અમદાવાદ: ભારતીય ક્રિકેટમાં હવે નિવૃત્તિનો સમય ચાલી રહ્યો છે. રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ પછી, વધુ એક ભારતીય ક્રિકેટરે નિવૃત્તિ લીધી છે. ભારતીય ક્રિકેટર અને ગુજરાતના અનુભવી ઓપનર પ્રિયંક પંચાલ, જેમણે તાત્કાલિક અસરથી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે.

પ્રિયાંક પંચાલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:
પ્રિયાંક પંચાલ એક ભારતીય ક્રિકેટર છે, જેમણે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો. તેમણે ઓલ ઈન્ડિયાએ અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નેતૃત્વ પણ કર્યું છે. તે 2016/17માં ગુજરાત માટે રણજી ટ્રોફીનો ખિતાબ જીતનારી રાજ્ય ટીમનો પણ ભાગ હતો.

પ્રિયાંકનો ભાવનાત્મક સંદેશ:
પ્રિયંક પંચાલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે અને પોતાની નિવૃત્તિની માહિતી આપી છે. તેણે લખ્યું, 'આ એક એવી ક્ષણ છે જે મને ખૂબ કૃતજ્ઞતાથી ભરી દે છે. મારા ચાહકો માટે સૌથી અગત્યનું, હું હંમેશા તમારા દ્વારા મોકલવામાં આવતા બધા સંદેશાઓ વાંચું છું. તમારામાંથી ઘણા મને ભારતીય રંગોમાં જોવા માંગે છે. આ મજબૂત પ્રેરણા સાથે મેં મારી યાત્રા ચાલુ રાખી છે. પણ આ અહીં જ સમાપ્ત નથી થતું, જે લોકો મને ઓળખે છે તેઓ જાણે છે કે હું કેટલો મોટો પુસ્તક પ્રેમી છું,પુસ્તકનો એક પ્રકરણ ગમે તેટલો રોમાંચક હોય, પછીનો પ્રકરણ હંમેશા વધુ સારો બનવાનું વચન આપે છે. મને આશા છે કે મારું પુસ્તક પણ આવું જ હશે.

પ્રિયાંકે તેની પિતાને યાદ કર્યા:
તેમણે આગળ કહ્યું, "મારા પિતા મારા માટે શક્તિનો સ્ત્રોત છે.' તેમણે મને ભારતની ટોપી પહેરવાની હિંમત આપી પણ તેઓ ઘણા સમય પહેલા આપણને છોડીને ચાલ્યા ગયા. મારી માતા અને મારી બહેન, બંને હંમેશા મારી પડખે ઊભા રહ્યા. તમારા બંને વગર હું આ કરી શક્યો ન હોત. મારી પત્ની અને તેના પરિવારને, જેઓ હવે મારો પરિવાર છે. તેમનો પણ આભાર. આપ સૌના પ્રેમ બદલ આભાર."

પ્રિયાંક પંચાલની ક્રિકેટ કારકિર્દી:
પ્રિયંક પંચાલના આંકડા ખૂબ પ્રભાવશાળી છે. 35 વર્ષીય ખેલાડીએ ભારત માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 29 સદી અને 34 અડધી સદી સાથે કુલ 8856 રન બનાવ્યા છે. આ સમય દરમિયાન તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 314 રન રહ્યું છે. આ સાથે, તેણે 97 લિસ્ટ A મેચોમાં 8 સદી અને 21 અડધી સદી સાથે 3672 રન પણ બનાવ્યા. આ ઉપરાંત, તેણે T20 ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. પંચાલે 59 ટી20 ઇનિંગ્સમાં 9 અર્ધશતકની મદદથી 1522 રન પણ બનાવ્યા.
End of an Era!
— Gujarat Cricket Association (Official) (@GCAMotera) May 26, 2025
Gujarat Cricket Association congratulates Priyank Panchal on a stellar cricketing journey as he announces retirement from all formats on May 26, 2025.
A prolific right-handed opener, Priyank scored 8856 First-Class runs with 29 centuries & 34 fifties, including a… pic.twitter.com/O3iFec6xmS
ગુજરાત ક્રિકેટ એસોસિએશને અભિનંદન પાઠવ્યા:
26 મે, 2025 ના રોજ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને પ્રિયાંક પંચાલને તેમની અદ્ભુત ક્રિકેટ સફર બદલ અભિનંદન પાઠવ્યા. જમણા હાથના ઓપનિંગ બેટ્સમેન પ્રિયાંકે 29 સદી અને 34 અડધી સદી સાથે 8856 ફર્સ્ટ ક્લાસ રન બનાવ્યા, જેમાં એક શાનદાર 314* રનનો સમાવેશ થાય છે. તેમણે 2016-17 માં ગુજરાતને તેમનો પહેલો રણજી ટ્રોફી ખિતાબ અપાવ્યો, વિજય હજારે ટ્રોફી (2015-16) અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (2012-13 અને 2013 - 14) પણ જીતી. તેમણે ભારત A અને ગુજરાતની કેપ્ટનશીપ બધા જ ફોર્મેટમાં ઉત્સાહ અને ગર્વથી કરી. અમે તેમના સમર્પણ અને વારસાને સલામ કરીએ છીએ. તેમને ભવિષ્યમાં સફળતા મળે તેવી શુભેચ્છાઓ!
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રોહિત શર્માને ડાબા હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેને રમવાની તક મળી ન હતી, ત્યારે પંચાલ ભારતની ટેસ્ટ કેપ મેળવવાની સૌથી નજીક પહોંચી ગયો હતો.
આ પણ વાંચો: