નવસારી: જિલ્લાની LCB ટીમે મરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાઇબર ફ્રોડના કેસમાં નાસતા ફરતા આરોપીને રાજકોટથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી અનુસાર, મરોલી ગામમાં વસતા તબીબ ડૉ. ચેતન મહેતાએ 23 જાન્યુઆરી 2025 ના રોજ ડિજિટલ અરેસ્ટની સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, નાસિક પોલીસ સ્ટેશન દ્વારા કથિત ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યું હોવાનું જણાવીને ડૉ. મહેતાને ધરપકડથી બચવા માટે રૂપિયા 6 લાખ ચૂકવવા મજબૂર કરવામાં આવ્યા હતા.
આ કેસમાં સંડોવાયેલા આરોપી અમિત પ્રભુદાસ પીઠડીયા (રહે. શિવનગર સોસાયટી, ગોંડલ, રાજકોટ)એ રાજકોટના મોવડી-કણકોટ રોડ પર “હાઈસ્ટ્રીટ” બિલ્ડિંગના C-વિંગમાં રહેતો હતો. ટેક્નિકલ સોર્સ અને ખાનગી બાતમીના આધારે નવસારી LCB ટીમે સિની. પોલીસ ઇન્સ્પેક્ટર, વી.જે. જાડેજાની આગેવાનીમાં આ ઘટનાની તપાસ શરૂ કરી હતી.
તમને જણાવી દઈએ કે, વિશેષ તપાસ બાદ, LCBના અધિકારીઓ લાલુસિંહ, ભરતસિંહ અને વિપુલભાઈ નાનુભાઈની ટીમે રાજકોટમાં દરોડા પાડી આરોપી અમિત પીઠડીયાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીને મરોલી પોલીસ સ્ટેશનને વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: