અમદાવાદ: ઇન્ડિયન પ્રમિયર લીગ 2025 ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. દસ ટીમોએ પોતાની પહેલી મેચ રમી લીધી છે. બધી જ ટીમો આ સિઝનમાં ફૂલ જોશમાં દેખાઈ રહી છે. એવામાં દરરોજ કોઈના કોઈ રેકોર્ડ બની રહ્યા છે અને તૂટે પણ છે. પરંતુ શું તમને ખબર છે IPL ના ઇતિહાસમાં એકમાત્ર એવો ખેલાડી છે જેને સતત ત્રણ IPL ટાઇટલ જીત્યા છે.
🏆. 🏆. 🏆 pic.twitter.com/cCSlCEfIy7
— Karn Sharma (@sharmakarn03) May 29, 2018
ઇન્ડિયન પ્રીમિયર લીગ ભારતમાં એકવાર તહેવારની જેમ ઉજવાય છે. લોકો પોતાના મનપસંદ ખેલાડીઓની એક ઝલક જોવા માટે સ્ટેડિયમમાં ઉમટી પડે છે. ભલે ને તે પછી ભારતીય ખેલાડી હોય કે વિદેશી ખેલાડી, ચાહકો સૌને દિલથી સપોર્ટ કરતાં હોય છે. IPL ના ઇતિહાસમાં દર સિઝનમાં ઘણા અવનવા રેકોર્ડ બનતા હોય છે. જેમાંનો એક રેકોર્ડ એવો છે જેને હજી સુધી કોઈ ખેલાડી તોડી શક્યો નથી. જી હા કર્ણ શર્મા એકમાત્ર એવો ખેલાડી છે, જે સતત ત્રણ સિઝનમાં IPL વિજેતા ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે.

- વર્ષ 2016 માં લેગ-સ્પિનર કર્ણ શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી IPL રમ્યા અને તે વર્ષે SRH એ ટ્રોફી જીતી. તે સિઝનમાં રમેલી પાંચ મેચોમાં તેમને કોઈ વિકેટ મળી ન હતી અને તેનો ઇકોનોમી રેટ 10.46 હતો, જે ખૂબ જ શરમજનક હતું. તે વિકેટ લેનારાઓની યાદીમાં છેલ્લો ખેલાડી હતો, પણ જો તમે ટુર્નામેન્ટના વિજેતા બનો તો આ ભૂલ પણ સ્વીકાર્ય હોય છે.
- વર્ષ 2017 માં મુંબઈ ઇન્ડિયન્સે કર્ણને ટીમમાં લીધો અને તે સિઝનમાં તેમનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું. 9 મેચમાં 6.97 ના ઇકોનોમી રેટથી તેમણે 13 વિકેટ ઝડપી હતી. અને તે સિઝનમાં રાઈઝિંગ પૂણે સુપર જાયન્ટ્સને ફાઇનલમાં હરાવી MI એ IPL ટાઇટલ જીત્યું.
- તેના પછીના વર્ષ 2018 માં, તે ફરીથી ટ્રોફી જીતનાર ટીમ - ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી રહ્યો હતો. આ વર્ષે પણ, તેમણે ખાસ યોગદાન આપ્યું ન હતું કારણ કે તેણે ફક્ત છ મેચ રમ્યા હતા.અને 9.36 ની ઇકોનીમી રેટથી ફક્ત 4 વિકેટ લીધી હતી. જોકે, તેઓ ફાઇનલ રમ્યા અને હૈદરાબાદની બેટિંગ લાઇન-અપનો મુખ્ય આધાર રહેલા કેન વિલિયમસનની સૌથી મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી.

ત્રીજા ક્રિકેટર જે ડોમેસ્ટ્રીકમાંથી સીધા IPL માં એન્ટ્રી મારી:
પ્રવીણ કુમાર અને ભુવનેશ્વર કુમાર પછી, લેગ-સ્પિનર કર્ણ શર્મા પશ્ચિમ ઉત્તર પ્રદેશના નાના શહેર મેરઠનો ત્રીજા ક્રિકેટર બન્યો જે 2014 ની IPL હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા 3.75 કરોડ રૂપિયામાં ખરીધ્યા ત્યારે હેડલાઇન્સમાં બની ગયા. આ હરાજીમાં કોઈ પણ સ્થાનિક અનકેપ્ડ ખેલાડી દ્વારા કમાયેલી સૌથી વધુ રકમ હતી, અને 2013 માં સનરાઇઝર્સ સાથેની સારી સિઝનનો પુરસ્કાર હતો, જ્યારે તેણે 13 મેચમાં 6.60 ના ઇકોનોમી રેટથી 11 વિકેટ લીધી હતી. તેણે ભારતના લેગ-સ્પિનર અમિત મિશ્રા સાથે એક મજબૂત સંયોજન બનાવ્યું. જેમાં સનરાઇઝર્સે તેમની પ્રથમ સિઝનમાં અપેક્ષાઓ કરતાં વધુ પ્રદર્શન કર્યું અને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.
Back to city of dreams. Mumbai Indians. 💙🧿#TATAIPL #TATAIPLAuction #MumbaiIndians #MumbaiMeriJaan #ipl2025auction pic.twitter.com/JmWpxB7HZO
— Karn Sharma (@sharmakarn03) November 24, 2024
કર્ણ શર્માનો IPL રેકોર્ડ:
મેરઠના આ ક્રિકેટરે કુલ 84 IPL મેચો રમી છે. જેમાં 8.37 ના ઈકોનોમી રેટથી 76 વિકેટ ઝડપી છે અને 351 રન બનાવ્યા છે. બોલિંગ તેમનું એક મેચમાં સૌથી સારું પ્રદર્શન 4 વિકેટ ઝડપી માત્ર 16 રન આપ્યા હતા. IPL 2025 માં કર્ણ શર્માને મુંબઈ ઇન્ડિયસે 50 લાખમાં ખરીધ્યા છે, તો શું તેઓ આ વખતે ફરી એકવાર MI ને ટ્રોફી જીતાડવામાં મદદરૂપ બનશે?
આ પણ વાંચો: