સાબરમતી નદીના કાંઠે 700 વર્ષ જુના ભોલેશ્વર મહાદેવ, જાણો શું છે મંદિરનો ઈતિહાસ
અમદાવાદમાં સાબરમતી નદિના કિનારે આવેલા એલિસબ્રિજની નીચે 20 જેટલાં શિવલિંગો અનોખું આકર્ષણ જમાવી રહ્યા છે.

Published : August 11, 2025 at 6:53 PM IST
અમદાવાદ : શ્રાવણ મહિનાનું ત્રીજું સપ્તાહ શરુ થઈ ગયું છે, ત્યારે શિવાલયોમાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે. ત્યારે અમદાવાદમાં સાબરમતી નદિના કિનારે આવેલા એલિસબ્રિજની નીચે 20 જેટલાં શિવલિંગો અનોખું આકર્ષણ જમાવી રહ્યા છે. આ શિવલિંગ આશરે 700 થી 800 વર્ષ જુના માનવામાં આવી રહ્યા છે. અહીં આવેલા ઈચ્છાપૂર્તિ મનોકામના પૂર્ણ મહાદેવ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
20થી વધુ શિવલિંગ : અહીં એક જ જગ્યાએ અલગ અલગ 20 જેટલાં શિવલિંગ આવેલા છે. જે સ્વયંભુ શિવલિંગ છે. માનવામાં આવે છે કે, 1902માં આવેલા પૂરના કારણે આ મંદિર જમીનની નીચે દબાઈ ગયા છે. જેમાં એક મંદિર પાણીની ટાંકીની નીચે આવેલું છે. જેમાં ઈચ્છાપૂર્તિ મહાદેવ, ભોલેશ્વર મહાદેવ અને પાતાલેશ્વર મહાદેવના શિવલિંગ આવેલા છે.
દુર્લભ શિવલિંગ : અહીં આવેલું ભોલેશ્વર મહાદેવનું શિવલિંગ ભોંયરામાં આવેલું છે. અહીં આવેલું શિવલિંગ ફરતું શિવલિંગ છે જે ખૂબ દુર્લભ માનવામાં આવે છે. અહીં ભક્તો તેમની માનતા માનવા અને પૂજા કરવા આવે છે. આ સિવાય સાબરમતી નદીના પાણીની સપાટીએ આવેલું પાતાલેશ્વર મહાદેવનું શિવલિંગ પાણીની ટાંકીની અંદર આવેલું છે. જ્યાં સાબરમતીના પાણીનો અભિષેક થતો હતો. આ સિવાય અહીં ઈચ્છાપૂર્તિ મહાદેવનું મંદિર આવેલું છે. જે ભક્તોની માનતા પુરી કરે છે.


પૂજારી કૃષ્ણકાંત તિવારી જણાવ્યું હતું કે, "આ ખૂબ જૂનું મંદિર છે, જયારે સાબરમતી નદીનો વિકાસ થાયો હતો. તે સમયનું આ મંદિર છે. હું મારાં પરદાદાના સમયથી અહીં સેવા આપી રહ્યો છુ. અહીંના 20 શિવલિંગના મંદિરમાંથી 12 જ્યોતિર્લિંગ આવેલા છે. તેના સિવાય અહીં આવેલા પાતાલેશ્વર અને ભોલેશ્વર મહાદેવની વિશેષ પૂજા થાય છે. ભોલેશ્વર મંદિરમાં શિવલિંગ ફરે છે. પહેલાના સમયમાં લોકોને નદીએ નાહવા આવતા ત્યારે અહીં દર્શન કરવા આવતા હતાં. શિવરાત્રીએ અહીં શોભાયાત્રા નીકળે છે. શ્રાવણ માસમાં અહીં ભંડારાનું પણ આયોજન કરીએ છીએ.
આ પણ વાંચો :

