લંડન: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025 ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 11 થી 16 જૂન દરમિયાન રમાશે. આ મેચ લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગ્યે શરૂ થશે જ્યારે તે ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે રમાશે. ઓસ્ટ્રેલિયા પેટ કમિન્સની કેપ્ટનશીપમાં અને દક્ષિણ આફ્રિકા ટેમ્બા બાવુમાની કેપ્ટનશીપમાં WTC ફાઇનલ રમવા જઈ રહ્યા છે. આ મેચ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ,બંને ટીમના મહત્વપૂર્ણ ખેલાડીઓ અને મેચ દરમિયાન લોડ્સમાં કેવું રહેશે હવામાન ચાલો જાણીએ.

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનો પિચ રિપોર્ટ
લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની મુખ્ય પિચને ક્રિકેટનો મક્કા પણ કહેવામાં આવે છે. લોર્ડ્સની પિચ શરૂઆતમાં ઝડપી બોલરને મદદ કરે છે. આનાથી ઝડપી બોલરોને ઉછાળો અને સ્વિંગ મળે છે. જ્યારે પિચ જૂની થઈ જાય છે, ત્યારે બેટ્સમેન પણ સેટ થયા પછી મોટી ઇનિંગ્સ રમી શકે છે. ટેસ્ટ ક્રિકેટમાં જેમ જેમ રમત આગળ વધે છે અને પિચ સુકાઈ જાય છે, તેમ તેમ સ્પિનરો પણ એક્શનમાં આવે છે અને વિકેટ મેળવે છે. આ મેદાન પર છેલ્લી ટેસ્ટ મેચ 2024 માં રમાઈ હતી જેમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 190 રનથી હરાવ્યું હતું.
All eyes on the 22 players fighting for #WTC25 supremacy 👀
— ICC (@ICC) June 11, 2025
More on the two teams and how to watch the Ultimate Test 👇https://t.co/EI4gV5IRwQ
લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ રેકોર્ડ
આ મેદાન પર અત્યાર સુધીમાં 147 ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. આ સમય દરમિયાન પહેલા બેટિંગ કરનારી ટીમે અહીં 53 મેચ જીતી છે જ્યારે પહેલા બોલિંગ કરનારી ટીમે આ મેદાન પર 43 મેચ જીતી છે. આ મેદાનમાં સરેરાશ સ્કોર પ્રથમ ઇનિંગમાં 310, બીજી ઇનિંગમાં 299, ત્રીજી ઇનિંગમાં 256 અને ચોથી ઇનિંગમાં 157 છે. આ મેદાનનો સૌથી વધુ સ્કોર 729 છે જ્યારે સૌથી ઓછો સ્કોર 38 રન છે.

મેચ દરમિયાન લોડ્સમાં કેવું રહેશે હવામાન
લોર્ડ્સમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ વરસાદ આવવાની ખુબ જ ઓછી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ટેસ્ટ મેચના પહેલા દિવસે વરસાદની કોઈ શક્યતા નથી. બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની શક્યતા માત્ર 10% છે, પણ ત્રીજા દિવસે વરસાદની 25 ટકા શક્યતા છે, અને ચોથા દિવસે વરસાદની કોઈ શક્યતા નથી, જ્યારે પાંચમા દિવસે 16 ટકા શક્યતા છે. આ રીતે વરસાદની સંભાવની ઓછી હોવાથી આખા 5 દિવસ ચાહકો નોન-સ્ટોપ ટેસ્ટ મેચની મજા માણી શકશે.
The final leg to Lord’s has begun! 🏟️
— Proteas Men (@ProteasMenCSA) May 7, 2025
From grit to glory, it’s all been leading to this final test of character.
Let’s bring home the Mace! 🏆🏏🇿🇦#WTC25 #WozaNawe #BePartOfIt #ProteasWTCFinal pic.twitter.com/JOZqhBrPGe
દક્ષિણ આફ્રિકાની પહેલીવાર WTC ફાઈનલમાં
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 101 ટેસ્ટ મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 54 મેચ જીતી છે. દક્ષિણ આફ્રિકા ફક્ત 26 મેચ જીતી શક્યું છે. આ સમય દરમિયાન આ બંને ટીમો વચ્ચે 21 મેચ ડ્રો થઈ છે. આ આંકડાઓ જોતાં, ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકા પર મોટી દેખાઈ રહી છે.

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના મુખ્ય ખેલાડીઓ
ઓસ્ટ્રેલિયા માટે, સ્ટીવ સ્મિથ, ઉસ્માન ખ્વાજા બેટિંગથી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેણે સ્મિથના બેટથી છેલ્લી 10 મેચમાં 734 રન અને ખ્વાજાના બેટથી છેલ્લી 10 મેચમાં 652 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા માટે, સ્પિનર નાથન લિયોન, મિશેલ સ્ટાર્ક અને પેટ કમિંગ બોલ સાથે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. લિયોને છેલ્લી 10 મેચમાં 41 વિકેટ લીધી છે, જ્યારે સ્ટાર્કે 10 મેચમાં 34 વિકેટ લીધી છે.

દક્ષિણ આફ્રિકા કેપ્ટન ટેમ્બા બાવુમા અને ડેવિડ બેડિંગહામ પર નજર રાખશે. આફ્રિકન કેપ્ટન બાવુમાએ છેલ્લી 6 મેચમાં 609 રન બનાવ્યા છે અને બેડિંગહામે છેલ્લી 10 મેચમાં 566 રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકા માટે કેશવ મહારાજ અને કાગીસો રબાડા બોલ સાથે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. મહારાજે ટીમ માટે છેલ્લી 7 મેચમાં 40 વિકેટ લીધી છે જ્યારે કાગીસો રબાડા પણ ઓસ્ટ્રેલિયાને મહત્વપૂર્ણ ફટકો આપી શકે છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકો છો અને ઓનલાઇ લાઇવ મેચ Jio Hotstar એપ અને વેબસાઇટ પર જોઈ શકાય છે.

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ એક દિવસ પહેલા જ પોતપોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. જે નીચે મુજબ છે.
દક્ષિણ આફ્રિકાની : એડન માર્કરામ, રાયન રિકેલ્ટન, વિઆન મુલ્ડર, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરીન (વિકેટકીપર), માર્કો જેનસન, કેશવ મહારાજ, કૈગિસો રબાડા, લુંગી ન્ગીડી.
ઓસ્ટ્રેલિયાની : ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ.
આ પણ વાંચો: