દોહા: ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો છે. તેમણે એવું કામ કર્યું છે જે ભારતમાં હજુ સુધી કોઈએ કર્યું નથી. નીરજે કતારની રાજધાની દોહામાં આ સિદ્ધિ હાંસલ કરી, જ્યાં તેણે દોહા ડાયમંડ લીગ મીટમાં પોતાના કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો.
નીરજ ચોપરાના કારકિર્દીના શ્રેષ્ઠ થ્રોનો ઇતિહાસ
નીરજે 90 મીટરનો આંકડો પાર કર્યો છે અને દરેક જગ્યાએ પોતાનું નામ રોશન કરી રહ્યો છે. તેણે શુક્રવારે રાત્રે આ સિદ્ધિ હાંસલ કરી, જ્યાં તેણે પ્રતિષ્ઠિત ડાયમંડ લીગ મીટના દોહા લેગમાં 90.23 મીટરના અંતર સુધી ભાલા ફેંક્યો. નીરજે પોતાના કરિયરમાં પહેલીવાર 90 મીટર ભાલા ફેંક્યો છે.

ઓલિમ્પિક મેડલ વિજેતાએ પહેલા થ્રોમાં 88.44 મીટરના અંતર સાથે ઉડતી શરૂઆત કરી. આ થ્રો સાથે, તેણે 85.5 મીટરનો ક્વોલિફિકેશન માર્ક પાર કર્યો અને ટોક્યોમાં યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સ્થાન મેળવ્યું. જોકે તેનો બીજો પ્રયાસ ફાઉલ હતો, તેણે ત્રીજા પ્રયાસમાં 90.23 મીટરનો વિશાળ થ્રો રેકોર્ડ કર્યો.
Here is the 90m Moment for Neeraj Chopra pic.twitter.com/jN3nuK3ZNf
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) May 16, 2025
ભારતીય ભાલા ફેંકનાર સ્ટાર જીત તરફ આગળ વધી રહ્યો હતો કારણ કે અન્ય કોઈ સ્પર્ધક 90 મીટરનો આંકડો પાર કરી શક્યો ન હતો. પરંતુ જર્મન સ્ટાર જુલિયન વેબરે તેના અંતિમ પ્રયાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 91.06 મીટરનો થ્રો રેકોર્ડ કર્યો. વેબરે તેના અંતિમ પ્રયાસમાં નીરજ પાસેથી જીત છીનવી લીધી. 2025 દોહા ડાયમંડ લીગમાં તેના પ્રભાવશાળી થ્રો પહેલા, નીરજનો વ્યક્તિગત શ્રેષ્ઠ 89.94 મીટર હતો. તેણે બે વર્ષ પહેલા સ્ટોકહોમ ડાયમંડ લીગ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી.
A spectacular feat! Congratulations to Neeraj Chopra for breaching the 90 m mark at Doha Diamond League 2025 and achieving his personal best throw. This is the outcome of his relentless dedication, discipline and passion. India is elated and proud. @Neeraj_chopra1 pic.twitter.com/n33Zw4ZfIt
— Narendra Modi (@narendramodi) May 17, 2025
90નો આંકડો પાર કરનાર ત્રીજો એશિયન :
હવે નીરજ 90.23 મીટર સુધી ભાલા ફેંકનાર પ્રથમ ભારતીય બન્યો છે. આ સાથે, નીરજ આ સિદ્ધિ મેળવનાર ત્રીજો એશિયન ખેલાડી બન્યો છે. ઓલિમ્પિક ચેમ્પિયન પાકિસ્તાનના અરશદ નદીમ (92.97 મીટર) અને ચાઈનીઝ તાઈપેઈના ચાઓ-ત્સુન ચેંગ (91.36 મીટર) એ બે અન્ય એશિયન છે જેમણે 90 મીટરનો આંકડો પાર કર્યો છે. જો આપણે દુનિયાની વાત કરીએ તો, તે 90 મીટર ભાલા ફેંકનાર દુનિયાનો 25મો ખેલાડી બની ગયો છે. તેમની આ ખાસ સિદ્ધિએ તમામ ભારતીયોને ગર્વ અપાવ્યો છે.
પીએમ મોદીએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા :
પીએમ મોદીએ X પર નીરજ ચોપરાને અભિનંદન પાઠવતા લખ્યું કે, "શાનદાર સિદ્ધિ! નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગ 2025 માં 90 મીટરનો આંકડો પાર કરવા અને પોતાનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો હાંસલ કરવા બદલ અભિનંદન. આ તેમના અવિરત સમર્પણ, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે. ભારત ખુશ અને ગર્વિત છે."
Not mine but surely the burden of the fans went down - Neeraj Chopra after 90.23m throw 😁
— The Khel India (@TheKhelIndia) May 16, 2025
[ 🎥 - RevSportzGlobal ]
pic.twitter.com/jwB622KCA2
નવા કોચ સાથે ખાસ દરજ્જો પ્રાપ્ત કર્યો
એવું જાણવા મળ્યું છે કે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા 27 વર્ષીય ભાલા ફેંકનારએ સ્પર્ધામાં પોતાના ત્રીજા પ્રયાસમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે ત્રીજા બારમાં 90.23 મીટર ભાલા ફેંક્યો. આ સાથે, નીરજ એવા ભાલા ફેંકનારાઓની યાદીમાં જોડાયો છે જેમણે ચેક રિપબ્લિકના તેમના વર્તમાન કોચ જાન ઝેલેજની હેઠળ 90 મીટરથી વધુના પ્રયાસો નોંધાવ્યા છે. કોચ અને ખેલાડી તરીકે આ બંનેની પહેલી ઇવેન્ટ છે.
A historic moment for Indian athletics! 🇮🇳
— Nitin Gadkari (@nitin_gadkari) May 17, 2025
Congratulations to Neeraj Chopra for crossing the 90m mark at Doha Diamond League 2025 with a personal best throw. Your unwavering dedication and pursuit of excellence continue to inspire a nation. India celebrates your achievement… pic.twitter.com/JtxlvGSZY2
આ પણ વાંચો: