અમદાવાદ: રાજ્યના પોલીસ વિભાગમાં ફરી એક વખત 33 જેટલાં PSIની PI તરીકે બઢતી આપવામાં આવી છે. વર્ગ-03 માંથી તેમને હંગામી ધોરણે વર્ગ 2માં સમાવવામાં આવ્યા છે.
તમામ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (બિન હથિયારીધારી) ઓને સુપ્રીમ કોર્ટમાં પડતર લીવ ટુ અપીલમાં આવનાર આખરી ચુકાદાને આધીન રહેવાની શરતે પોલીસ ઈન્સ્પેક્ટર (બિનહથિયારધારી) વર્ગય2માં બઢતી આપવામાં આવી છે.

પોલીસ ઈન્સ્પેક્ટર (બિનહથિયારધારી) વર્ગ-2 સંવર્ગમાં બઢતી પામતા ઉક્ત પોલીસ સબ ઈન્સ્પેક્ટર્સને પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે નિમણૂંક આપવાના વિગતવાર હુકમો આગામી સમયમાં કરવામાં આવશે અને નિમણૂંકના હુકમ ન થાય ત્યાં સુધી ઉક્ત પોલીસ સબ ઈન્સ્પેક્ટર્સને પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે હાજર ગણીને તેમના હાલના ફરજ સ્થળે નિમણૂંક માટે પ્રતિક્ષામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે, DGP વિકાસ સહાયે 33 PSIને PI તરીકે પ્રમોશનના આદેશ કર્યા છે. જેમાં મોરબી, પોરબંદર, બનાસકાંઠા, સુરત, બનાસકાંઠા, કચ્છ સહિત રાજ્યભરના અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) વર્ગ-3ના પોલીસકર્મીને બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર (PI) વર્ગ-2માં બઢતી આપવામાં આવી છે. બઢતી મળતાં તમામ 33 પોલીસકર્મીના પગારધોરણમાં પણ વધારો થશે.