સોમનાથ: જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોડાસા ગામમાં રાત્રિના સમયે ઘાત લગાવીને દીપડાએ પાંચ વર્ષની બાળકીને નિશાન બનાવતા બાળકીના મૃતદેહ વહેલી સવારે અર્ધ ખાધેલી હાલતમાં પરિવારને મળ્યો હતો. રાત્રિના સમયે બાળકી ઘરમાં હતી, આ સમયે દીપડા એ અચાનક હુમલો કરીને બાળકીને સીમ વિસ્તારમાં ધસડી ગયો હતો. પરિવારના પ્રતિકારની વચ્ચે પણ દીપડો બાળકીને ઉઠાવીને જતો રહેતા સમગ્ર ગામમાં ભારે હાહાકાર જોવા મળે છે.
પાંચ વર્ષની બાળકીનો શિકાર: સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોડાસા ગામમાં પાંચ વર્ષની બાળકીનો દીપડાએ શિકાર કરતા ગામમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો છે, ગત રાત્રિના સમયે બાળકી તેના પરિવાર સાથે ઘરમાં હતી. આ સમયે ભોજન લીધા બાદ હાથ ધોવા માટે ઘરની બહાર નીકળતા જ અહીં બેઠેલા દીપડા એ બાળકી પર ઘાત લગાવીને હુમલો કરીને તેને સીમ વિસ્તારમાં ઢસડી ગયો હતો. બાળકીને દીપડો ઉઠાવી ગયાની જાણ તુરંત પરિવારના સભ્યોને થતા પરિવારજનો પણ દીપડાની પાછળ સીમ વિસ્તારમાં બાળકીને બચાવવા માટે દોડી ગયા હતા. પરંતુ રાત્રિના અંધારામાં દીપડો શિકાર કરેલી બાળકી સાથે સીમ વિસ્તારમાં અદ્રશ્ય થઈ ગયો હતો.
વન વિભાગે શરૂ કર્યું ઓપરેશન: વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાંચ વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી દેનાર દીપડાને પકડવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. ગામની આસપાસ અને જે વિસ્તારમાંથી હિંસક પ્રાણીઓ ગામમાં આવી શકે તેવા માર્ગો પર શિકાર સાથેના પાંજરા ગોઠવીને દીપડાને પકડી પાડવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. ગતરાત્રિના 9:30 કલાકની આસપાસ બાળકીનો શિકાર કર્યા બાદ દીપડો ફરી ગામમાં દેખાયો નથી, જેને પકડી પાડવા માટે વન વિભાગના કર્મચારી અને અધિકારી ઘટના સ્થળે પાંજરા સાથે દીપડાને પકડી પાડવા માટે સતત ખડે પગે જોવા મળી રહ્યા છે, તેમ છતાં હજુ સુધી દીપડો પાંજરામાં પકડાયો નથી.
આ પણ વાંચો: