તાપી: જિલ્લામાં એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. જિલ્લા સ્પેશિયલ NDPS કોર્ટે પોષ ડોડાના કેસમાં પ્રથમ વખત 14 વર્ષની સજા ફટકારી છે.તાપી પોલિસે ગત દિવસો અગાઉ 2834 કિલો પોષ ડોડા ભરેલો એક ટેમ્પો જપ્ત કર્યો હતો. આ ટેમ્પાના ક્લીનર આરોપી રાજસ્થાનના વતની બજરંગ બિશ્નોઈને કોર્ટે 14 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત તેની પર રૂ. 2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
31 ડિસેમ્બર 2023ના રોજ માંડળ ટોલનાકા પાસેથી રાજસ્થાન પાસીંગનો ટેમ્પો પસાર થતો હતો. વાહન ચેકીંગ ફરજ પરના એલ.સી.બી. પી.એસ.આઈ. જે.બી.આહિર અને સ્ટાફે ટેમ્પો ઉભો રાખવા કોશીશ કરતા ચાલકે પુર ઝડપે હંકારી દઈ વીરપુર ગામની સીમમાં આવેલ લક્ષ્મી પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં ટેમ્પા ડ્રાઈવર અને કલીનર ભાગતા ભાગી રહ્યા હતા તે દરમ્યાન કલીનર પકડાઈ ગયો હતો. ચાલકને ટેમ્પામાં શું ભરેલ છે તેવું પૂછતા પોષ ડોડા ભરેલ હોવાનું તેણે જણાવ્યું હતું.
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે, આટલા મોટા પ્રમાણમાં નશીલા પદાર્થની હેરફેર યુવાધનને બરબાદ કરી નાખે છે. આ કેસમાં કોર્ટે આકરો ચુકાદો આપીને નશીલા પદાર્થની હેરફેર સામે કડક વલણ અપનાવ્યું છે. યુવાધનને પાયમાલ અને નશાના રવાડેથી બચાવવા આ એક સરાહનીય દલીલ કહી શકાય છે.
આ પણ વાંચો: