લીડ્સ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન - તેંડુલકર ટ્રોફી હેઠળ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. હાલ લીડ્સ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને આજે બંને ટીમમાંથી કોણ જીતશે તેનું પરિણામ આજે જાહેર થઈ જશે.
7 રનની લીડ સાથે પોતાનો બીજો દાવ શરૂ કરતા, ભારતે કેએલ રાહુલ (137) અને ઋષભ પંત (118) ની શાનદાર ઇનિંગ્સની મદદથી 364 રન બનાવ્ચા અને ઓલઆઉટ થઈ ગયું, જેનાથી ઇંગ્લેન્ડને જીત માટે 371 રનનો લક્ષ્યાંક મળ્યો. પરંતુ આ મેચમાં, ઉપ-કપ્તાન ઋષભ પંતે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરીને બધાનું ધ્યાન ખેંચ્યું.

પહેલી ઇનિંગમાં સદી ફટકારનાર પંતે બીજી ઇનિંગમાં પણ સદી ફટકારી હતી. જયસ્વાલ (4), સાઈ સુદર્શન (30) અને સુકાની ગિલ (8) ની વિકેટ ગુમાવ્યા બાદ ભારત મુશ્કેલીમાં મુકાયું. 92 રનમાં 3 વિકેટ પડી ગઈ. ત્યારબાદ ક્રીઝ પર આવેલા પંતે રાહુલ સાથે મળીને સારું પ્રદર્શન કર્યું. પંતે ઇંગ્લેન્ડના બોલરોને ચકનાચૂર કર્યા અને 140 બોલમાં 118 રન બનાવ્યા.
પંતની સેન્ચુરીની ઉજવણી:
બીજી ઇનિંગમાં સદી ફટકાર્યા બાદ પંતનો સેન્ચુરીની ઉજવણીનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલો હવે જાણીએ કે પંતની આ રીતે ઉજવણી કરવાનું કારણ શું છે અને શા માટે 7 વર્ષ બાદ આ ઘટનાને યાદ કરી?
ડેઇલી અલી
પહેલી ઇનિંગમાં સદી ફટકાર્યા પછી પંત તેના ગુલાટી મારવાની ઉજવણી માટે જાણીતા છે. પરંતુ બીજી ઇનિંગમાં સદી ફટકાર્યા પછી, બધાને તેની પાસેથી પણ આવું જ થવાની અપેક્ષા હતી. આ અંતર્ગત, જ્યારે પંત તેના ગ્લોવ્ઝ અને હેલ્મેટ ઉતારીને તૈયાર થતો જોવા મળ્યો, ત્યારે એવું માનવામાં આવતું હતું કે તે બીજી એક્રોબેટિક્સ કરીને ઉજવણી કરશે. પરંતુ પંતે એવું ન કર્યું. તેણે પોતાની પહેલી આંગણી અને અંગૂઠાને જોડીને આંખ પર મૂકી OK જેવો ઈશારો કર્યો હતો.

આ ઘટના 2018 માં વાયરલ થઈ હતી:
ઓકે (ok) ની ઉજવણી રમતોમાં પ્રખ્યાત છે. તેને 'ડેઇલી સ્ટ્રીટ ફેસ્ટિવલ' કહેવામાં આવે છે. સાત વર્ષ પહેલાં, જ્યારે પ્રખ્યાત ફૂટબોલર ડેલ એલીએ ગોલ કર્યો હતો, ત્યારે તેણે પણ આવી જ રીતે ઉજવણી કરી હતી. ટોટનહામ હોટ્સપાર ફૂટબોલ ટીમના સભ્ય ડેલ એલીએ ઓગસ્ટ 2018 માં ન્યૂકેસલ સામેની મેચમાં ગોલ કર્યા પછી આ ખાસ ક્ષણની ઉજવણી કરી હતી.
આ ઉજવણીએ તે સમયે ભારે હંગામો મચાવ્યો હતો. ઘણા લોકોને આંખો સામે આંગળીઓ વાળીને OK જેવી નિશાની બનાવતા થઈ ગયા, અને લોકો સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરવામાં આવ્યા હતા. તે પછી ધીમે ધીમે આ વલણ ઘટ્યું અને અદૃશ્ય થઈ ગયું.
પરંતુ હવે, 'ડેલે અલી' ઉજવણી ફરી એકવાર ચર્ચામાં આવી છે, જ્યારે ઋષભ પંતે ઈંગ્લેન્ડ સામેની મેચમાં સદી ફટકારતા દર્શાવી. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે પંતે ડેલ સ્ટેનને આ રીતે કેમ ફોલો કર્યો? કેટલાક લોકો કહી રહ્યા છે કે પંત કદાચ તેનો ચાહક હશે, માટે તેને પણ આ ઉજવણીની રીત અપનાવી.
આ પણ વાંચો: