અમદાવાદ: વિસાવદર પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવી એ મોટું નિવેદન આપ્યું છે. અંક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, ભાજપને કોઈ હરાવી શકે તો એ માત્ર આમ આદમી પાર્ટી છે. વિસાવદરમાં કોઈ મજબૂત હોય તો એ ગોપાલ ઇટાલિયા છે. ઇટાલિયા આવ્યા ત્યારથી ભાજપના ખેમો સૂકો પડી ગયો છે.
ઈસુદાન ગઢવી આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, વિસાવદરમાં ભાજપે વારંવાર લોકોનું અપમાન કર્યું છે. આપ વિસાવદરમાં મજબૂતાઇથી પેટા ચૂંટણી લડશે. ગઠબંધનમાં કોંગ્રેસના નિર્ણય પોતાનો નિર્ણય છે. વિસાવદરની જનતા ક્લિયર છે. ખેડૂતોના મુદ્દા છે આપના પાર્ટીની તાકાતના કારણે ત્યાં રોડ-રસ્તાના કામ શરૂ થઈ ગયા છે. વિસાવદરની જનતા ભાજપને હરાવી આપને જીતાડશે. ગયા વખતે 2022ની ચૂંટણીમાં 14 ટકા ઓવરોલ વોટ લીધા હતા. ભાજપની અજગર જેવા ભરડાને હરાવી શકે તો એ એક જ પાર્ટી, આમ આદમી પાર્ટી છે. ભાજપની તાનાશાહી ખતમ કરવા કોંગ્રેસ લડતી હતી પરંતુ તે જીતી નથી શકતી. વાવની ચૂંટણી પણ કોંગ્રેસ હારી ચૂક્યું છે. વિસાવદરની જનતા સામે AAPએ એવો ઉમેદવાર ઊભો કર્યો છે જે ભાજપની તાનાશાહી સામે નહીં ઝૂકે.
ગુજરાતની જનતાના પ્રશ્નો માટે મજબૂતીથી લડી શકે એવો પક્ષ કોઈ હોય તો એ માત્ર આમ આદમી પાર્ટી છે. અમને વિશ્વાસ છે કે વિસાવદરની જનતા ભાજપની તાનાશાહીને હરાવશે અને આમ આદમી પાર્ટી ને જીતાડશે.
— AAP Gujarat (@AAPGujarat) April 18, 2025
- શ્રી @isudan_gadhvi pic.twitter.com/uEGsD7vdye
તેમણે અપીલ કરી કે, વિસાવદરના તમામ જાતિને મારી વિનંતી છે કે એક પણ વોટ ભાજપ પાસે જવો ન જોઈએ. તમણે વધુમાં કહ્યું કે, હરિયાણા બાબતે આપ પાર્ટી લીડર રાઘવ ચડ્ડાએ માત્ર પાંચ સીટ માંગી હતી. લોકસભામાં માત્ર 23000 વોટથી હાર્યા હતા. ગુજરાતની જનતા આ વખતે કોઈ બાજુ વિસરાતા નહીં. અમે ભાજપની બી ટીમ નથી. ત્રીસ વર્ષની ભાજપની તાનાશાહી પર પ્રતિબંધ મૂકવાનો છે. 2027ની ચુંટણીમાં ભાજપને ફગાવી દઈશું. ભાજપને અહીંથી ખદેડી મૂકવાનું છે. ભાજપને 20 હજાર વોટથી હરાવ્યું. વિસાવદર બધા ખેડૂતો પહોંચી અને ગોપાલ ઇટાલિયાને જીતાડે. વિસાવદરની જનતા માટે આ સુનેહરો મોકો છે.
જે લોકો કહે છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલતો નથી એમને હું કહેવા માંગુ છે કે 2022 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 13% વોટ આપીને જનતાએ જવાબ આપી દીધો છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે જે ભાજપ સામે મજબૂતીથી લડી શકે છે.@isudan_gadhvi pic.twitter.com/IAB8ul6DmG
— AAP Gujarat (@AAPGujarat) April 18, 2025
તેમણે આગળ જણાવ્યું હતું કે, ભાજપને જીતાડવાની ચાલમાં કોઈ નાગરિક સહભાગી ન બને. 24 સીટમાં અમે ગઢબંધનનો ધર્મ નિભાવ્યો હતો. વિસાવદરની જનતા શાણી છે ત્યાંના આપના ઉમેદવારો પણ ખૂબ શાણા છે. કોંગ્રેસમાં ગયેલા લોકો માટે નિવેદન આવ્યું કે, પાર્ટીમાં લોકો આવતા હોય અને જતા હોય છે. અત્યાર સુધીમાં 450 ટીમો બની ગઈ છે. ત્રણ વર્ષ માટે 1000 ટીમો ગ્રાઉન્ડ પર હશે. ગયા વખતે છ મહિના મળ્યા હતા હવે ત્રણ વર્ષ મળ્યા છે.
આ પણ વાંચો: