જુનાગઢ: આવતીકાલે હનુમાન જયંતિનું પાવન પર્વ મનાવવામાં આવશે, ત્યારે અતિ પ્રાચીન ગિરનાર સ્થિત લમ્બે હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની વિશેષ ઉજવણી કરવાની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. મંદિરમાં હનુમાન જયંતી એ દર્શન કરવા માટે આવતા પ્રત્યેક હનુમાન ભક્ત માટે 21000 ચોખ્ખા ઘીના લાડુનો પ્રસાદ રાજસ્થાનના ખાસ તાલીમ પામેલા હલવાઈઓ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ પ્રસાદ આવતીકાલે તમામ મારુતિ ભક્તોમાં વિતરણ કરવાનું આયોજન લંબે હનુમાન મંદિર દ્વારા કરાયું છે.
21000 લાડુનો પ્રસાદ કરાયો તૈયાર આવતી કાલે હનુમાન જયંતિનો પાવન પર્વ મનાવવામાં આવશે, તેની પૂર્વ સંધ્યાએ અતિ પ્રાચીન ગિરનાર સ્થિત લમ્બે હનુમાન મંદિરમાં પણ મારુતિ પ્રાગટ્ય દિવસની વિશેષ ઉજવણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પાછલા કેટલાક વર્ષોથી હનુમાન જયંતીના દિવસે પ્રત્યેક મારુતિ ભક્તને પ્રસાદ મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે, જે અંતર્ગત આવતી કાલે શુદ્ધ દેશી ઘી માંથી રાજસ્થાની હલવાઈઓ દ્વારા બનાવવામાં આવેલા 21000 લાડુનું વિતરણ હનુમાનના ભક્તોમાં કરવાનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે.

આવતીકાલે સવારે છ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી આ લાડુનું વિતરણ કરાશે. પ્રખ્યાત રાજસ્થાની હલવાઈઓ દ્વારા બનાવાયા લાડુ લંબે હનુમાન મંદિરમાં દર વર્ષે હનુમાન જયંતીના તહેવારને લઈને ખાસ રાજસ્થાનથી હલવાઈઓને બોલાવવામાં આવે છે. આ વર્ષે પણ 21000 લાડુ બનાવવા માટે તાલીમ પામેલા રાજસ્થાનના હલવાઈઓને બોલાવવામાં આવ્યા હતા. જેમના દ્વારા ચોખ્ખા ઘીના લાડુ બનાવવામાં આવ્યા છે, જેમાં 20 ડબ્બા ચોખ્ખું ઘી 04 ક્વિન્ટલ ખાંડ 200 કિલો ચણાનો લોટ પંચરત્ન મેવા કે જેમાં 20-20 કિલો કાજુ બદામ પિસ્તા ઈલાયચી અને કિસમિસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.


શુદ્ધ દેશી ઘી અને સુકા મેવાથી ભરપૂર બનાવવામાં આવેલા, 21,000 લાડુનું વિતરણ આવતીકાલે સવારે 6:00 વાગ્યાથી પ્રત્યેક હનુમાન ભક્તને પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે. આ પ્રસાદી વિતરણ રાત્રિના 12 કલાક સુધી સતત ચાલુ રાખવામાં આવશે. આ સિવાય બપોરના સમયે દર્શન કરવા માટે આવેલા સૌ ભક્તોને મંદિર દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ અલગથી કરવામાં આવી છે.
આ પણ વાંચો: