બેંગલુરુ : 4 જુને, IPL 2025નો ખિતાબ જીત્યા બાદ RCB ના સન્માન સમારોહ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા. આ ઉપરાંત આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતે RCBના IPL 2025 માં ચેમ્પિયન બનવાની ખુશીને દુઃખમાં ફેરવી દીધી.

બુધવારે સાંજે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ચેમ્પિયન RCB માટે એક સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ જોવા માટે હજારો ચાહકો અહીં પહોંચ્યા હતા. સ્ટેડિયમની અંદર કરતાં બહાર રસ્તા પર વધુ લોકો ઉભા હતા અને નાસભાગ મચી ગઈ.
𝗢𝗳𝗳𝗶𝗰𝗶𝗮𝗹 𝗦𝘁𝗮𝘁𝗲𝗺𝗲𝗻𝘁: 𝗥𝗼𝘆𝗮𝗹 𝗖𝗵𝗮𝗹𝗹𝗲𝗻𝗴𝗲𝗿𝘀 𝗕𝗲𝗻𝗴𝗮𝗹𝘂𝗿𝘂
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 5, 2025
The unfortunate incident in Bengaluru yesterday has caused a lot of anguish and pain to the RCB family. As a mark of respect and a gesture of solidarity, RCB has announced a financial… pic.twitter.com/C50WID1FEI
RCB તરફથી સંવેદના:
આવી સ્થિતિમાં, RCB એ ભાગદોડની ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, અને નાણાકીય સહાયની જાહેરાત કરી છે. RCB એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'ગઈકાલે બેંગલુરુમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ આરસીબી પરિવારને ખૂબ જ દુઃખ અને પીડા આપી છે. આદર અને એકતાના પ્રતીક તરીકે, RCB એ મૃતકોના અગિયાર પરિવારોને પ્રત્યેકને 10 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.

આ ઉપરાંત, આ દુ:ખદ ઘટનામાં ઘાયલ થયેલા ચાહકોને મદદ કરવા માટે RCB કેર્સ નામનું એક ફંડ પણ બનાવવામાં આવી રહ્યું છે. અમારા ચાહકો હંમેશા અમારા દરેક કાર્યના કેન્દ્રમાં રહેશે. આપણે દુઃખમાં પણ એક રહીએ છીએ.
Royal Challengers Bengaluru announces ex-gratia of Rs 10 lakhs to the kin of 11 victims of the Bengaluru stampede.
— ANI (@ANI) June 5, 2025
" the unfortunate incident in bengaluru yesterday has caused a lot of anguish and pain to the rcb family. as a mark of respect and a gesture of solidarity, rcb has… pic.twitter.com/FPw5apgxXg
RCB ની ભારે ટીકા થઈ :
RCB એ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ RCB ની પહેલી IPL ટ્રોફી હતી. આરસીબીની જીત સાથે, ચાહકો મધ્યરાત્રિએ બેંગલુરુના રસ્તાઓ પર બહાર આવ્યા અને ફટાકડા ફોડવા લાગ્યા.

આ પછી, 4 જૂને બેંગલુરુમાં RCB માટે વિજય પરેડ યોજાવાની હતી. જોકે, ચાહકોની મોટી હાજરીને કારણે, વહીવટીતંત્રે વિજય પરેડ રદ કરવાનું કહ્યું, પરંતુ તેમ છતાં, જ્યારે RCB ટીમ બેંગલુરુમાં વિધાનસભા પહોંચી, ત્યારે ચાહકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ. RCBના ચાહકો તેમના ચેમ્પિયન ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે એસેમ્બલીની બાઉન્ડ્રી વોલ પર ચઢી ગયા. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી જ્યાં કમનસીબ ભાગદોડ મચી ગઈ અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.
આ પણ વાંચો: