ન્યૂ ચંદીગઢ : આઈપીએલ 2025 ની 31મી મેચમાં, પંજાબ કિંગ્સની ટીમે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ચમત્કાર કરી બતાવ્યો છે. પંજાબે રોમાંચક લો-સ્કોરિંગ મેચમાં કોલકાતાને 16 રને હરાવીને નવો ઇતિહાસ રચ્યો.
Moments they will never forget 🤩
— IndianPremierLeague (@IPL) April 16, 2025
🎥 All the 𝙍𝙖𝙬 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨 from a thrilling ending and memorable victory as #PBKS created history in front of a buzzing home crowd ❤🥳#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/mndhJxEt5X
પહેલીવાર આ સિઝનમાં પંજાબના બેટ્સમેનો નિષ્ફળ ગયા:
ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલ પંજાબની ઓપનિંગ જોડી ગઈ મેચની જેમ ટીમને સારી શરૂઆત આપવી શકી નહીં. ચેન્નાઈ સુપ્તર કિંગ્સ સામેની પાછલી મેચમાં પ્રિયાંશે 39 બોલમાં સદી ફટકારી હતી. પરંતુ આજે ચોથી ઓવરના ત્રીજા બોલ પર હરક્ષિત રાણાનો શિકાર બન્યો અને 12 બોલમાં 22 રન બનાવી પવેલીયન ફર્યો. આ ઝટકામાંથી પંજાબની ટીમ ઉભરે તે પહેલા આ જ ઓવરના ચોથા બોલ પર PBKS ના કેપ્ટન અય્યર 2 બોલ રમી શૂન્ય પર રમનદીપના હાથે કેચ થમાવી બેઠા. ત્યારબાદ જોસ ઇંગ્લિસ (2) મેચની પાંચમી ઓવરના ચોથા બોલ પર વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો.

અને આમ ફક્ત 111 રન પર સમાપ્ત થયો. પંજાબનો કોઈ પણ બેટ્સમેન સતત સારું પ્રદર્શન કરી શક્યો નહીં. પ્રભસિમરને સૌથી વધુ 30 રનનું યોગદાન આપ્યું. કોલકાતા તરફથી હર્ષિત રાણાએ સૌથી વધુ 3 વિકેટ લીધી. તે જ સમયે, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.
Relive the epic performance here 🎥🔽 | #TATAIPL | #PBKSvKKRhttps://t.co/nP1jyDyKsA https://t.co/VPoqF82Qzr
— IndianPremierLeague (@IPL) April 15, 2025
કોલકાતાની ઇનિંગ્સની ટીમ PBKS ના બોલરો સામે પડી ભાંગી:
પંજાબના 111 રનના જવાબમાં, કોલકાતાની ટીમ 15.1 ઓવરમાં ફક્ત 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આમ, પંજાબે IPLમાં સૌથી ઓછા સ્કોરનો બચાવ કરવાની સિદ્ધિ હાંસલ કરી. આ પહેલા IPLમાં સૌથી ઓછા સ્કોરનો બચાવ કરવાનો રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સના નામે હતો. 2009 ની IPL માં, CSK એ 116/9 ના સ્કોરનો બચાવ કર્યો. હવે પંજાબે CSKનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે.

ચહલની જાળમાં ફસાયા KKRના બેટ્સમેન:
પંજાબના ઓછા સ્કોરનો પીછો કરતી વખતે કોલકાતાના બેટ્સમેનોને પણ સંઘર્ષ કરવો પડ્યો. કોલકાતાના ઓપનર સુનીલ નારાયણ અને ક્વિન્ટન ડી કોક પહેલી બે ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા. આ પછી, કેપ્ટન અજિંક્ય રહાણે અને અંગદ રઘુવંશીએ ઇનિંગ્સની જવાબદારી સંભાળી અને સ્કોરને 62 રન સુધી પહોંચાડ્યો. બાદમાં, પંજાબના સ્પિનર ચહલે પોતાના સ્પિન જાદુનો ઉપયોગ કરીને રહાણે અને રઘુવંશીને સતત બે ઓવરમાં આઉટ કર્યા. આ પછી, 11મી ઓવરમાં વેંકટેશ ઐયર મેક્સવેલનો શિકાર બન્યો. કોલકાતાની અડધી ટીમ 74 રન પર પેવેલિયન પરત ફરી હતી.
રઘુવંશીના સૌથી વધુ રન:
મેક્સવેલ પછી 12મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા ચહલે રિંકુ સિંહ અને રમનદીપ સિંહને સતત બોલ પર આઉટ કરીને કોલકાતાને બેકફૂટ પર મૂકી દીધી. ત્યારબાદ માર્કો જેનસેને હર્ષિત રાણાને આઉટ કરીને પંજાબની જીતની આશા વધારી. કોલકાતાને વૈભવ અરોરાના રૂપમાં નવમો ફટકો પડ્યો. આ પછી, આન્દ્રે રસેલે કેટલાક મોટા શોટ ફટકારીને મેચને પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે માર્કો જેન્સને છેલ્લી વિકેટ લીધી અને પંજાબને રોમાંચક વિજય અપાવ્યો. કોલકાતા તરફથી અંગ્રેશ રઘુવંશીએ સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. રઘુવંશીએ પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. પંજાબ તરફથી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 4 વિકેટ લીધી. માર્કો જેન્સને 3 વિકેટ લીધી.
આ પણ વાંચો: