સુરત: 32 થી વધુ જીઓ કંપનીના મોબાઇલ ટાવરોમાં કિંમતી કોપર વાયરોની ચોરીના મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી મનોજ વિનુભાઈ કેશવલાલ પટેલને પાંડેસરા તીરૂપતી સર્કલ પાસેથી ઝડપી પાડ્યો છે. પોલીસને આરોપી પાસેથી તાંબાના તારના બંડલોવાળી 3 ગુણી જપ્ત કરી છે, તાંબાના તારના બંડલોવાળી 3 ગુણીનું કુલ વજન 55 કિલો 230 ગ્રામ જેની કિંમત રૂપિયા 41,422 છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા મોબાઈલ કંપનીના ટાવરો માંથી કિંમતી કોપર વાયરોની ચોરી થવાનો મામલો સતત આવી રહ્યો હતો, જેને લઈને સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરી કરનાર આરોપી વિરુદ્ધ મોબાઈલ ટાવરના સુપરવાઇઝર દ્વારા ફરિયાદ દાખલ કરી હતી જે અંતર્ગત પોલીસે તપાસ શરૂ કરી હતી જે મામલે સુરત પોલીસ કમિશનરને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી.
આ તપાસ માટે પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચને પણ તપાસના આદેશ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સુરતમાં 32 થી વધુ જીઓ કંપનીના મોબાઇલ ટાવરોમાં કિંમતી કોપર વાયરોની ચોરીનો મામલો સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી મનોજ વિનુભાઈ કેશવલાલ પટેલની પાંડેસરા તીરૂપતી સર્કલ પાસે ઝડપી પાડ્યો છે. પોલીસને આરોપી પાસેથી તાંબાના તારના બંડલોવાળી 3 ગુણી જપ્ત કરી છે.
આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચના પી આઈ કે.આઈ.મોદીએ જણાવ્યુંકે, સુરત શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાંથી 32થી વધુ જીઓ કંપનીના મોબાઇલ ટાવરોમાં કિંમતી કોપર વાયરોની ચોરી કરી તરખાટ મચાવનાર આરોપી મનોજ વિનુભાઈ કેશવલાલ પટેલની પાંડેસરા તીરૂપતી સર્કલ પાસે શુક્રવારના રોજ અમારી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. આ મામલે સૌપ્રથમ વખત સુરતના ડીંડોલી અને કાપોદ્રામાં ફરિયાદ દાખલ થઈ હતી જે બાદ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દાખલ થવા પામી હતી જે અંતર્ગત મોબાઈલ કંપનીના ટાવરના સુપરવાઇઝર દ્વારા સુરત પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી.
આ મામલે દાખલ થયેલા જે તે પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસ કર્મચારીઓ તથા આ મામલે વધુ તપાસ કરવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચને પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જે મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે ઊંડાણપૂર્વક તપાસ કરતા આજરોજ અમારી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાંડેસરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, 32 થી વધુ જીઓ કંપનીના મોબાઇલ ટાવરોમાં કિંમતી કોપર વાયરોની ચોરી કરનાર આરોપી મનોજ પાંડેસરાના તીરૂપતી સર્કલ પાસે ઊભો હોવાની માહિતી મળતા ટીમ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસને આરોપી પાસેથી તાંબાના તારના બંડલોવાળી 3 ગુણી મળી આવી હતી, આ તાંબાના તારના બંડલોવાળી 3 ગુણીનું કુલ વજન 55 કિલો 230 ગ્રામ જેની કિંમત રૂપિયા 41,422 છે. પોલીસને આરોપીની પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે, આરોપી પોતાના મોજશોખ પુરા કરવા માટે મોબાઇલ ટાવરોમાં કિંમતી કોપર વાયરોની ચોરીઓ કરતો હતો અને છેલ્લા 6 મહિનામાં સુરતના અલગ અલગ વિસ્તારો માંથી કુલ 32 મોબાઇલ ટાવરોને પોતાના નિશાન બનાવ્યા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.