તાપીનું ગૌરવ: ભારતની U20 મહિલા ફૂટબોલ ટીમે તાપીની દીકરીની આગેવાનીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી
અંડર 20 મહિલા ટીમના આત્મવિશ્વાસ, કઠિન મહેનત અને શુભાંગીનીના સફળ નેતૃત્વને લઈ ભારતની ટીમ 20 વર્ષ બાદ ઐતિહાસિક ક્વોલિફાઇડ થઈ છે.

Published : September 18, 2025 at 4:07 PM IST
|Updated : September 18, 2025 at 5:20 PM IST
તાપી: ભારતની અંડર 20 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલની ટીમએ વીસ વર્ષ બાદ ઇતિહાસ રચ્યો છે, જેમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની દીકરી શુભાંગીની સિંહના નેતૃત્વ હેઠળ ટીમએ 2026 માં થાઇલેન્ડ ખાતે રમનાર ASF અંડર 20 મહિલા એશિયન કપ માટે ક્વોલિફાઇડ થઈ છે. જેને પગલે તાપી જિલ્લાનું નામ વિશ્વ ફલક પર ગુંજતું થયું છે.
માતા પિતા સામે ઘણા પડકારો હતા
નાનપણથીજ ફૂટબોલની રમતમાં આગવું સ્થાન ધરાવતી શુભાંગીની તેની રમતથી જેતે સમયના તેના ફુટબોલના સ્કૂલના કોચ એ તેમના પિતાને શુભાંગીની ને ફૂટબોલ ની રમતમાં આગળ વધારવાની સલાહ આપી હતી અને તેના માતા -પિતાએ તેમજ કરી દીકરી શુભાંગીની ને ફૂટબોલની રમતમાં આગળ વધારવાની કાર્યવાહી હાથ ધરી, પરંતુ માતા પિતા સામે ઘણા પડકારો હતા.

વિશ્વફલક પર માતાપિતાનું સ્વપ્ન સાકાર કર્યું
પિતા મિલમાં સામન્ય કામદાર હોય જેને લઈ આર્થિક રીતે પડકાર તો હતો સાથે સામાજિક રીતે પણ કેટલાક લોકો કહેતા કે દીકરીને રમતગમત ક્ષેત્રે આગળ વધારવાની જગ્યા પર ભણાવી તેના લગ્ન કરાવી દેવામાં આવે, પરંતુ તેમ ન કરતા માતા પિતા એ શુભાંગીનીને ફૂટબોલમાં જ આગળ વધારવાનો દ્રઢ નિશ્ચય કર્યો અને આજે દીકરી એ વિશ્વફલક પર માતાપિતાનું સ્વપ્ન સાકાર કર્યું અને વીસ વર્ષ બાદ ફૂટબોલ ની રમતમાં ક્વોલિફાઇ થઈ વિશ્વભરમાં દેશનું નામ રોશન કર્યું છે.


નાનપણથી જ ફૂટબોલની રમતમાં ઘેલછા હતી
ફૂટબોલની રમતમાં પહેલેથી જ કંઈક કરવાની ઘેલછા શુભાંગીનીમાં હતી, નાનપણમાં જ્યારે તે ફૂટબોલ રમતી હતી ત્યારે તેની ઉંમરની બાળકીઓ ફૂટબોલ રમવાનું ટાળતી હતી, પરંતુ તેના ભાઈ અને તેની ઉંમરના છોકરાઓ સાથે તે ફૂટબોલ રમવાનું ચાલુ રાખ્યું હતું, જેની રમત જોઈ તેના સ્પોર્ટ્સ ટીચરે તેના માતાપિતાને આ રમતમાં આગળ વધારવાની વાત કરી અને તેમની વાત માની શુભાંગીનીને હિંમતનગરની ASG એકેડમીમાં એકસપર્ટ કોચ તરુણ રોય અને આસિસ્ટન કોચ મોહસીન મલિક પાસે ફૂટબોલની ઘનિષ્ઠ તાલીમમાં મૂકી જ્યાં ચાર વર્ષના સખત પરિશ્રમ બાદ શુભાંગીની ફીફા વર્લ્ડ કપની ટીમમાં સિલેક્શન થયું.

કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા
ત્યારબાદ શુભાંગીની સુબ્રતો કપ, SGFI નેશનલ, રિલાયન્સ યુથ નેશનલ ચેમ્પિયનશિપ, AIF જુનિયર ગર્લ્સ નેશનલ જેવી રાષ્ટ્રીય ટુર્નામેન્ટ, જ્યારે દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ 2022, અંડર 17 fifa મહિલા વર્ડ કપ 2022, જેવી અનેકો આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ તબક્કાવાર શુભાંગીની એ રમી 20 વર્ષ બાદ અંડર 20ની મહિલાની ફૂટબોલ ટીમને એશિયા કપમાં સ્થાન અપાવ્યું છે. આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા એ ટ્વીટ કરી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.


સમગ્ર દેશ માટે પણ ગૌરવની ક્ષણ
અંડર 20 મહિલા ટીમના આત્મવિશ્વાસ, કઠિન મહેનત અને શુભાંગીનીના સફળ નેતૃત્વને લઈ ભારતની ટીમ વીસ વર્ષ બાદ ઐતિહાસિક ક્વોલિફાઇડ થઈ છે, આ સિધ્ધિ માત્ર ભારતીય મહિલા ફૂટબોલ ખેલાડીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે પણ ગૌરવની ક્ષણ છે.
આ પણ વાંચો:

