સુરત: શહેરના ક્રાઇમ બ્રાંચે શહેરમાં ચાલી રહેલા બોગસ હથિયાર લાયસન્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગજાનંદ ગનહાઉસના સંચાલક અતુલકુમાર પટેલ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ગજાનંદ ગનહાઉસના સંચાલકે નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સના આધારે 51 હથિયારો વેચ્યા હતા. આ ઉપરાંત તેમના મળતિયાઓ આસિફ મારફતે 6 બોગસ હથિયાર લાયસન્સ સુરતના વિવિધ લોકોને અપાવ્યા હતા.
પોલીસે ગનહાઉસના સંચાલક પાસેથી 16 હથિયાર જપ્ત કર્યા છે. વધુમાં, દિલીપભાઈ રોય, કલ્પેશભાઈ માંગુકીયા, મેરૂભાઈ બેલા અને વૈભવભાઈ જાસોલીયા પાસેથી 4 હથિયાર, 93 કાર્ટ્રિજ અને 4 બોગસ લાયસન્સ કબજે કર્યા છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 17 વ્યક્તિઓની સંડોવણી સામે આવી છે.


સુરત પોલીસે આ કેસમાં 4 લોકોની ધરપકડ કરી છે, જેના નામ નીચે પ્રમાણે છે:
- અતુલકુમાર ચિમનભાઇ પટેલ (62), આણંદનો વતની
- દિલીપભાઈ શાંતીભાઈ રોય (40), ભાવનગરનો વતની
- કલ્પેશભાઈ ધનજીભાઈ માંગુકીયા (40) બોટાદનો વતની
- મેરૂભાઇ હમીરભાઇ બેલા (39,) દેવભુમી દ્વારકાનો વતની
ક્રાઇમ બ્રાંચની વિવિધ ટીમો અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યરત છે. તમને જણાવી દઈએ કે, આ રેકેટમાં બોગસ લાયસન્સ બનાવવા, જૂના લાયસન્સમાં ચેડાં કરવા સહિતની વિવિધ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આવી છે.


આ પણ વાંચો: