જૂનાગઢ : મેળામાં ફુગા ફોડયાની રમત રમ્યા બાદ શૂટિંગ સ્પર્ધામાં આગળ વધવાનું સપનું જોનાર જૂનાગઢન કુલદીપ પંડ્યા આજે રાજ્ય સ્તરના ગોલ્ડ મેડાલિસ્ટ બની ચૂક્યો છે. કુલદીપ 10 અને 50 મીટરની શુટીંગ રેન્જમાં ગોલ્ડ મેડલ મેળવીને ન માત્ર ગુજરાત ગૌરવનું અપાવ્યું છે. કુલદીપે અત્યાર સુધી 10 મીટર રાઇફલ શૂટિંગમાં સાત વખત અલગ અલગ સ્પર્ધામાં ભાગ લઈને રજત અને ગોલ્ડ મેડલ જીતા ચુક્યો છે. હવે આગળ શૂટિંગ સ્પર્ધામાં કુલદીપની કેવી તૈયારીઓ રહેશે ચાલો જાણીએ…
જૂનાગઢનો કુલદીપ પંડ્યા શૂટિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ:
23 વર્ષીય જૂનાગઢનો કુલદીપ પંડ્યા 10 અને 50 મીટરની રેન્જમાં ગોલ્ડ મેડલ મેળવીને ન માત્ર ગુજરાત પરંતુ જૂનાગઢને પણ ગૌરવનું અપાવ્યું છે. સંત અને સુરાની ભૂમિ માંથી શૂટિંગના ક્ષેત્રમાં ખેલાડીઓ આગળ આવી રહ્યા છે, જેને એક સારો સંકેત માનવામાં આવે છે. કુલદીપ પંડ્યા 10 મીટર રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં સાત વખત અલગ અલગ સ્પર્ધામાં ભાગ લઈને રજત અને ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યો છે. છ થી સાત વર્ષની એર રાઈફલ શૂટિંગની કારકિર્દી દરમિયાન કુલદીપ અત્યાર સુધી ચાર જેટલી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધામાં પણ સામેલ થઈને ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે. વર્ષ 2023 માં સ્ટેટ લેવલની આયોજિત થયેલી શૂટિંગ સ્પર્ધામાં કુલદીપ પંડ્યાએ ગોલ્ડ પર નિશાન લગાવીને યુવાનો માટે પ્રેરણા બન્યો છે.

કુલદીપ નાનપણથી જ સૌરાષ્ટ્રના ભાતીગળ મેળામાં જવાનો શોખીન હતો, મેળામાં ફુગા ફોડવાની રમત પ્રત્યે ખૂબ જ પ્રોત્સાહિત થતો હતો. મેળામાં આ પ્રકારે ફુગ્ગા ફોડીને તેમણે સાચી રાયફલ ચલાવીને નિશાન તાકવાનું એક સપનું જોયું હતું. જેને તેના શિક્ષક પિતા પિયુષભાઈ પંડ્યા એ આગળ વધારવામાં મદદ કરી. રાયફલ શૂટિંગમાં પોતાની કારકિર્દી બનાવવા માગતો હતો, જેથી તેને શરૂઆતના દિવસોમાં એક મહિનાની બેઝિક તાલીમ માટે વડોદરા મોકલવામાં આવ્યો. હતો જ્યાં તેણે ખૂબ સારો દેખાવ કરીને વડોદરા જિલ્લામાં આયોજિત શૂટિંગની સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો અને ત્યાં વિજેતા બન્યો હતો ત્યારબાદ બારમા ધોરણના અભ્યાસ માટે શૂટિંગ માંથી ત્રણ વર્ષનો બ્રેક લીધા બાદ આજે વર્ષ 2018 થી સતત શૂટિંગની તાલીમ લે છે.

50 મીટર પોઇન્ટ 22 કેલીબરમાં ગોલ્ડ મેડલ:
કુલદીપ પંડ્યા 10 અને 50 મીટરની શૂટિંગ સ્પર્ધામાં કામ કરી રહ્યો છે,અગાઉ તે 50 મીટરની શૂટિંગ સ્પર્ધામાં પોઇન્ટ 22 કેલીબર રાયફલ સાથે ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો છે. તે ગુજરાતની સાથે દિલ્હી મેરઠ અને ભોપાલમાં પણ રાષ્ટ્રીય સ્પર્ધામાં સામેલ થયો છે. ભોપાલમાં તેમને ઓલમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ખુશાલે સાથે પણ રમવાની અને તેને મળવાની તક મળી તેની પાસેથી પણ કુલદીપે શૂટિંગનું બેઝિક જ્ઞાન જે આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં જરૂરી હોય છે તે મેળવ્યું. કુલદીપ આજે આંતરરાષ્ટ્રીય રમતોત્સવ અને દર ચાર વર્ષે આયોજિત થતા ઓલમ્પિકમાં રમીને ભારત માટે મેડલ જીતવાનું સપના સાથે સતત દિવસમાં ત્રણ થી ચાર કલાક શૂટિંગની તાલીમ પણ મેળવી રહ્યો છે, જેમાં ટ્રાયલ અને લાઈવ ફાયરના સેશનનો પણ રાખવામાં આવતા હોય છે.

આંતરરાષ્ટ્રીય સ્તરની રાઈફલ:
કુલદીપ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અનુરુપ રાઈફલનો ઉપયોગ કરીને શૂટિંગની તાલીમ મેળવી રહ્યો છે, જર્મન બનાવટ ની વોલ્થર L.G 500 નામની રાઇફલ કે જેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને ખાસ કરીને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા માટે જે ખેલાડીઓ નિશાન લગાવે છે તે આ રાઈફલ હોય છે. તે જ રાઈફલ થી જૂનાગઢમાં કુલદીપ શૂટિંગની તાલીમ લઈ રહ્યો છે. વોલ્થર L.G 500રાઈફલ વિશ્વમાં એકમાત્ર જર્મની દેશમાં બને છે, અને તે અન્ય દેશોમાં ઈમ્પોર્ટ થાય છે જેનું વજન 05.05 કિલોની આસપાસ હોય છે અને તેની બજાર કિંમત આજના દિવસે 4,00,000 ની આસપાસ થવા જાય છે એર શૂટિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતી આ રાઈફલ અત્યાર સુધીની સૌથી આધુનિક રાઈફલ છે.

આ પણ વાંચો: