ભાવનગર: શહેરમાં સાયકલ કલ્બ દ્વારા રોજ સવારમાં સાયકલિંગ વિવિધ સ્થળો ઉપર કરવામાં આવે છે. ત્યારે ભાવનગર શહેરમાં રવિવારે સાયકલ કલ્બ દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં કેટલા લોકો જોડાયા ? અને કેટલા કિમી (km)ની યાત્રા થઈ ? જાણો.
ભારતના કાશ્મીરના પહેલ ગામમાં આંતકવાદીઓએ કરેલા હુમલાબાદ ભારત સરકાર અને સેના દ્વારા સિંદૂર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેને વધાવવા માટે ભાવનગરની સાયકલ કલ્બ દ્વારા એક તિરંગા યાત્રાનું સ્વયંભૂ આયોજન કરાયું હતું. જેમાં લોકો તિરંગા સાથે સ્વયંભૂ જોડાયા હતા.
સાયકલ ક્લબ દ્વારા તિરંગા યાત્રા: ભારતની સેના દ્વારા પાકિસ્તાનના આંતકવાદીઓ સામે સિંદૂર ઓપરેશનની સફળતાને પગલે ભાવનગર સાયકલ ક્લબ દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલ ક્લબના ફાઉન્ડર કલ્પેશસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ભારતીય સેના દ્વારા પાકિસ્તાન ઉપર કાર્યવાહીને બિરદાવવા માટે અને ઓપરેશનની સફળતાના ભાગરૂપે 10 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કરાયું હતું. તેમાં સ્વયંભૂ સાયકલીસ્ટ લોકો જોડાયા હતા.

તિરંગા યાત્રામાં લોકો સ્વયંભૂ: ભાવનગરમાં યોજાયેલી તિરંગા યાત્રાને લઈને સાયકલ ક્લબના ફાઉન્ડર કલ્પેશસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સવારે 6.30 કલાકે વેલેન્ટાઇન સર્કલથી 10 કિમીની યાત્રા યોજવામાં આવી હતી. જેમાં પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા દ્વારા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આંતકવાદ સામે કડક કાર્યવાહીને પગલે આ યાત્રા ઉત્સાહભેર યોજાઇ હતી.

કેટલા લોકો જોડાયા યાત્રામાં: ભાવનગર શહેરના વેલેન્ટાઇન સર્કલ થી નીકળેલી તિરંગા યાત્રામાં સ્વયંભૂ 50થી વધુ સાયકલીસ્ટ લોકો જોડાયા હતા. સાઇકલમાં તિરંગો લગાવીને સાયકલીસ્ટ યાત્રામાં જોડાઈને શહેરના વિવિધ માર્ગો પર ફર્યા હતા. સાયકલ ક્લબના ફાઉન્ડર સહિત મેમ્બરોએ પણ હાજરી આપી હતી અને તિરંગા યાત્રાને સફળ બનાવી હતી. આમ તો દેશમાં અનેક સ્થળો ઉપર તિરંગા યાત્રાઓ નીકળી છે જેમાં દેશની સેનાનો જુસ્સો અને હિંમત વધારવા દેશની પ્રજા તરફથી સહયોગ મળી રહ્યો છે.

આ પણ વાંચો: