. આ “ચિમ્પાંજી” પ્રાકૃતિક રીતે આફ્રિકાના રેઇન ફોરેસ્ટના જંગલોમાં વસવાટ કરે છે. જેથી જંગલ સફારી ખાતે ખાસ રેઇન ફોરેસ્ટ વાળા વાતાવરણ વાળા પિંજરૂ તૈયાર કરવામાં આવ્યું છે. 22 જૂને આંતરરાષ્ટ્રીય રેઇન ફોરેસ્ટ દિવસની ઉજવણીને લઈને રેઈન ફોરેસ્ટના સંરક્ષણના ધ્યેય સાથે પ્રવાસીઓ ૩ “ચિમ્પાંજી” જોઇ શકશે.
જંગલ સફારીમાં લવાયા 3 ચિમ્પાંજી
“ચિમ્પાંજી” સંયુકત આરબ અમીરાતના અબુધાબી સ્થિત કેપીટલ ઝૂ એન્ડ વાઇલ્ડલાઇફથી 23 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતમાં લાવવામાં આવ્યા છે. જેમાં 1 નર અને 2 માદા “ચિમ્પાંજી”નો સમાવેશ થાય છે. તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને 7 એપ્રિલ 2025ના રોજ એકતા નગર ખાતે લાવવામાં આવ્યા છે. સ્થાનિક વાતાવરણ સાથે અનુકુલન સાધે અને એનિમલ કીપર્સ સાથે સારા વર્તાવ માટે સૌપ્રથમ વિશેષ સુવિધા ધરાવતી જગ્યાએ રાખવામાં આવ્યા હતા.
ચિમ્પાંજી માટે ખાસ પાંજરૂ બનાવાયું
“ચિમ્પાંજી” માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલ વિશાળ પિંજરૂ તૈયાર કરવામાં આવેલું છે. જેમાં આફ્રીકાના ઘનઘોર રેઇન ફોરેસ્ટનું વાતાવરણ તૈયાર કરવામાં આવેલું છે. સ્થાનિક વાતાવરણ અને એનિમલ કીપર સાથે અનુકુલન સાધ્યા બાદ આ ખાસ પિંજરામાં પ્રાયોગિક ધોરણે લઇ જવામાં આવી રહ્યા છે, અને સમગ્ર વિસ્તારને ત્રણે “ચિમ્પાંજી”એ અપનાવી લીધો છે. આ ખાસ પિંજરાના નિર્માણ વેળાએ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતું કે જે, “ચિમ્પાંજી” તેમના જૈવિક, માનસિક અને સામાજિક આવશ્યકતાઓને અનુરૂપ છે.
આફ્રિકાના ચિમ્પાંજીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મળ્યું નવું ઘર
આ અંગે જંગલ સફારી પાર્કના ડાયરેક્ટર બીપુલ ચક્રવર્તીએ કહ્યું કે, સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્કમાં ચિમ્પાંજીને પ્રવાસીઓ જોઈ શકે તેનું ધ્યાન રાખીને બધું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને દર્શાવી રહ્યા છીએ તેવા 112 પ્રાણીઓ અમારી પાસે છે. અને તેમાં ચિમ્પાંજીને જોડવામાં આવી રહ્યા છે. અહીં જે દર્શકો આવશે તેમનું મનમોહન આ ચિમ્પાંજી કરશે. અમારા જે 3 રત્ન છે તેમાં નરનું નામ છે નિકો અને માદા છે એક સુઝી અને એક એમીડિયા છે. તેમણે આફ્રિકાના ઈક્વિટોરીયલ ગીનિયાથી મુસાફરી શરૂ કરી હતી 2011માં અને 2025માં સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કમાં તેમની સફર ખતમ થઈ છે. જેનાથી તેમને બીજું ઘર મળ્યું. ચિમ્પાજીંને મનુષ્યના સૌથી નજીકના મનાય છે.
આ પણ વાંચો: